'રાજ્યની ખાનગી સ્કૂલોમાંથી 21 હજાર બાળકોએ સરકારીમાં પ્રવેશ લીધો, ખોટી વાતો કરનારા ગુજરાતની સ્કૂલોની મુલાકાત લે'

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

'રાજ્યની ખાનગી સ્કૂલોમાંથી 21 હજાર બાળકોએ સરકારીમાં પ્રવેશ લીધો, ખોટી વાતો કરનારા ગુજરાતની સ્કૂલોની મુલાકાત લે'

0


ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આજે સુરતમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદઘાટન પ્રસંગે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગુજરાતની સ્કૂલો માટે આડકતરી રીતે દિલ્હીના CM કેજરીવાલને પડકાર ફેંક્યો હતો. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાંથી 21,000 કરતાં વધુ બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. તમામ શાળાઓમાં સ્માર્ટ બોર્ડ લગાવાયાં છે. ગુજરાતમાં ખોટી વાતો કરનારાઓએ ગુજરાતની શાળાની મુલાકાત લેવી જોઈએ.


ગુજરાતમાં આરોગ્ય-શિક્ષણનો મુદ્દો AAPએ ઉઠાવ્યો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાંની સાથે જ સૌથી વધુ કોઈ ચર્ચાના વિષય હોય એ શિક્ષણ અને આરોગ્યનો છે. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, જેથી આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્યના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરે છે. આજે ફરી એક વખત સી.આર. પાટીલે શિક્ષણ સંબંધિત નિવેદન આપતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અગાઉ
કેજરીવાલે દિલ્હીની સ્કૂલોની વાત કરી હતી

શિક્ષણના મુદ્દાને લઈને રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે. આજે સી.આર. પાટીલ દ્વારા ફરી એકવાર કેજરીવાલને સીધો પડકાર ફેંક્યો છે. થોડા દિવસો પહેલાં જ કેજરીવાલે ટ્વિટરના માધ્યમથી માહિતી આપી હતી કે દિલ્હીમાં ખાનગી સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલોમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવેશ મેળવી રહ્યા છે. દિલ્હીમાં શિક્ષણનો સ્તર વધવાની સાથે જ ગરીબ અને મધ્યમવર્ગનાં બાળકો સરકારી શાળામાં ભણી રહ્યાં છે. પોતાની શાળાના સતત વખાણ કરતાં કેજરીવાલ ટ્વીટ મારફત હંમેશાં ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કરતા રહ્યા છે.



Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)