અમદાવાદ અને વડોદરામાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ, ખરીદી કરવા નીકળેલા લોકો રસ્તામાં અટવાયા

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

અમદાવાદ અને વડોદરામાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ, ખરીદી કરવા નીકળેલા લોકો રસ્તામાં અટવાયા

0


રાજ્યભરમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પણ વરસાદ જતાં-જતાં પણ વરસી રહ્યો છે. રાજ્યમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે વરસાદની આગાહી છે. આજે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે, મોડી સાંજે ફરી એકવાર અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્ર્વર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો ભોગવો પડી રહ્યો છે. બીજી બાજુ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.


મોડી સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં ચોમાસાની ઋતુ પૂર થવાની સત્તાવાર જાહેરાત બાદ આસોમાં અષાઢી માસનો માહોલ છવાયો છે. અમદાવાદમાં મોડી સાંજે કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ચમકારા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, જશોદાનગર, ઘોડાસર, વટવા, ઇશનપુર, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, નિકોલ અને ઓઢવ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો ભોગવો પડી રહ્યો છે. સાંજના 6.30 વાગ્યાના અરસામાં અચાનક વરસાદ વરસતા ખરીદી કરવા માટે નીકળેલા લોકો રસ્તામાં અટવાયા હતા. જ્યારે વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ છે.વડોદરામાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ

નવરાત્રિ દરમિયાન છુટાછવાયા ઝાપટા બાદ પણ વડોદરામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવાર દિવસભર ઉકળાટ રહ્યા બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ચોમાસાની આમ તો વિદાય થઇ ચુકી છે પરંતુ દિવાળી નજીક હોવા છતાં હજુ પણ વરસાદ જારી રહ્યો છે. આજે મોડી સાંજે ગાજવીજ સાથે થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ મોડી સાંજે થયેલ વરસાદને કારણે નોકરી-ધંધા પરથી પરત ફરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. 7 અને 8 ઓક્ટો.એ દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, એને લીધે વરસાદની સંભાવના છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લીધે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં વહેલી સવારે વેજલપુર, સરખેજ, પ્રહલાદનગર, એસ.જી. હાઇવે વિસ્તારમાં ધીમો વરસાદ પડયો છે.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)