દાનહની વિદ્યાર્થિનીનો વીડિયો વાઇરલ થતાં આબરૂ જવાના ડરે આપઘાત કર્યો

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

દાનહની વિદ્યાર્થિનીનો વીડિયો વાઇરલ થતાં આબરૂ જવાના ડરે આપઘાત કર્યો

0

 


સંઘપ્રદેશ દાનહના મુખ્યાલય સેલવાસમાં આવેલી એક ઈગ્લિંશ મીડિયમ સ્કૂલમાં આદિવાસી વિદ્યાર્થિનિને શાળાના જ સંચાલક અને શિક્ષકે યેનકેન પ્રકારે ડરાવી-ધમકાવી અથવા અન્ય રીતે દબાણ આપીને દુષ્કર્મ આચર્યુ હતું. જોકે, સગીરાની તબિયત લથડતાં મામલો હોસ્પિટલમાં પહોંચતા વિદ્યાર્થિનિ સાથે થયેલા શારીરિક શોષણનો મામલો બહાર આવ્યો હતો. જોકે, આ ઘટનાને લઇ અનેક સામાજીક અને રાજકીય સંગઠનો પીડિતાને ન્યાય અપાવવા માટે કેન્ડલ માર્ચ, રેલી અને આવેદનપત્ર આપ્યા હતા. જોકે, આવી ઘટનામાં આપણે કેટલી સંવેદનશીલતા રાખીએ છીએ એ કોઇ દિવસ વિચાર કરતા નથી.


આવો જ એક વીડિયો હાલ સંઘપ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો

સમાજ અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર માટે ગહન ચિંતા કરનારો વધુ એક બનાવ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બન્યો છે. સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ કે વીડિયો તેને આપણે કોઇપણ જાતની સત્યતા ચકાસ્યા વિના કે આ મેસેજ વાયરલ કરવાથી પીડિતા કે તેમના પરિવારની માનસિક હાલત શું થશે એનો વિચાર કર્યા વિના જાણે કે, એથ્લેટિંકસની રેસમાં સૌથી આગળ રહેવા માટે મેસેજ અને વીડિયો ધડાધડ ફોરવર્ડ કરી દેતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સંઘપ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.


સામાજીક ડરને લઇને ફાંસો ખાઇને જીવન ટૂંકાવવા માટે મજબૂર

જોકે, પોલીસ અને પ્રશાસને આવા વીડિયો ફોરવર્ડ કે વાયરલ કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં પણ વીડિયો વાયરલ થયો અને સગીર વિદ્યાર્થિનિએ અપરાધભાવ અને સામાજીક ડરને લઇને ફાંસો ખાઇને જીવન ટૂંકાવવા માટે મજબૂર બની હતી.nદાનહના અંતરિયાળ વિસ્તારની અંદાજે 15 વર્ષની સગીરા સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી. શાળાના વર્ગખંડમાં તેમના સહમિત્ર સાથે વાર્તાલાપ કરતો વીડિયો બનાવીને કોઇ અન્ય વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં મુકી દીધો. પછી તો આ વીડિયો ધડાધડ દરેક મોબાઇલમાં પહોંચી ગયો.


સગીરાએ આપઘાત કરવાની નોબત આવી

​​​​​​​આખરે વિદ્યાર્થિનિના પરિવાર સાથે આ વાત પહોંચી જતા સગીરાએ આપઘાત કરવાની નોબત આવી હતી. તમારા મોબાઇલમાં આવેલા મેસેજને ફોરવર્ડ કરતા પૂર્વે બે વખત વિચાર કરજો કે આ એક મેસેજથી કોઇકના જીવન અને મોતનો સવાલ તો ઊભો થતો નથી.nસોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા બંને છે. પરંતુ, તે બધા અંતે વપરાશકર્તા પર આધાર રાખે છે.


કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક

​​​​​​​યુવાનોએ ખાસ કરીને તેમના શૈક્ષણિક પ્રદર્શન, શારીરિક પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા વચ્ચે સંતુલન બનાવવું જોઈએ. કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે અને આ જ વાત સોશિયલ મીડિયા પર પણ લાગુ પડે છે. તેથી, આપણે યોગ્ય સંતુલન સાથે સંતોષકારક જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સોશિયલ મીડિયાના ઉપયોગ પર નજર રાખવામાં ન આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.


નબળાં વિદ્યાર્થીને ટયુશન આપતી હતી

દાનહની એક શાળાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આદિવાસી સગીરા વિદ્યાર્થીનિ પોતે ભણવામાં ખૂબ જ હોશિંયાર હતી. આ ઉપરાંત શાળાની ઇતર પ્રવૃતિમાં ભાગ લેતી હતી. મૃતક વિદ્યાર્થિની તેમના ફળિયા અને શાળાના નબળાં વિદ્યાર્થીઓને મફતમાં ટયુશન આપતી હતી. જોકે, એક નાનકડી ભૂલે સગીરાનું જીવન છીનવી લીધું છે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)