છેલ્લા 3 મહિનાની અંદર EDએ એક પછી એક અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડાથી અનેક લોકો પાસેથી મળીને અંદાજે 100 કરોડ રૂપિયાનું કાળું નાણું પકડાયુ હતું, જેમાં બંગાળમાં પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી હોય કે પછી કોઈ વેપારી, આવા લોકોને ત્યાં દરોડા પાડીને EDએ 100 કરોડ રૂપિયા જેટલાં કાળાં નાણાં જપ્ત કર્યા છે. ત્યારે સવાલ એ થાય કે આટલા રૂપિયાનું શું થાય છે? ચાલો... અમે તમને જણાવીએ...
શરૂઆત એક નવા મામલાથી કરીએ. શનિવારે EDએ કોલકાતામાં એક વેપારીને ઘરમાંથી 17 કરોડ રૂપિયાથી પણ વધુ કેશ જપ્ત કર્યા છે. વેપારી પર આરોપ છે કે તેણે મોબાઈલ ગેમિંગ એપના માધ્યમથી છેતરપિંડી કરીને આટલી મોટી રકમ ભેગી કરી હતી. સ્વાભાવિક છે કે આટલી મોટી રકમને ગણવા માટે બેંકના કર્માચારીઓને કલાકો લાગ્યા હતા.થોડા સમય પહેલાં EDએ સૌથી મૌટી કાર્યવાહી કરી હતી, જેમાં પશ્ચિમ બંગાળ સરકારના પૂર્વ શિક્ષા મંત્રી પાર્થ ચેટર્જીનું નામ કૌભાંડમાં આવ્યું હતું. એમાં EDએ પાર્થ ચેટર્જીના ઘરેથી રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત તેની સહયોગી અર્પિતા મુખર્જીના ઘરેથી પણ EDને લગભગ 50 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ કેશને ગણવા માટે લગભગ 24 કલા લાગ્યા હતા, જેને કારણે બેંકના કર્મચારીઓ પણ નોટ ગણીને થાકી ગયા હતા.
તો થોડા દિવસ પહેલાં ઝારખંડ માઇનિંગ કૌભાંડથી જોડાયેલા એક કેસમાં પણ ઈડીએ 20 કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત તેમને સોના-ચાંદી, ઘરેણાં, રત્નો વગેરે અલગથી જપ્ત કર્યું હતું.હવે સવાલ એ થાય છે કે આટલા બધા રૂપિયા પકડાય છે, તો એનું શું થાય છે? તો અમે તમને જણાવી દઈએ કે કાયદા પ્રમાણે ઈડીને રૂપિયા જપ્ત કરવાની અનુમતિ હોય છે, એવી જ રીતે આ રકમને તેમના પર્સનલ ખાતા (PD)માં થતી હોય છે, પરંતુ તેઓ આ રકમનો ઉપયોગ કરી શકે નહિ. હવે વાત એમ છે કે આરોપીને આ પૈસાનો સોર્સ અને તેના સબૂત દેવા માટેનો મોકો આપવામાં આવતો હોય છે, એટલે જ્યાં સુધી આની સાથે જોડાયેલો કેસ ચાલે છે, ત્યાં સુધી આ કેશ ઈડી પાસે રહેતા હોય છે. જો આરોપી જપ્ત કરાયેલી રકમનો સોર્સ બતાવી દે છે અને કોર્ટ પણ એને માન્ય રાખે છે, તો તેને તે રકમ પરત મળી જતી હોય છે, પરંતુ જો તે આરોપી જે-તે રકમના પુરાવા દઈ ના શક્યો તો પછી આ રકમને ખોટી રીતે કમાયેલાં નાણાં તરીકે ગણવામાં આવે છે. જોકે આ પછી પણ ED આ રકમને પોતાની પાસે રાખી શક્તી નથી. તો પછી આ રકમનું શું થાય છે? આ વાત અમે તમને આગળ જણાવીશું, એ પહેલાં અને તમને કહીશું કે ઈડી આ કેશને પકડે કેવી રીતે પકડે છે?EDએ પાડેલા દરોડામાં કેશને જપ્ત 'મની લોન્ડરિંગ પ્રિવેન્શન ઓફ લો' હેઠળ કરવામાં આવે છે. પૈસાને જપ્ત કરવા માટે ED સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના અધિકારીઓને બોલાવે છે. તેમની હાજરીમાં જ કેશની ગણતરી થતી હોય છે. ગણતરી પૂરી થયા પછી એક લિસ્ટ બનાવવામાં આવે છે, જેને જપ્તી મેમો એટલે કે ઇંગ્લિશમાં Seixure Memo કહેવાય છે. આ પછી રકમને ગણીને તેને ઓફિસ્યલી રીતે દાખલ કરવામાં આવે છે, જેમાં એ પણ બતાવવામાં આવે છે કે કેટલી નોટ 2000ની છે, તો કેટલી 500ની, અને કેટલી 100 અને 200ની છે.આ કેશને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની એક બ્રાંચમાં EDના PDમાં જમા કરવામાં આવે છે. એક રીતે સમજીએ તો આ ખાતું કેન્દ્ર સરકાર માટે ખજાના સમાન છે. આ પૈસાનો ઉપયોગ ના તો ED કરી શકે છે, ના તો બેંક અને ના તો સરકાર કરી શકે છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ આરોપીને તે રકમના ઉપયોગ કરવાથી રોકવાનો છે.
જપ્ત કરાયેલી રકમ પર કોનો દાવો?
કેશ જપ્ત કર્યા પછી એક અસ્થાયી જપ્તી આદેશ બહાર પડે છે. આ પછી જ જપ્તીની પુષ્ટિ આપવામાં આવે છે. જો આરોપી આ કેશનો સોર્સના પુરાવા આપી ના શકે તો આ રકમ પર કેન્દ્ર સરકાર દાવો કરે છે અને એ તેના ખજાનામાં જમા થાય છે.