'ગાયને દોહી કૂતરાને દૂધ પિવડાવવું' માલધારીઓની દૂધની હડતાળમાં આ કહેવત સાચી પડી છે. વડોદરાના માલધારીઓએ આજે ગાયને દોહીને કૂતરાઓને દૂધ પીવડાવી દીધું હતું. માલધારીઓએ જણાવ્યું હતું કે દૂધ ઢોળી દેવું એના કરતાં હાલમાં ચાલી રહેલા શ્રાદ્ધ પક્ષમાં રખડતા કૂતરાઓને દૂધ પીવડાવી દેવું સારું છે.વડોદરામાં દૂધ વેચાણ કેન્દ્રો બંધ
વડોદરાના વારસિયા વિસ્તારમાં ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારીઓ દ્વારા આજે છૂટક દૂધ વેચાણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યાં હતાં અને વેચાણ કેન્દ્રો પરનો દૂધનો જથ્થો વિસ્તારમાં રખડતા કૂતરાઓને પીવડાવી દીધું હતું. સવારથી જ આમતેમ રખડી પેટ ભરતા કૂતરાઓને વારસિયા વિસ્તારમાં સવારના સમયમાં જ દૂધ મળી ગયું હતું. માલધારીઓ દ્વારા કૂતરાઓને દૂધ પિવડાવવાની શરૂઆત કરતાં વિસ્તારના તમામ રખડતા કૂતરાઓ એકઠા થઇ ગયા હતા.વારસિયા વિસ્તારમાં માલધારીઓએ પોતાના છૂટક દૂધ વેચાણ કેન્દ્રઓ પર વેચાણ માટે આવેલું દૂધ વિસ્તારના રખડતા કૂતરાઓને પીવડાવી દઈને કરેલા વિરોધે વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં જે માલધારીઓ દ્વારા ઘરે-ઘરે જઈ દૂધ પહોંચાડે છે. તેમણે આજે દૂધ ન પહોંચાડતાં ઘરના લોકોને સવારે દૂધ લેવા માટે બરોડા ડેરીનાં દૂધ કેન્દ્રો પર જવાની ફરજ પડી હતી. પરિણામે, બરોડા ડેરીનાં કેન્દ્રો પર ગ્રાહકોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. વારસિયા વિસ્તારમાં માલધારીઓએ પોતાના છૂટક દૂધ વેચાણ કેન્દ્રઓ પર વેચાણ માટે આવેલું દૂધ વિસ્તારના રખડતા કૂતરાઓને પીવડાવી દઈને કરેલા વિરોધે વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં જે માલધારીઓ દ્વારા ઘરે-ઘરે જઈ દૂધ પહોંચાડે છે. તેમણે આજે દૂધ ન પહોંચાડતાં ઘરના લોકોને સવારે દૂધ લેવા માટે બરોડા ડેરીનાં દૂધ કેન્દ્રો પર જવાની ફરજ પડી હતી. પરિણામે, બરોડા ડેરીનાં કેન્દ્રો પર ગ્રાહકોની લાંબી લાઇનો લાગી ગઇ હતી.