ગાંધીનગરમાં છેલ્લા 16 દિવસથી 20 ટકા વેઈટિંગ વાળા મહિલા પુરુષ ઉમેદવારો નોકરીના ઓર્ડર મેળવવા માટે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલી એલઆરડી મહિલાઓ મુંડન કરાવી વિરોધ નોંધાવવાની હતી. જોકે મહિલાઓ મુંડન કરાવે એ પહેલાં જ તેમની અટકાયત કરાઈ હતી. આ દરમિયાન વિધાનસભા ગેટ નંબર એક પર આંદોલનકારીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું. જ્યારે એક ઉમેદવારની તબિયત અચાનક લથડી ગઈ હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે મહિલા અને પુરુષ ઉમેદવારો આગામી દિવસોમાં પોતાની લડત છેક સુધી ચાલુ રાખી સરકાર સામે આંદોલન કરતા રહેશે તેવું તેમણે જણાવ્યું હતું..