યાત્રાધામ અંબાજી : મોબાઈલ નેટવર્કમાં સ્પીડ ડાઉન,યાત્રિકોનો બળાપો..

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

યાત્રાધામ અંબાજી : મોબાઈલ નેટવર્કમાં સ્પીડ ડાઉન,યાત્રિકોનો બળાપો..

0

( રીના ધનેશ પરમાર /સ્પેશિયલ રિપોર્ટ ):ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ માં હાલ 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમ્યાન મહાકુંભ મેળો ચાલી રહ્યો છે.જોકે આ મહાકુંભમાં છેલ્લા ઘણા વર્ષો થી મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જતા યાત્રિકો હેરાન થાય છે.આધુનિક યુગમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ સાથે 5G સેવાઓની થતી ગુલબાંગો પર અહીં આવતા યાત્રિકો બળાપો કાઢી રહ્યા છે.અને મોબાઈલ કંપનીઓની નેટવર્ક સેવાઓ સામે રોષ ઠાલવી રહયા છે.જોકે સંશોધન બાદ ચોંકાવનારા અહેવાલો પ્રાપ્ત થયા છે.જેમાં સ્પષ્ટ થયું છે.કે આ સમસ્યા આજથી નહિ પણ છેલ્લા ઘણા વર્ષો થી છે.અને ખાસ કરીને ભાદરવી કુંભ મેળામાં અહીં નિત્ય બે લાખ થી વધુ લોકો આવતા હોઈ,વિવિધ મોબાઈલ કંપનીઓના 4G સિગ્નલ યોગ્ય રીતે આપી શક્તિ નથી.અને લોકો ઇન્ટરનેટ સેવાઓ વગર ભારે હાલાકી ભોગવી રહ્યા છે.


પુનમીયા સંઘો અને પદયાત્રિકોની યુવા ટીમને ઇન્સ્ટાગ્રામ રીલ અને ફેસબુક લાઈવમાં અધવચ્ચે ઇન્ટરનેટ આપે છે દગો ...


યુવા વર્ગમાં ઈંસ્ટ્રાગ્રામ,ટવીટર,ફેસબુક,યુટ્યુબ નો ક્રેઝ વધ્યો છે,અને ઇન્ટરનેટ માધ્યમ થી યુવાનો પોતાના યાત્રા-પ્રવાસ લોકેશનની સારી યાદોને તેમના અન્ય મિત્રો પણ જોઈ શકે તે ભાવે લાઈવ થતા હોય છે,જોકે તેમની આશા પર 2022 ના અંબાજી  મહાકુંભ મેળામાં મોબાઈલ ની ઇન્ટરનેટ ની નબળી સેવાઓ થી પાણી ફરી વળ્યું છે.મોબાઈલ માં આ યુવાનો અને મોબાઈલ ધારકોનું અપલોડ નું ચકરડું ફરતું રહે છે.પણ કહેવાતી 4G સેવાઓ અહીં સાવ નબળી સાબિત થતા ,લોકોની આ મુક્ત  અભિવ્યક્તિ કરવાની એટલે LIVE થવાની મહેચ્છા હવામાં ઓગળી જાય છે .




દુનિયા હાઈકેટ યુગમાં જીવે છે.પહેલા ના સમયમાં મોબાઈલ નહતા,ત્યારે પણ અંબાજી  મહાકુંભનું એટલુંજ મહત્વ હતું જેટલું આજે છે કેમેકે જગતજનની માં અબે દરેક ભક્તજનો ની મનોકામના પુરી કરે છે.નવરાત્રી ,પોષી પૂનમ ,ભાદરવી મહાકુંભ જેવા આસ્થાના દરેક પર્વની ઉજવણીમાં અંબાજી માં દેશ-વિદેશ થી લોકો આવે છે.પહેલા 2G,આવ્યું તે બાદ 3G, 4G, અને હવે દેશમાં હાઈસ્પીડ 5G,કેટલાક મેટ્રોપોલિટિન શહેરોમાં શરુ થવાના મીડિયા અહેવાલો વહેતા થયા છે.જોકે મોબાઈલ કંપનીઓના હાઈસ્પીડ ઇન્ટરનેટના દાવાઓ વર્ષોથી અંબાજી માં કેમ સુધરતાં નથી અથવા ખોટા પડે છે.? તેનું સંશોધન મોબાઈલ કંપનીઓ કરતી નથી.ગ્રાહકો નો હક્ક છે કે જો તેઓ 4G નું બિલ ચુકવણું કરે છે.તો તેમને તે સેવાઓ મળવી જોઈએ જોકે અંબાજીમાં વર્ષો થી આ સમસ્યાથી અહીં આવતા યાત્રીઓ પરેશાન થઇ રહ્યા છે.જેનું કોઈ સમાધાન શોધવાની તસ્દી કોઈ મોબાઈલ કંપની એ લીધી નથી,અહીં આ સમસ્યા દાંતા થી અંબાજી વચ્ચે ડુંગરાળ પ્રદેશ પૂરતી ખોરવાતી નથી.પણ અંબાજીમાં પણ ઇન્ટરનેટ પર્ફોમન્સ નબળું  છે.આ વાત મોબાઈલ કંપનીઓ પણ જાણે છે કે અંબાજી મહાકુંભમાં અહીં 7 દિવસ લોકોનો ઘસારો રહે છે. તો તેમની મોબાઈલ સેવામાં ખામી સર્જાઈ શકે છે.જો આવું થાય તો તેને યોગ્ય કેવી રીતે કરી શકાય તેનું આગોતરું આયોજન સંબધિત મોબાઈલ કંપનીઓ  કેમ કરતી નથી.તેવા પણ સવાલો અહીં ઇન્ટરનેટ થી અટવાતા અને અથડાતા ગ્રાહકોમાં ઉઠી રહ્યા છે. 

વિદેશી યાત્રિકો કલેકટર આનંદ પટેલ અને સરકારની સેવાઓથી ખુશખુશાલ,પણ નબળી ઇન્ટરનેટ સેવાઓથી નારાજ...

આ મહાકુંભમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ,ડીડીઓ સ્વપ્નિલ ખરે,તેમજ એસપી અક્ષય મકવાણા અને તેમની ટીમ લાખો યાત્રિકો માટે 5 સપ્ટેમ્બર થી ખડેપગે છે.તેઓ માટે યાત્રિકો જાણે ભગવાન હોય તેમ,ચોવીસ કલાક આ રાજ્યસેવકો માં ધામમાં રાજધર્મ નિભાવી રહ્યા છે.અહીં દુબઇ,કેનેડા,યુએસ સહીત અન્ય દેશોમાં થી પણ ભારતીય મૂળના વિદેશી યાત્રિકો માં દર્શને આવી ધન્યતા અનુભવી રહ્યા છે.જોકે આ દિવ્ય નજારો તેઓ વિદેશમાં રહેતા પોતાના સ્વજનોને વિડિઓ કોલ થી અથવા વોટ્સપ કોલ અથવા અન્ય સોશિયલ માધ્યમથી બતાવવા કોશિશ કરે છે.ત્યારે નબળું નેટવર્ક તેમને સાથ નથી આપતું.જેથી તેઓ પોતાના મોંઘાફોન સામે અસહાય ભાવે જોઈ,પરિવાર ને વોઇસ કોલ કરી કહે છે કે " Internet doesn't connect here.So couldn't show you this divine view, sorry..🤨🤨

મીડિયા કંપનીઓ આસ્થાસ્થાન માં પ્રમાણિકતાથી આપે ખાતરી : 2023 મેળામાં નેટવર્ક પ્રોબ્લમ  નહીં થાય...

અંબાજી માં પદયાત્રીઓ  મોબાઈલ લગતી આ પીડા અનેકો વર્ષોથી ભોગવે છે.આ સંબધિત મોબાઈલ કંપનીઓને પણ ખબર છે.ત્યારે 2022 માં પણ જો આ સમસ્યા રહેતી હોય તો દુઃખદ છે.અહીં મોબાઈલ કંપનીઓ સમજી લે કે ગ્રાહક ભગવાન છે,અને શક્તિપીઠ ધામ કહેવાતા માં અંબાજી સ્થાનકમાં ગ્રાહકો ને મોબાઈલ બિલ ચુકવણી કર્યા બાદ પણ તકલીફો ભોગવવી પડે  તે શું યોગ્ય કહેવાય? અને માટે જ તમામ મોબાઈલ કંપનીઓ આ મહાકુંભ મેલામાં,માં અબે ને, સાક્ષી રાખી મોબાઈલ ની ઇન્ટરનેટ સેવાઓ અંબાજી માં કાયમી દૂર કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ કેમકે ,ગ્રાહકો અને લોકો દિલના ઉદારવાદી હોય છે.પોતાની પીડાઓ ને જલ્દી ભૂલી જતા હોય છે.અને આ પ્રકારની ગ્રાહક અગવડતા કેશોમાં ગ્રાહક અદાલતો નો આશરો લેતા નથી.ત્યારે ગ્રાહક અને તેમના હક્ક ની મોબાઈલ સેવાઓમાં અંબાજી માં સુધારો થશે તેવો બોધપાઠ દરેક મોબાઈલ કંપનીઓ લેશે તેવો આશાવાદ ગ્રાહકો તરફથી રખાઈ રહયો છે

Post a Comment

0Comments
Post a Comment (0)