એક મહિનાથી સરકાર રક્ષણ નથી આપતી:જગન્નાથ મંદિરની કરોડોની જમીન બારોબાર મુસ્લિમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરનારને ગળું કાપી નાખવાની ધમકી

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

એક મહિનાથી સરકાર રક્ષણ નથી આપતી:જગન્નાથ મંદિરની કરોડોની જમીન બારોબાર મુસ્લિમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરનારને ગળું કાપી નાખવાની ધમકી

0


 દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરની પરિક્રમાએ ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે. આ જગન્નાથ મંદિરની કરોડો રૂપિયાની કિંમતની જમીન મુસ્લિમોને ભાડા કરાર કરી આપી દીધી હોવાનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી સર્જાયો છે. આ વિવાદ અત્યારે હાઈકોર્ટમાં પહોંચ્યો છે, પણ અહીં વાત એની નથી કરવાની ,પણ લડત ચલાવી રહેલા વીએચપીના પૂર્ણકાલીન કાર્યકર્તા ધર્મેન્દ્રભાઇ પટેલ (ભાવાણી)ની છે. તેમને ઉદયપુરના કનૈયાની જેમ ગળું કાપી નાખવાની ધમકી મળી રહી છે એ વાત અહીં કરવાની છે. વધારે ગંભીર વાત એ છે કે તેમણે એક મહિના કરતાં વધારે સમયથી પોલીસ રક્ષણ માગ્યું હોવા છતાં ગુજરાત પોલીસે હજુ સુધી તેમને રક્ષણ પૂરું પાડ્યું નથી. ધર્મેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમજ રાજ્યના ડીજીપી, શહેર પોલીસ કમિશનર સહિતના પાસે 15મી ઓગસ્ટના રોજ અરજી કરી રક્ષણ માગ્યું છે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો ટેલીફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. એટલે સુધી કે તેમને ફોન રીસીવ કરવા મેસેજ પણ કર્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડયો નહીં હોવાથી વાત થઇ શકી ન હતી.


અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરની જમીન બારોબાર પધરાવી દેવામાં આવી હોવાના સર્જાયેલા વિવાદ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા સત્ય જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ધર્મેન્દ્રભાઇ ભાવાણીને વિધર્મીઓ દ્વારા ફેસબુક મારફત ધમકીઓ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, તેમણે આ અંગે પોલીસ રક્ષણ મેળવવા માટે રાજ્યના સત્તાધીશોને અરજી આપી હોવા છતાં તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું નહીં હોવાની હકીકતનો પર્દાફાશ થવા પામ્યો હતો, જેથી દિવ્ય ભાસ્કરે ધર્મેન્દ્રભાઈ ભાવાણી સાથે વાતચીત કરી હતી.

પ્રશ્ન: તમને કોણે, ક્યારે અને કઈ રીતે ધમકી આપી ?

જવાબ: મારે વિશ્વ હિન્દુ પરિષદના કામ અર્થે, જેવા કે ધર્માન્તર, લવ-જેહાદ જેવા વિષયો માટે દેશ અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં જવાનું રહે છે. ગઇ 15મી ઓગસ્ટના રોજ ઉઝેર ખાન નામના ફેસબુક આઇ.ડી.થી મારા ફેસબુક પર આ સત્ય ઉજાગર કરવાના કાર્યમાંથી હટી જવા અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ 22 ઓગસ્ટના રોજ ઇસ્માઇલ ખાન નામની વ્યક્તિના ફેસબુક આઇ.ડી.થી ધમકી આપવામાં આવી હતી. એમાં તો મારું ડોકું કાપેલું કાર્ટૂન મોકલવામાં આવ્યું હોવાનું બતાવવામાં આવ્યું હતું. આ વિચારધારાથી જ ઉદેપુરના કનૈયાનું ડોકું કાપવામાં આવ્યું હતું, એવી વિચારધારા આ વિષયમાં કામ કરી રહી છે.


પ્રશ્ન: તમને ધમકી મળ્યા પછી તમે શું કર્યું ?

જવાબ: આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય, ગુહ રાજયમંત્રી, ડી.જી.પી., શહેર પોલીસ કમિશનર, પાલડી પોલીસ મથકમાં સુરક્ષા મેળવવા માટે અરજી કરી છે. અમારા સંબંધિત પદાધિકારીઓએ પણ ગુજરાતના ગૃહ રાજયમંત્રીને અમને સુરક્ષા આપવામાં આવે એવી રજૂઆત કરી છે. કોઈ એવું માને કે જો અમને સુરક્ષા નહીં મળે તો અમે જતા રહીશું એમ નથી. આવી ધમકીઓથી અમે ડરતા નથી. અમે અપેક્ષા જરૂર કરીએ છીએ કે સરકાર અમને સુરક્ષા આપીને અમારી લડાઇને મજબૂતાઇથી આગળ વધારવા માટે સાથ આપે. સચ્ચાઈનો સાથ આપે. કહેવાય છે કે આ સરકાર હિન્દુઓની સરકાર છે. પરંપરા, મંદિરોને બચાવવાળી સરકાર છે, પરંતુ સરકારની ઇચ્છાશક્તિ જ એ પુરવાર કરી શકે છે.


પ્રશ્ન: તમને રક્ષણ આપવામાં આવ્યું ?

જવાબ: ના હજી સુધી મને કોઈ રક્ષણ મળ્યું નથી. હું સરકાર પાસે માગણી કરું છું કે ચેરિટી કમિશનરના હુક્મને કાયમ રાખીને સુઓમોટોના આધાર પર કમિટીની રચના કરવામાં આવે. આ કમિટી અમદાવાદની જગન્નાથ મંદિરની જમીન તેમ જ અન્ય મંદિરોની મિલકતોનો સર્વે કરે અને આવનારા દિવસોમાં સત્ય બહાર લાવે.


પ્રશ્ન: આપને જગન્નાથ મંદિરની જમીન વેચી મારી હોવાની ક્યારે અને કેવી રીતે ખબર પડી હતી ?

જવાબ: લેન્ડ જેહાદ એક પડકાર છે અને દેશભરમાં ચાલતું સુવ્યવસ્થિત ષડયંત્ર છે. આ વાત સપ્ટેમ્બર-2019માં મારા ધ્યાન પર આવી હતી.


પ્રશ્ન: કયા વિસ્તારની કેટલી જમીન કેટલી રકમમાં વેચી દેવામાં આવી?

જવાબ: અમદાવાદના બાર સર્વે નંબરની જમીન છે, એમાંથી 10 સર્વે નંબરો બહેરામપુરા વિસ્તારના છે અને બે સર્વે નંબર દાણીલીમડા વિસ્તારના છે. આ બાર સર્વે નંબરની 2 લાખ 97 હજાર ચો.મીટર જમીન છે. આ જમીનો ગાયના ઘાસચારા માટે કોર્પોરેશન તથા દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. જે જમીનોની આજે કેટલી કિંમત હશે એ બોલી પણ શકાય એમ નથી. એટલી મોંઘી જમીન મુસ્લિમ ખરીદદારોને આપી દેવાનું પાપ મંદિરના રક્ષણકર્તાઓએ જ કરીને ભક્ષણ કરવાનું કામ કર્યું છે. ગાય માતાના મોંમાંથી ઘાસ છીનવવાનું કામ કર્યું છે.

Post a Comment

0Comments
Post a Comment (0)