વાવ બેઠક,સતત વિવાદ,શંકરભાઈ ચૌધરી સુરક્ષિત થરાદ બેઠક પર,જતાં નવીન ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર,કેવી આપશે ગેનીબેનને ટક્કર? જિલ્લાનો મોટો ચર્ચિત સવાલ-vav sow assembly seat controversy 2022

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

વાવ બેઠક,સતત વિવાદ,શંકરભાઈ ચૌધરી સુરક્ષિત થરાદ બેઠક પર,જતાં નવીન ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર,કેવી આપશે ગેનીબેનને ટક્કર? જિલ્લાનો મોટો ચર્ચિત સવાલ-vav sow assembly seat controversy 2022

0



Gujarat desk / ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાલ સહુથી વધુ ચર્ચિત બેઠક વાવ બની છે.અહીથી ભાજપના શંકરભાઈ ચૌધરી થરાદ બેઠક પરથી ટિકિટ મેળવતાં અનેક બેઠકોના સમીકરણો બદલાયા છે.જોકે નવાઈ વચ્ચે ભાજપે અનેક સ્થાનિક આગેવાનોની બાદબાકી કરી,અલ્પેશ ઠાકોરની સેનાના સ્વરૂપજીને ટિકિટ આપતા,ભલભલા રાજકીય વિશ્લેષક ભાજપના આ ગણિતથી માથું ખંજવાળી રહ્યા છે.કેમકે 2017 માં કોંગ્રેસ ના ગેનીબેન ઠાકોરે ભાજપના મોટા ગજાનાં નેતા શંકરભાઈ ચૌધરીને આ બેઠક પરથી હરાવી ઈતિહાસ રચ્યો હતો.જોકે ખાનગી સર્વેમાં ગેનીબેન આજે પણ મજબૂત યોદ્ધા બનેલ હોય ભાજપે આ બેઠક પર શંકરભાઈ ચૌધરીની જગ્યાએ સ્વરૂપજી ઠાકોર ને ફાળવી છે.જોકે શંકરભાઈ ચૌધરી થરાદ ટિકિટ મળતાં,અન્ય મોટા ગજાના ઠાકોર ઉમેદવારોની બાદબાકી કરી,સ્વરૂપજી ઠાકોરને ટિકિટ ફાળવતા આ સીટ બુકી બજાર અને રાજકીય વિશ્લેષકો માટે હાલની તાઝા સ્થીતિમાં ગેનીબેન ઠાકોરની મનાઈ રહી છે..


વાવ સીટ ના મજબૂત ભાજપી દાવેદારો કેમ અને કોના ઈશારે કપાયાં?


અહી શંકરભાઈ ચૌધરી થરાદ ઉમેદવાર બનતાં હાલની 2022 ની વાવ વિધાનસભાના ઠાકોર સમાજના  ત્રણ સંભવિત ચહેરામાં મજબૂતાઇ થી બહાર આવેલ.જે નામોમાં ગગાજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ,અન્ય નામમાં  બનાસકાંઠા જિલ્લા મહામંત્રી,અને સ્વર્ગસ્થ સાંસદ લીલાધરભાઈ વાઘેલાના સુપુત્ર દિલીપ લીલાધરભાઇ વાઘેલા,અને ત્રીજું નામ પીરાજી ઠાકોર, વાઇસ ચેરમેન બનાસ બેંકનું બોલાતું હતું.


સૂત્રોનું માનીએ તો હાઈ કમાડ સૂચનાએ બે દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લા મહામંત્રી,અને સ્વર્ગસ્થ સાંસદ લીલાધરભાઈ વાઘેલાના સુપુત્ર દિલીપ લીલાધરભાઇ વાઘેલાને કમલમ થી ટેલીફોનીક સુચના પણ મળી હતી,કે તમો વાવ વિધાનસભામાં પહોંચો,કાર્યકરોને મળો અને તૈયાર રહો,જોકે તે બાદ કોઈક નવીન સમીકરણોએ ભાજપમાં નવા નિશાળિયા ગણાતા અને અલ્પેશ ઠાકોરનો વાવ વિધાનસભામાં ખેશ ધારણ કરી,વાવ ઠાકોર સેના તાલુકા પ્રમુખ પદના યુવા ચહેરો બનેલ સ્વરૂપજીનાં નામ ની જાહેરત કરાઈ હતી.આ જાહેરાત બાદ ગેનીબેન ઠાકોર હળવાશ મૂડમાં દેખાયા હતા.કેમકે તેઓને મત પ્રતિસ્પર્ધી ઉમેદવાર મોટો અથવા ચર્ચિત ચહેરો ન હતો.


વાવમાં ભાજપ સમર્પિત ઠાકોર સમાજના આગેવાનો નારાજગી : સૂત્ર 


વાવ વિધાનસભા સીટ પરના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સામે હજુ ખુલી ને બળવો કે વિરોધ દેખાયો નથી.પણ સૂત્રોનું માનીએ તો માટે ઠાકોર સમાજ જ નહિ અન્ય સમાજમાં પણ આ બાબતે નારાજગી છે.જે યોગ્ય સમયે ભાજપ દૂર નહિ કરે તો પરિણામો પર  વિપરીત અસર ઊભી થશે.

વાવ જાતિવાદી વોટબેંકની સ્થિતિ જોઈએ તો ચૌધરી અને ઠાકોર સમાજ છે કિંગ મેકર


બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર જીતના કિંગ મેકર તરીકે ઠાકોર ચૌધરી સમાજનું ભારે પ્રભુત્વ છે.ભૂતકાળના ચૂંટણી પરિણામ જોઇએ તો ભાજપ કરતાં કોંગ્રેસનુ જોર વધુ રહ્યું છે.


વાવ વિધાનસભામાં સમાવિષ્ટ ગામ અને વિસ્તાર 


વાવ બેઠકમાં વાવ તાલુકો, ભાભર તાલુકો, સાંતલપુર તાલુકો (પાટણના કેસરગઢ) અને સુઈગામ તાલુકાનો સમાવેશ થાય છે. 2017ના આંકડા પ્રમાણે આ વિધાનસભા બેઠકમાં અંદાજીત કુલ 2,39,275 મતદાર છે. જેમાં 1,26,696 પુરુષ મતદાર છે. જયારે 1,12,579 મહિલા મતદાર તેમજ 281 પોલીંગ બુથ છે. નવા સીમાંકન બાદ વાવ વિધાનસભા બેઠક બે ભાગના વિભાજીત થઈ છે. વાવની બેઠકમાં રાધનપુરના 32 ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર ચૌધરી, ક્ષત્રિયો અને બ્રાહ્મણ જાતિના મતદારો પ્રભુત્વ ધરાવે છે.વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલ્લુ નમે છે. જોકે અહીં એક અનોખી વાત એ પણ જોવા મળી રહી છે કે, લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે.


બનાસકાંઠાની વાવ બેઠક પર કોંગ્રેસનો દબદબો


વાવ બેઠક પર કોંગ્રેસની મજબૂત પકડ છે. અહીં વર્ષ 1967થી 2017 સુધી કુલ 12 ચૂંટણો યોજાઈ ચુકી છે અને આ 12 ચૂંટણીમાંથી 7 વખત કોંગ્રેસે જીતનો ઝંડો લહેરાવ્યો છે.


વાવ બેઠક ,ઈતિહાસ પર એક નજર ....


વર્ષ           ઉમેદવાર             પક્ષ

1967 જે.પી પરમાર સ્વરાજ્ય પાર્ટી


1972 દોલતભાઈ પરમાર INC


1975 હેમાભાઈ પરમાર INC


1980 હેમાભાઈ પરમાર INC


1985 પરબત પટેલ INC


1990 માવજીભાઈ પટેલ જનતાદળ


1995 પરબત પટેલ સ્વતંત્ર


1998 હેમાજી રાજપૂત INC


2002 હેમાજી રાજપૂત INC.


2007 પરબત પટેલ ભારતીય જનતા પાર્ટી


2012 શંકર ચૌધરી ભારતી જનતા પાર્ટી.


2017 ગેનીબેન ઠાકોર INC


ધારાસભ્યની ગેનીબેનનો જનતા રેડનો વિવાદ


વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે  દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી. આ રેડનો મામલો વધુ બિચક્યો હતો. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગામના યુવાનોને સાથે રાખીને જનતા રેડ કરીને દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે મામલે બુટલેગરે રેડ કરનાર બે વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી. તેમજ ગેનીબેન વિરુદ્ધ પણ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. જો કે રેડ કરનારે સામે ફરિયાદ કરતાં ગેનીબેન ઠાકોર પણ દોડતા થઈ ગયા હતા અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.


ખેડૂતોનો વીજળી વિવાદ,ધરણાં અને ગેનીબેનનું નિવેદન 


આ સાથે જ હાલ આ વિધાનસભા બેઠક પર ખેડૂતો દ્વારા વીજળી મામલે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંગે ખેડૂતોના ધરણામાં પહોંચેલા વાવ ધારાસભ્ય ગેનીબેનને પોતાની જ પાર્ટી પર મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારને પણ આ ખેડૂતોએ જ હટાવી હતી. કદાચ આ માંગણીઓ નહીં સ્વીકારય તો 30 વર્ષથી બેઠેલી આ સરકારને પણ આ ખેડૂતો જ હટાવતા વાર નહીં કરે.ત્યારે 2022 ની ચૂંટણીમાં ભાજપે વાવ બેઠક પર કેમ કોઈ મજબૂત ચર્ચિત ચહેરો ના મૂક્યો ? તે બાબત ખુબજ ચર્ચિત બની છે..


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)