સુરતમાં એન્જિનિયરે લિફ્ટમાં ઘૂસી કિશોરી સામે જ પેન્ટ ઉતાર્યું, કિશોરી ગભરાઈ ગઈ અને રડવા લાગી

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

સુરતમાં એન્જિનિયરે લિફ્ટમાં ઘૂસી કિશોરી સામે જ પેન્ટ ઉતાર્યું, કિશોરી ગભરાઈ ગઈ અને રડવા લાગી

0

 


સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે. બિલ્ડિંગની લિફ્ટમાં 27 વર્ષીય યુવકે કિશોરી સામે અશ્લીલ હરકત કરી છેડતી કરી હતી. ઘટનાને પગલે અડાજણ પોલીસમાં ફરિયાદ કરાતાં પોલીસે છેડતી કરતા યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


કિશોરીની એકલતાનો લાભ લઈ અશ્લીલ હરકત

સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય એક કિશોરી સાથે વિકૃત માનસિકતા ધરાવતા યુવકે બિલ્ડિંગની લિફ્ટમાં છેડતી કરી હતી. 27 વર્ષીય સાગર પટેલ નામના વિકૃત યુવકે લિફ્ટમાં 15 વર્ષીય કિશોરીની સામે અશ્લીલ હરકતો કરી હતી. કિશોરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી ત્યારે વિકૃત યુવક પણ અંદર ઘૂસી ગયો હતો. લિફ્ટમાં કિશોરી અને યુવક જ હતાં. દરમિયાન કિશોરીની એકલતાનો લાભ લઈ યુવકે તેની સામે ગંભીર અશ્લીલ હરકત કરવાનું શરૂ કર્યું હતું.


યુવકે કિશોરીની સામે પેન્ટ ઉતાર્યું

યુવકે કિશોરીની સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું, જેને લઇ કિશોરી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. બાદમાં કિશોરીએ રડતાં રડતાં સમગ્ર હકીકત ઘરે જઈ તેનાં માતા-પિતાને કહી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં માતા-પિતાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે કિશોરીનાં માતા-પિતાની ફરિયાદ લઈ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

15 વર્ષીય કિશોરી દ્વારા રડતાં રડતાં સમગ્ર હકીકત તેનાં માતા-પિતાને જણાવી હતી. પોતાની દીકરીની વાત સાંભળી માતા-પિતામાં યુવક સામે રોષ ભભૂકી ઊઠ્યો હતો. જોકે લિફ્ટમાં સીસીટીવી હતા. ત્યારે બાળકીની વાત સાચી છે કે ખોટી એ જાણવા લિફ્ટના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, જ્યાં લિફ્ટના સીસીટીવી ચેક કરતાંની સાથે જ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને યુવકની તમામ હરકત સીસીટીવીથી સામે આવી ગઈ હતી. યુવકની અશ્લીલતાના પુરાવા સાથે માતા-પિતા અડાજણ પોલીસ મથક ગયાં હતાં. વિકૃત યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.


Post a Comment

0Comments
Post a Comment (0)