હાઈલાઇટ્સ...
* ગુજરાત સરકારની માર્ચ માસમાં 500 કરોડ પશુનિભાવ ખર્ચ સહાય ની બજેટમાં જાહેરાત..
* ગુજરાતની તમામ પાંજરાપોળ ને સહાય નો લાભ આપવા સરકાર નિસ્ફળ..
* વારંવાર રજુઆત,CM મુલાકાત માં પણ કોઈ ફળદાયી પરિણામ ના આવતા રોષ..
* બનાસકાંઠા સંત જાનકીદાસ અને ગૌભક્તોએ ગાંધીનગર કર્યા પ્રતીક ઉપવાસ..
* 500 કરોડ સહાય આપવા,સરકારને ગૌસેવકો એ આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ..
* 48, કલાકનું અલ્ટીમેટમ આવતી કાલે 23 સપ્ટેમ્બરે પૂર્ણ..
* સવારે 8-00 કલાકે,23 સપ્ટેમ્બરે ગાયો રામભરોસે છોડાશે..
* સરકારી કચેરીઓમાં ગાયો છોડવામાં આવશે : કિશોર દવે,ધર્મશાસ્ત્રી..
* જીવદયાપ્રેમી દત્તશરણ મહારાજ,લોયર ગંગારામભાઈ પોપટ,લોયર ધર્મેન્દ્રભાઈ ફોફાનીનો સતત ગૌવશ બચાવવા આક્રોશ સાથે અપીલ..
* ટેટોડા,કાંટ,જુનાડીસા સહીત ડીસાની અનેક ગૌશાળાના પશુઓ કરાશે મુક્ત..
* પશુઓ રોડ પર છુટ્ટા મુકાતા,અવ્યવસ્થા સર્જાય તેવી ભીતિ..
* પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ના આખરી સમજાવટ પ્રયાસ..
* જો પશુઓ છોડશે તો, 20000 નિરાધાર પશુઓથી ઉભરાશે ડીસા શહેર -ગામડાઓ તેમજ ડીસા -ધાનેરા રોડ..
રીના પરમાર /સંવાદદાતા..બનાસકાંઠામાં 180 થી વધુ નાની-મોટી ગૌશાળાઓ છે, જેમાં અત્યાર સુધીમાં 80000 થી વધુ ગાયો ઉછરી રહી છે, આ તમામ ગૌશાળાઓને ચેરિટી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને સરકારની મદદથી દર વર્ષે ગુજરાત સરકાર બજેટમાં યોગ્ય પશુ ફંડ સહાયની જાહેરાત કરે છે.જેમાં ચાલુ વર્ષે માર્ચ 2022 માં, ગુજરાત સરકારે ગૌશાળાને 500 કરોડ પશુ સહાય આપવાની જાહેરાત કરી હતી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના 7 મહિના સુધી કોઈ ટેક્નિકલ બાબત અથવા અન્ય ઈશ્યુ થી,સૂચિત પશુ સહાય,ગ્રાન્ટ લાભાર્થી એવી ગુજરાતની તમામ ગૌશાળાઓને ફાળવાઈ નથી.આ 500 કરોડ સહાય ગૌશાળાનું સંચાલન કરતી સંસ્થાઓ માટે જરૂરી છે.તેઓએ સરકારને આ રકમ તાત્કાલીક ચૂકવણી કરવા મેમોરેન્ડમ આપ્યું છે, પરંતુ સરકાર આ ગ્રાન્ટ આપતી નથી, હવે આ માંગણીએ મોટા આંદોલનનું સ્વરૂપ લીધું છે, અને હવે આ આંદોલનમાં સંતો,જીવદયાપ્રેમીઓ,અન્ય સમાજ,ગૌશાળા સંચાલકો , રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે,અત્યાર સુધી દાતાઓ પાસેથી મળેલા દાનથી તેઓ ગાડું ચલાવી રહ્યા હતા.હવે ગૌશાળાને ઓછું દાન મળે છે અને ખર્ચ વધવાથી પશુઓનું ગુજરાન ભોગવવું ભારે પડી રહ્યું છે.આ મામલે પાસજરાપોળ સંચાલકો સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને એક રેલી કાઢીને ડીસા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ધર્મશાસ્ત્રી કિશોર દવેએ સરકાર પર નિશાન સાધ્યું હતું.આ મામલે તેઓએ સરકાર ને 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું છે અને કહ્યું છે કે જો ગૌભક્ત ગુજરાત સરકાર,બજેટ માં જાહેર કરેલ,500 કરોડની ગ્રાન્ટ નહીં ચૂકવે તો, અમે પાંજરાપોળ સંચાલકો મજબૂરીવશ આ જિલ્લાની તમામ 80000 ગાય માતાઓને સરકારના ભરોસે સરકારી પરિશરોમાં છોડી દઈશું. માત્ર એટલું જ, તેઓએ એ પણ જણાવ્યું હતું કે આગામી 30 સપ્ટેમ્બરે યાત્રાધામ અંબાજીમાં પીએમ મોદી અહીં આવશે તો અમે તેમની સામે પણ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરીશું.જેમાં આવતીકાલે ધર્મશાસ્ત્રી કિશોરભાઈ દવે અને જિલ્લાના પાંજરાપોળ સંચાલકોનું આ અલ્ટીમેટમ પૂરું થાય છે.અને મળતા ઇનપુટ મુજબ 23 સપ્ટેમ્બરે વહેલી સવારે 8-00 કલાકે ડીસા તાલુકાની નાની -મોટી વિવિધ ગૌશાળામાં રહેતા અંદાજિત 20000 પશુઓને, સરકાર ભરોસે છોડી મુકાશે..
રસ્તા પર ગાયો ને 'ધણ' થી ધ્રુજી ઉઠશે ધરાતલ..
આમ તો જિલ્લા માં 180 જેટલી ગૌશાળાઓ માં 80000 થી વધુ અબોલ પશુઓ આશ્રય લે છે. જોકે ડીસા ની મોટી ત્રણ ગૌશાઓએ સવારે 8-00 કલાકે ગાયો છોડી મુકવાની તૈયારી કરી છે.જે જોતા અંદાજિત 20000 ગાયો દોડતી, ભાભરતી, રોડ પર, ઘાસચારો, પાણી અને છાયડો શોધવા દોડતી જોવા મળશે, જિલ્લામાં હાલ હરાયા ઢોરોની સંખ્યા પણ મોટી છે. અત્યાર સુધી જિલ્લા માં માઝા મુકતા લમપી રોગ ભરડામાં આ રખડતા ઢોર વધુ રોગગ્રસ્ત બની મોત ને ભેટ્યા છે. ત્યારે પાંજરાપોળ ના પશુઓ છોડતા, એકબીજાના સંપર્કમાં આવતા અનેક પશુઓ રોગ ની અસર ને મોટી કરશે જે પણ ચીતજનક બાબત બનશે.
શું જિલ્લા વહીવટી તંત્ર પાસે 20000 પશુઓની સુરક્ષાની સગવડ છે ખરી.. ?
આ કટુ સત્ય છે કે જિલ્લા માં પાલનપુર કે ડીસાની નગરપાલિકાઓ કે ગ્રામપંચાયતો માં આવી સ્થિતિ ને પહોંચી વળવા કોઈ મોટાસેડ કે વાડાઓ નથી,આ કામ માત્ર ગૌશાઓ જ કરી શકે તેવી સક્ષમ છે. ત્યારે તેઓના જ પશુઓ છોડતા હોય ત્યારે આ પશુધનનું શું થશે? તે વિચાર કાળજું કપાવનારો બનશે..
પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર, સ્ટેન્ડ ટુ મોડમાં..
આ મામલે ડીસા વિભાગીય પોલીસ વડા કૌશલ ઓઝા અને ડીસા શહેર, તેમજ તાલુકા પોલીસ પીઆઇ તેમજ ટિમનું કાયદો વ્યવસ્થા જળવાય તે માટેનું મોનીટરીગ ચાલુ છે. તેમજ ગૌશાળા સંચાલકો સંયમ રાખે તેવી અપીલ પણ તેઓ કરી ચુક્યા છે. સરકાર પણ આ સ્થિતિમાં જલ્દી થી આ આંદોલન સમેટાય અને પાંજરાપોળ સંચાલકોની માગ નો ન્યાયિક ઉકેલ આવે તે માટે મથામણ કરી રહી છે, જોકે આ તમામ બાબતો વચ્ચે જો ડીસા ની 20000 ગાયો પાંજરાપોળ સંચાલકો ના અલ્ટીમેટમ મુજબ છોડાય તો ચોક્કસ અવ્યવસ્થા સર્જાશે, તે નક્કી છે...