જાફરી ગુટકાનું અંબાજી માર્ગમાં પદયાત્રીકોને નિશુલ્ક દાન કરતો કોણ છે આ ગુસ્તાખ..? વાઇરલ વીડિયો જુઓ....
(રીના પરમાર- સ્પેશિયલ રિપોર્ટ)
કોરોનાના કપરા કાળમાં બે વર્ષ જગપ્રસિદ્ધ અંબાજી મહાકુંભ મેળો ગત ૫ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલુ થયો છે.આ મહાકુંભમાં ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ ના પડે તે માટે ખાસ વિસામા કેન્દ્રો,ભોજન વ્યવસ્થા,મેડિકલ સહાય સહિતની સગવડો કરાઈ છે.
ત્યારે અન્ય સેવાભાવી એનજીઓ દ્વારા પણ, યાત્રિકો માટે ભોજન,મેડિકલ, રહેઠાણ,જેવી અનેક વિધ સેવાકેમ્પો પદયાત્રા રૂટ પર ધમધમતાં કરાયા છે.ત્યારે પદયાત્રા રૂટ પર જાફરી ગુટખાનું માંઈભક્ત પદયાત્રીઓમાં છડેચોક નિશુલ્ક વેચાણ કરતાં કેટલાંક વહેપારીઓનું આ દુઃસાહસ નીદનીય બન્યું છે. કેમકે તમાકું માનવજીવન માટે હાનિકારક છે.. જાફરી ખાતા જાઓ અને જય અંબે બોલતાં જાઓ. કહેતાં આ ઠગ વહેપારીઓ જાફરી જેવાં કેન્સર નોતરતા ગુટકા ની જાહેરાત કરી રહ્યો છે.અને પદયાત્રીઓ ને કહી પણ રહ્યો છે કે ગુટકા ખાતાં જાઓ અને ' જય અંબે બોલતાં જાઓ ' ....
આ તો જાફરી ગુટકા પ્રોડક્શનનું માર્કેટિંગ કરતાં લોકોએ હદ કરી નાખી..આ ગુસ્તાખી સમાન વીડિયો સોશિયલ મીડિયા પર હાલ તો વાઇરલ થયો છે...જોકે આ વાઇરલ વીડિયો ક્યાંનો છે.તેની પુષ્ટિ ટુડે ન્યુઝ ગુજરાતી નથી કરતું.પણ જિલ્લા વહીવટી તંત્ર,પોલીસતંત્ર, આની તપાસ કરે,તેમજ પૂનમના મેળા દરમ્યાન પદયાત્રીઓના સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થાય તેવી કોઈપણ પ્રોડક્ટનું વેચાણ પદયાત્રા રૂટ પર ના થાય તે બાબતનું નિયમન કરે તે જરૂરી બન્યું છે.
તમાકુ સેવન,જોખમ અને મૃત્યુ દર..
સમગ્ર વિશ્વમાં તમાકુ થી થતા મોત નો આંકડો આંચકારૂપ છે.એક અદાજ મુજબ દર વર્ષે ૩૧ લાખ લોકો તમાકું સેવન થી મોત ને ભેટે છે.અને જો આ જ ગતિ થી તમાકુ સેવન થતું રહેશે તો વર્ષે તમાકુ થી મોત ને ભેટતા લોકો નો આંક ૭૦ થી વધુ હસે.તેવું આંકલન થયું છે.આ આંકડા ને અકસ્માત થી મરતા લોકો સાથે સરખાવાય તો અકસ્માત કરતા તમાકુ સેવન કરી મોત ને ભેટતા લોકો પાંચ ઘણા વધુ છે.
તમાકુ મનુષ્ય શરીર માટે વિષ છે.જેનું સેવન માનવ શરીરના તમામ આંતરિક અગો પર થાય છે.તમાકું ચાવવા થી મોંઢા અને ગળાના રોગ થાય છે.જ્યારે તેને બીડી કે સિગારેટ સ્વરૂપ સેવન કરવાથી શ્વસન લગતા રોગો સાથે તમારા ફેફસાં રોગિષ્ઠ બને છે.તેમ છતાં લોકો બિન્દાસ તેનું સેવન કરે છે.
બીડી,સિગારેટ ની ફૂંક મારતા લોકો કરે છે આયુષ્ય ઓછું..
વિજ્ઞાનિક પુરાવાઓ એ સ્પષ્ટ થયું છે કે રોજની એક પેકેટ સિગારેટ પીનાર વ્યક્તિ આખા જીવન દરમ્યાન અદાજીત ૭૫૦૦૦ વખત તેની જીભ,ગળું, સ્વરપેટી શ્વાસનળી,ફેફસાં,નાક ,આ કાતિલ ઝેર ના સંપર્ક માં આવે છે.આ બધા કોમળ અંગો સતત આ ઝેર ના સંપર્ક થી ડેમેજ થતા જાય છે.એક સિગારેટ કે બીડી નું સેવન મનુષ્યના જીવન માં થી પાંચ મિનિટ ઓછી કરે છે.જો આ સતત ૨૦ વર્ષ સુધી ચાલે તો કેટલું નુકસાન આ ધ્રુમપાન કરશે.તે વિચાર..
પ્રમાણિકતા થી કરાય તો, ધૂમ્રપાન કરનાર ને સામે ચોક્કસ યમદૂત દેખાશે..
તમાકું સેવન થી માત્ર કેન્સર નહિ.. હાર્ટ પ્રોબ્લમ પણ થાય છે: સંશોધન
સશોધન માં એ પણ આવ્યું છે કે નિયમિત તમાકું સેવન કરતા લોકો માં હાર્ટ લગતી સમસ્યાઓ પણ વધે છે.હાર્ટ લગતી સમસ્યાઓ માં ૫૦% દર્દીઓ તમાકું સેવન કરતા હોવાનો ખુલાસો થયો હતો જોકે પહેલા મહિલાઓને હાર્ટલગતી સમસ્યાઓ ઓછી જોવા મળતી હતી.પણ ભારતમાં હવે શ્રમજીવી મહિલાઓ પણ ગુટકા સેવન કરતી અને બીડી પિતી જોવા મળે છે.જે ચિંતાજનક છે.કેમકે હવે સ્ત્રીઓમાં પણ હાર્ટરોગ અને ફેફસાંના કેન્સરનું પ્રમાણ વધ્યું છે.અને જો સ્ત્રી ગર્ભનિરોધક ગોળી સાથે સાથે તમાકું સેવન કરતી હોય તો તેમના માં ગર્ભાશય કેન્દ્ર ૩૦% વધી જાય છે.એટલુજ નહિ સ્ત્રી ની પ્રજનન શકિતમાં પણ ધટાડો થાય છે.
બીડી કે સિગારેટની બે ફુંકનો ખર્ચો નજીવો..જે કેન્સર થતાં લાખોમાં..પરિવાર થાય છે બરબાદ..
જે લોકો તમાકું સેવન કરે છે તેઓ માને છે કે તેમની કમાણી માં થી તેઓ આ શોખ પાછળ નજીવો ખર્ચ કરે છે.જોકે જ્યારે જીવલેણ કેન્સર થયા નું નિદાન થાય છે.તે બાદ પરિવારના એક વ્યક્તિની આ કુટેવ આખા પરિવારની બચત આ મોત સમાન જીવલેણ રોગને નાથવા પાછળ ખર્ચાય છે અને પરિવાર પાયમાલ થઈ દેવાદાર બને છે
ટોબેકો પ્રોડક્ટ એક્ટ ૨૦૦૩ નો કાયદો અને અસરકારકતા
તમાકું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.કેમકે તેમાં નિકોટીન નામનું ઝેરી તત્વ હોય છે. સરકારે આ માટે અલાયદો કાયદો પણ બનાવ્યો છે.આ ટોબેકો પ્રોડક્ટ એકટ ૨૦૦૩ માં કાયદા મુજબ દંડ સજાના પ્રબધો પણ છે...
કલમ-૫: સિગારેટ્સ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ
કલમ-૬ A: ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને કે વ્યક્તિ દ્વારા તમાકુના વેચાણ પર પ્રતિબંધ
કલમ-૬ B: કોઇપણ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં સિગારેટ્સ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ
કલમ-૭,૮ અને ૯: નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ્સ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ પર પ્રતિબંધ..