PM મોદીની દીપાવલી ભેટ : ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન, 'બનાસકાંઠા-પાટણ દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે'

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

PM મોદીની દીપાવલી ભેટ : ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન, 'બનાસકાંઠા-પાટણ દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે'

0
 pm  narendrbhai modi


ધ્રુવ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી / ગુજરાત ના પ્રવાસે આવેલ પીએમ મોદીએ આજે ગુજરાત વાસીઓ ને દિવાળી ની ભેટ આપી છે.આજે પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું .ત્યારબાદ અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. તો બપોરે સવા ત્રણ વાગ્યે જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પ્રધાનમંત્રી કરશે.

 


 PM Gujarat Visit: જયારે જ્યારે પીએમ ગુજરાત પ્રવશે આવે છે ત્યારે ગુજરાત ને કરોડોના વિકાસ  કાર્યોંની અનમોલ ભેટ આપે છે.ત્યારે પુનઃ આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતમાં 2022 ની ચૂંટણીના વર્ષમાં પીએમ મોદી આ મહિનામાં ગુજરાતની આ બીજી મુલાકાત છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે તેઓનું રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયરે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ PM મોદી ગાંધીનગર પહોંચી ગયા છે જ્યાં તેઓ ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન  કર્યું હતું  

 પીએમ મોદીનું સંબોધન LIVE: ​

-પીએમ મોદીએ મિશન ડેફ સ્પેસ લોન્ચ કર્યું

-પીએમ મોદીએ ડીસા એર ફિલ્ડ નું વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કર્યું

-પીએમ મોદીએ ડિફેન્સ એક્સપો નું ઉદ્ઘાટન કર્યું

-DefExpo-2022 ની આ ઇવેન્ટ નવા ભારતનું એવું ભવ્ય તસવીર ખેંચી રહ્યું છે, જેનો સંકલ્પ આપણે અમૃતકાલમાં લીધો છે.

-ગુજરાતનો આફ્રિકા સાથે ખાસ સંબંઘ છે. આફ્રિકાથી આવેલા મહેમાનોને કહું છું કે તમે જે ધરતી પર આવ્યા છે એનો આફ્રિકા સાથે ગાઢ સંબંધ છે.કચ્છના કામદારોએ આ આફ્રિકામાં આધુનિક રેલનો પાયો નાંખ્યો

-મહાત્માગાંધીની પહેલી કર્મભૂમિ આફ્રિકા હતી. આજે આફ્રિકામાં જઇએ તો બધી દુકાનો સેમ છે, કારણ કે ત્યાં મોટા પ્રમાણાં ગુજરાતીઓ છે

-ભારતે કોરોનાકાળમાં વેક્સિનને લઇને દુનિયા મુશ્કેલીમાં હતી ત્યારે આફ્રિકાને દવા આપી હતી.

-ડિફેન્સ એક્સપોથી નવી તકોનું સર્જન છે. આ વખતે એક્સપોમાં માત્ર મેડઇન ઇન્ડિયાના જ ઉપકરણો છે.

-પહેલીવાર 450થી વધુ MOU સાઇન થયા છે. મને ખુશી છે કે ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે. 

-આજે આંતરરાષ્ટ્રીય સુરક્ષાથી લઈને વૈશ્વિક વેપાર સુધી, દરિયાઈ સુરક્ષા વૈશ્વિક પ્રાથમિકતા તરીકે ઉભરી આવી છે.

-આજે ગ્લોબલલાઈઝેશનના સમયમાં મર્ચેન્ટ નેવીની ભૂમિકાનો પણ વિસ્તાર થયો છે.

-દુનિયાની ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે, અને ભારતે તેણે પુરી કરવાની છે. એટલા માટે આ ડિફેન્સ એક્સ્પો, ભારત પ્રતિ વૈશ્વિક વિશ્વાસનું પણ પ્રતિક છે.

-સરકારમાં આવ્યા બાદ અમે બનાસકાંઠાના ડીસા ખાતે ઓપરેશનલ બેઝ બનાવવાનું નક્કી કર્યું અને અમારા સેનાની આ અપેક્ષા આજે પૂરી થઈ રહી છે.

-ડીસા એર બેઝ મામલે પીએમ મોદીએ UPA સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, એર બેઝ માટે વર્ષ 2000માં જમીન આપી દીધી હતી. 14 વર્ષ સુધી કેંદ્રની સરકારે મંજૂરી ના આપી. ફાઈલો એવી બનાવી નાખી હતી કે મને પીએમ બન્યા બાદ પણ 8 વર્ષ મંજૂરી આપતા થયા.

-સ્પેસના ભવિષ્યની સંભાવનાઓને જોતા ભારતે પોતાની આ તૈયારીને આગળ વધારવાની રહેશે

આપણા ડિફેન્સ ફોર્સેસને નવા Innovative Solutions શોધવાના રહેશે

-સ્પેસમાં ભારતની શક્તિ મર્યાદિત ના રહે, અને તેનો લાભ પણ માત્ર ભારતના લોકો સુધી જ સીમિત ના રહે, આ આપણું મિશન પણ છે અને વિજન પણ છે.

-રક્ષા ક્ષેત્રમાં ભારત Intent, Innovation અને Implementation ના મંત્ર પર આગળ વધી રહ્યું છે.

-આજથી 8 વર્ષ પહેલા ભારતની ઓળખ દુનિયાના સૌથી મોટા ડિફેન્સ ઈંપોર્ટરના રૂપમાં થતી હતી. પરંતુ ન્યૂ ઈન્ડિયાએ Intent દેખાડ્યં, ઈચ્છા શક્તિ દેખાડી અને મેક ઈન ઈન્ડિયા આજે રક્ષા ક્ષેત્રની સક્સેસ  સ્ટોરી બની રહ્યું છે. આગામી 5 વર્ષોમાં આપણા રક્ષા નિર્યાત 8 ગણા વધ્યો છે.

-ભારતીય રક્ષા કંપનીઓ આજે ગ્લોબલ સપ્લાય ચેનનું મહત્વપૂર્ણ ભાગ બનીરહ્યું છે. અમે ગ્લોબલ સ્ટેંડર્ડને સ્ટેટ ઓફ આર્ટ ઉપકરણોની સપ્લાય કરી રહ્યા છીએ.

-ભારતીય નૈસેનાને INS વિક્રાંત જેવા અત્યાધુનિક એયરફ્રાક્ટ કેરિયરને પોતાના મોટા બેડામાં સામેલ કર્યા છે. આ એન્જિનિયરિંગને વિશાળ અને વિરાટ માસ્ટરપીસ કોચીન શિપયાર્ડ લિમિટેડે સ્વદેશી ટેકનિકથી બનાવી છે.

-ભારતીય વાયુસેનાએ મેક ઈન ઈન્ડિયા હેઠળ બનાવવામાં આવેલ Light Combat Helicoptersને પણ સામેલ કર્યા છે.

-સેનાઓએ મળીને ઘણા ઉપકરણોની બે લિસ્ટ્સ તૈયાર કરી, જેમાં માત્ર દેશની અંદર જ ખરીદવામાં આવશે. આજે તે 101 આઈટમ્સનું એક બીજું લિસ્ટ જાહેર કરી રહ્યું છે.આ નિર્ણય આત્મનિર્ભર  ભારતના સામર્થ્યને દેખાડે છે.

-આ લિસ્ટ બાદ રક્ષાક્ષેત્રના એવા 411 સાજો સામાન અને ઉપકરણ હશે, જે ભારત માત્ર મેક ઈન ઈન્ડિયા હેઠળ ખરીદશે.

-સ્પેસના ભવિષ્યની સંભાવનાઓને જોતા ભારતે પોતાની આ તૈયારીને આગળ વધારવાની રહેશે

-આપણા ડિફેન્સ ફોર્સેસને નવા Innovative Solutions શોધવાના રહેશે

-સ્પેસમાં ભારતની શક્તિ મર્યાદિત ના રહે, અને તેનો લાભ પણ માત્ર ભારતના લોકો સુધી જ સીમિત ના રહે, આ આપણું મિશન પણ છે અને વિજન પણ છે.

-રક્ષા ક્ષેત્રમાં ભારત Intent, Innovation અને Implementation ના મંત્ર પર આગળ વધી રહ્યું છે.

-આજથી 8 વર્ષ પહેલા ભારતની ઓળખ દુનિયાના સૌથી મોટા ડિફેન્સ ઈંપોર્ટરના રૂપમાં થતી હતી. પરંતુ ન્યૂ ઈન્ડિયાએ Intent દેખાડ્યં, ઈચ્છા શક્તિ દેખાડી અને મેક ઈન ઈન્ડિયા આજે રક્ષા ક્ષેત્રની સક્સેસ  સ્ટોરી બની રહ્યું છે. આગામી 5 વર્ષોમાં આપણા રક્ષા નિર્યાત 8 ગણા વધ્યો છે.

-ભારતીય રક્ષા કંપનીઓ આજે ગ્લોબલ સપ્લાય ચેનનું મહત્વપૂર્ણ ભાગ બનીરહ્યું છે. અમે ગ્લોબલ સ્ટેંડર્ડને સ્ટેટ ઓફ આર્ટ ઉપકરણોની સપ્લાય કરી રહ્યા છીએ.

-ભારતીય નૈસેનાને INS વિક્રાંત જેવા અત્યાધુનિક એયરફ્રાક્ટ કેરિયરને પોતાના મોટા બેડામાં સામેલ કર્યા છે. આ એન્જિનિયરિંગને વિશાળ અને વિરાટ માસ્ટરપીસ કોચીન શિપયાર્ડ લિમિટેડે સ્વદેશી ટેકનિકથી બનાવી છે.

 -ભારતીય વાયુસેનાએ મેક ઈન ઈન્ડિયા હેઠળ બનાવવામાં આવેલ Light Combat Helicoptersને પણ સામેલ કર્યા છે.

-સેનાઓએ મળીને ઘણા ઉપકરણોની બે લિસ્ટ્સ તૈયાર કરી, જેમાં માત્ર દેશની અંદર જ ખરીદવામાં આવશે. 

આજે તે 101 આઈટમ્સનું એક બીજું લિસ્ટ જાહેર કરી રહ્યું છે. આ નિર્ણય આત્મનિર્ભર  ભારતના સામર્થ્યને દેખાડે છે.

-આ લિસ્ટ બાદ રક્ષાક્ષેત્રના એવા 411 સાજો સામાન અને ઉપકરણ હશે, જે ભારત માત્ર મેક ઈન ઈન્ડિયા હેઠળ ખરીદશે.શું કહ્યું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ?


આજે મહાત્મા ગાંધી ખાતે ડિફેન્સ એક્સ્પોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ ખાસ હાજર રહ્યા હતા.તેમના નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે" પીએમ મોદીનું ડિફેન્સ એક્સપોમાં હાર્દિક સ્વાગત છે.પીએમ મોદી અને તેમની ટિમ ના સહુ કોઈ  MSMEને પ્રોત્સાહન આપીને રક્ષા ક્ષેત્ર સાથે જોડી રહ્યા છીએ. આત્મ નિર્ભર ભારત માટે તમામ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. 10થી વધુ દેશોના રક્ષા મંત્રીઓ સાથે દ્વિપક્ષીય વાતચીત થઈ છે.રાષ્ટ્રીય સુરક્ષા હંમેશા અમારી પ્રાથમિકતા રહી છે. એરો સ્પેસ અને અંડર વોટર પણ સુરક્ષા માટે કામ કરી રહ્યા છીએ. પીએમના નેતૃત્વમાં ફક્ત રક્ષા ક્ષેત્ર જ નહીં તમામ આર્થિક સેક્ટરમાં પણ દેશ આગળ વધી રહ્યો છે. તે અમારા માટે ગૌરવ ની વાત છે.શું કહ્યું  આ  ગૌરવ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ?

ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધી ખાતે ડિફેન્સ એક્સ્પોમાં જણાવ્યું હતું કે, ગુજરાતને યજમાન બનાવવા બદલ પ્રધાનમંત્રી અને રક્ષા મંત્રીનો હું અને સમગ્ર ગુજરાત આભાર માનીએ છીએ.ભારતમાં ડિફેન્સ ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપનાર ગુજરાત પહેલું રાજ્ય છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીથી યુવાનોને એક નવી દિશા મળી છે. ફોરેન્સીક ક્ષેત્રમાં રીસર્ચ માટેનું સેન્ટર પણ કાર્યરત થયું છે. ડિફેન્સ પેવેલિયનને પીએમ મોદીએ પ્રોત્સાહિત કર્યું છે. એરો સ્પેસ માટે ગુજરાતના ઘણા MSME કામ કરી રહ્યા છીએ. ગુજરાત સંવેદન શીલ રાજ્ય છે, ત્યારે 935 કરોડના ખર્ચે ડીસામાં એર ફિલ્ડનું પીએમ મોદી ભૂમિ પૂજન કરશે. એર સ્પેસ અને ડિફેન્સ ઉત્પાદન માટે ગુજરાતે પહેલ કરી છે. ડિફેન્સ પોલિસી બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય છે.જેનું તમામ ગુજરાતીઓ ને ગૌરવ  છે .પીએમ મોદી આજે 6 વાગ્યાની આસપાસ  ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 નું ઉદ્ઘાટન કરશે અને રાજકોટમાં અનેક મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે લગભગ 7:20 વાગ્યે પીએમ મોદી રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આમ પીએમ આજે ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોમાં ગુજરાતને દીપાવલી ભેટ આપી રહ્યાં છે.
 


આજે PM મોદીનો કાર્યક્રમ અને તેની રૂપરેખા ?


આજે પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન અને ત્યારબાદ અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ  કરી ચુક્યા છે.તો બપોરે સવા ત્રણ વાગ્યે જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પ્રધાનમંત્રી કરશે. જ્યાં વિશાળ જનસભાને પણ પ્રધાનમંત્રી સંબોધવાના છે. તો જૂનાગઢ બાદ પ્રધાનમંત્રી રાજકોટના પ્રવાસે પહોંચશે. જ્યાં રાજકોટ એરપોર્ટથી રેષકોર્ષ સુધી પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો યોજાશે. રોડ શો બાદ રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ-2022નું પ્રધાનમંત્રી ઉદ્દઘાટન કરશે. સાથે જ ઈશ્વરિયામાં સાયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ અને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી ઉપરાંત ફ્લાયઓવરબ્રિજ અને રોડ રસ્તાના વિકાસકાર્યોની સૌરાષ્ટ્રને ભેટ આપશે. 


 


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)