સૂત્રોનું માનીએ તો સચિન જીઆઈડીસી ખાતે આવેલ આ કંપની અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડ એ ભારતમાં વિશેષતા રસાયણોના વૈવિધ્યપૂર્ણ સંશોધન અને ઉત્પાદનમાં સંકળાયેલી અગ્રણી કંપનીઓમાંની એક છે.જે એગ્રોકેમિકલ્સ, પર્સનલ કેર અને ફાર્માસ્યુટિકલ્સને લગતા ઉત્પાદનોનો સમાવેશ કરીને વિવિધ જીવન વિજ્ઞાન સંબંધિત વિશેષતા રસાયણોનું ઉત્પાદન કરે છે.આ કંપની એગ્રો કેમિકલ્સ ઉદ્યોગ માટે એગ્રો ઇન્ટરમીડીયેટ્સ અને એગ્રો એક્ટિવ ઘટકોનું ઉત્પાદન પણ કરે છે. જેનો ઉપયોગ જંતુનાશકો, ફૂગનાશકો અને હર્બિસાઇડ્સના ઉત્પાદનમાં થાય છે.
સુરતની સચિન જીઆઇડીસી સ્થિત અનુપમ રસાયન કંપની ફ્રેક્ટીરીમાં ભીષણ આગ: મોડી રાત્રી સુધી ચાલ્યું બચાવ કામ...
September 11, 2022
0
ધ્રુવ પરમાર/સંવાદદાતા/..ગુજરાતમાં આવેલ સુરતમાં રાત્રી સમય દરમ્યાન એક રસાયણ ફેકટરીમાં ધડાકાભેર આગ લાગતા અફરા-તફરી મચી હતી.અને ફેક્ટરીમાં કામ કરતાં મજદૂરોમાં જીવ બચાવવા દોડધામ થઇ હતી.આ ફેક્ટરી સુરતની સચિન જીઆઇડીસીમાં આવેલ છે. પ્રાથમિક અહેવાલો જોતા આ ફેક્ટરી અનુપમ રસાયણ ફેક્ટરી હોવાના ઇનપુટ મળ્યા છે.અને સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગની ટીમના 12 જેટલા અગ્નિશામક વાહનો સ્થળ પર આગ બુજાવવાં રાહત મદદ માં જોડાયા છે.આ આગ ફેક્ટરી નું બોઇલર ફાટતાં લાગી હોઈ શકે તેવું સ્થાનિકોનું માનવું છે. જોકે ફેક્ટરી માં પ્રથમ મોટો વિસ્ફોટ થયો હતો.અને તે બાદ આગ લાગી હતી.આ ધડાકો એટલો ભયાનક હતો કે આ ફેક્ટરી નજીક ના અન્ય ફેક્ટરી, ઓફિસો ના કાચ તૂટી ગયા હતા. જોકે આ આગ પર કાબુ બાદ,થતા ઇન્વેસ્ટિગેશન થી જ જાણી શકાશે કે આગ લાગવાનું અસલી કારણ બોઇલર ફાટવું કે કોઈ અન્ય અકસ્માત હતો..