અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે RTOથી મણિનગર તરફ જતી BRTS બસમાં અચાનક જ ધુમાડા નીકળ્યા બાદ આગ લાગી હતી. બસમાં ધુમાડા નીકળતાંની સાથે જ બસના ડ્રાઇવર દ્વારા દરવાજા ખોલીને તમામ પેસેન્જર્સને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બસમાં રહેલા ફાયર એક્સટિંગ્વિશર બોટલથી પાઉડર ફોર્મને ધુમાડા નીકળતા હતા ત્યાં એન્જિન પર છાંટીને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ આગ અચાનક જ વધી ગઈ હતી અને ત્યાર બાદ ફાયરબ્રિગેડને બોલાવી, પછી આગ ઠારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. BRTSના ડ્રાઇવર દિનેશભાઈ ઠાકોરે ઘડીના છઠ્ઠા ભાગમાં એવો નિર્ણય કર્યો કે તમામ 25 પેસેન્જર્સની જિંદગી બચી ગઈ હતી. તેમની આ સમય સૂચકતાને સલામ છે. દિવ્ય ભાસ્કરે બસના ડ્રાઇવર દિનેશભાઈ ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી.દિનેશભાઈએ જણાવ્યું હતું કે આજે સવારે 07:48 વાગ્યે સૌથી પહેલો ફેરો બસનો હતો, જેથી ચાંદખેડાથી બસ લઇને તેઓ RTO સુધી આવ્યા હતા. 8.11 વાગ્યે RTOથી બસ મણિનગર જવા માટે લઈને નીકળ્યા હતા. 8.45ની આસપાસ જ્યારે મેમનગર BRTS બસ સ્ટેન્ડથી 25 મીટર દૂર બસ પહોંચી ત્યારે બસ અચાનક જ બંધ પડી ગઈ હતી, જેથી મેં તરત જ ગિયર ન્યૂટ્રલ કરી દીધા હતા. બસ સ્ટેન્ડ નજીક હોવાથી જ બસના પેસેન્જર ઊતરી જાય એના માટે બસને બસ સ્ટેન્ડના સેન્સર સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો અને એ પહોંચી ગઈ હતી. આ દરમિયાન બસમાંથી અચાનક જ ધુમાડો નીકળવા લાગ્યો હતો.
કોણ છે BRTS બસના 25 પેસેન્જરને મોતના મુખમાંથી લાવનાર ડ્રાઇવર, ઘડીના છઠ્ઠા ભાગમાં કર્યો એવો નિર્ણય કે તમામની જિંદગી બચી ગઈ
September 16, 2022
0
Tags