કોરોના મહામારી બાદ ઘણા લોકો ડોક્ટરની સલાહ લીધા વગર દવાઓ ખરીદે છે. આ પૈકી ઘણી દવાઓ એવી હોય છે, જેનાથી કેન્સર સહિત અને ગંભીર બીમારીઓ થઇ શકે છે. આ બાદ મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન (NLEM)નું અપડેટેડ લિસ્ટ બહાર પાડ્યું છે.
7 વર્ષ બાદ લિસ્ટને અપડેટ કરવામાં આવ્યું
અગાઉ વર્ષ 2015માં નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિનનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
આ લિસ્ટમાં 384 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્સરની સારવારમાં વપરાતી 4 દવાઓ સહિત 34 નવી દવાઓ પણ ઉમેરવામાં આવી છે.
સરકારે આ દવાઓના વેચાણ અને ખરીદીને મંજૂરી આપી દીધી છે. આ સાથે 26 દવાઓ પણ યાદીમાંથી બહાર કરવામાં આવી છે.
એક્સપર્ટ ડૉ. બાલકૃષ્ણ શ્રીવાસ્તવ અને ડૉ. એસ. સી. રાય પાસેથી વધુ માહિતી જાણીએ.
એસેન્શિયલ મેડિસિન લિસ્ટમાં આ દવાઓની કેટેગરીને સામેલ કરવામાં આવી
1. એનેસ્થેટિક્સ, પ્રિ-ઓપરેટિવ દવાઓ અને મેડિકલ ગેસ 2. દર્દ અને પેલિટિવ કેરની દવાઓ 3. એન્ટિ એલર્જિક અને એનાફિલેક્સિસમાં વપરાતી દવાઓ 4. એન્ટિડોટ્સ અને ઝેરની અસર ઓછી કરતી દવાઓ 5. એન્ટિકોનવેલેટ્સ / એન્ટિએપીલેપ્ટિક્સ 6. ઇન્ફેક્શન ઓછી કરતી દવાઓ 7. એન્ટિ માઈગ્રેન દવાઓ
સંદર્ભ : WHO
સવાલ : એસેન્શિયલ મેડિસિન એટલે જરૂરી દવાઓ શું હોય છે?
જવાબ : આ એ પ્રકારની દવાઓ છે જે જાહેર આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પૂરી કરે છે. આ દવાની પસંદગી પબ્લિક હેલ્થ કેર રૅલીવેન્સ. કેટલી સુરક્ષિત છે તે ખર્ચના આધારે નક્કી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની અનુમતિ વગર આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરી શકાય નહીં.
સવાલ: આ લિસ્ટમાં દવાઓને સામેલ કરવાથી શું ફાયદો થાય છે?
જવાબ : આપણા શહેરમાં સરકારી હોસ્પિટલ છે, જ્યાં કેટલીક દવાઓ એવી છે જે દવાઓ મફતમાં મળે છે. આ દવાઓની યાદી પ્રાથમિક આરોગ્ય સંભાળ અને જિલ્લા હોસ્પિટલ વતી જુદી-જુદી સરકારને જાય છે. NLEMમાં લિસ્ટમાં સામેલ આવશ્યક દવાઓ સરકારી હોસ્પિટલમાં હોવી જરૂરી છે. જેથી કરીને તમે આ દર્દીને માટે મફતમાં મેળવી શકો અને તમારા પૈસાનો ખર્ચ ન થાય.
સવાલ : જો આ દવાઓ હોસ્પિટલમાં ન મળે તો ફરિયાદ કરી શકાય છે?
જવાબ : જો ડોક્ટર તમને કોઈ દવા લખી આપે છે અને તમે તે દવાઓ લેવા માટે સરકારી હોસ્પિટલમાં જાવ છો અને દવા પૂરી થઇ ગઈ હોય ને NLEMના લિસ્ટમાં હોય તો આ સ્થિતિમાં CMHOમાં ફરિયાદ કરી શકો છો. આ આબાદ અધિકારીઓ તમારા માટે દવા ઉપલબ્ધ કરાવશે.
આ 26 દવાઓને અપડેટેડ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે.
અલ્ટેપ્લેઝ, એટેનોલોલ, બ્લીચિંગ પાઉડર, કેપ્રિઓમાસીન, સેટ્રીમાઇડ, ક્લોરફેનિરામાઇન, ડીલોક્સાનાઇડ ફ્યુરોએટ, ડીમેરકાપ્રોલ, એરીથ્રોમાસીન, એથિનીલેસ્ટ્રાડીઓલ, એથિનીલેસ્ટ્રાડીઓલ (એ) નોરેથિસ્ટેરોન (બી), ગેન્સીક્લોવીર, કેનામાયસીન, લેમિવુડાઇન, નેવીરાપાઇન(બી), સ્ટેવુડિન (C), લેફ્લુનોમાઇડ, મેથાઈલડોપા, નિકોટીનામાઈડ, પેજીલેટેડ ઈન્ટરફેરોન આલ્ફા 2A, પેગીલેટેડ ઈન્ટરફેરોન આલ્ફા 2B, પેન્ટામીડીન, પ્રીલોકેઈન (A), લિગ્નોકેઈન (બી), પ્રોકાર્બેઝિન, રેનિટીડિન, સ્ટેવિન્યુડિન, સ્ટેવિન્યુડિન (એ) (બી), સુક્રેલફેટ અને સફેદ પેટ્રોલેટમ દવાઓનો સમાવેશ થાય છે.