સલમાન ખાનને ફાર્મહાઉસમાં મારવાનું પ્લાનિંગ કર્યું હતું, બિશ્નોઇ ગેંગના પ્લાન Bનો ઘટસ્ફોટ

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

સલમાન ખાનને ફાર્મહાઉસમાં મારવાનું પ્લાનિંગ કર્યું હતું, બિશ્નોઇ ગેંગના પ્લાન Bનો ઘટસ્ફોટ

0


સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ પહેલાં લોરેન્સ બિશ્નોઇ ગેંગે સલમાન ખાનને મારવા માટે પ્લાન B તૈયાર કર્યો હતો. આ પ્લાનને ગોલ્ડી બરાડ, કપિલ પંડિત લીડ કરતા હતા. પંજાબ પોલીસે શૂટર કપિલ પંડિતની ત્રણ દિવસ પહેલાં જ ભારત-નેપાળ બોર્ડર પર ધરપકડ કરી હતી. પૂછપરછમાં કપિલ પંડિતે તમામ વાતો કહી હતી. મુંબઈના વાજે વિસ્તારમાં પનવેલમાં કપિલ પંડિત, સંતોષ જાધવ, દીપક પુંડી તથા અન્ય બે શૂટર્સે ભાડે રૂમ લીધો હતો.પનવેલમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું ફાર્મહાઉસ છે. તે ફાર્મહાઉસના રસ્તામાં જ લોરેન્સના શૂટર્સે રેકી કરીને રૂમ ભાડે લીધો હતો. તેઓ અહીંયા દોઢ મહિનો રોકાયા હતા. લોરેન્સના આ તમામ શૂટર્સ પાસે સલમાન પર હુમલો કરવા માટે ગન તથા કારતૂસ પણ હતા.


શૂટર્સને એ વાતની જાણ હતી કે હિટ એન્ડ રન કેસમાં નામ આવ્યા બાદ સલમાન ખાનની કારની સ્પીડ ઘણી જ ઓછી છે. પનવેલમાં જ્યારે પણ સલમાન આવે છે તો તેની સાથે બૉડીગાર્ડ શેરા હોય છે.


એટલું જ નહીં શૂટર્સે રેકી કરી હતી કે સલમાન ખાન પનવેલના કયા રસ્તેથી ફાર્મહાઉસ જાય છે. શૂટર્સે ફાર્મહાઉસના સુરક્ષાગાર્ડ્સ સાથે એક્ટરના ચાહક બનીને મિત્રતા કરી લીધી હતી. આ રીતે શૂટર્સ સલમાનની તમામ ગતિવિધિ પર ધ્યાન રાખી શકતા હતા. આ સમય દરમિયાન સલમાન ખાન બે વાર ફાર્મહાઉસ આવ્યો હતો, પરંતુ બિશ્નોઇ ગેંગ અટેક કરી શકી નહોતી.સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સેલ્ફ પ્રોટેક્શન માટે ગન લાઇસન્સ આપવામાં આવ્યું હતું. સલમાન ખાને ધમકી મળ્યા બાદ કારને બુલેટપ્રૂફ કરાવી હતી. બુલેટપ્રૂફ ટોયોટા લેન્ડ ક્રૂઝરની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. આ કારમાં 4461 cc એન્જિન તથા 262 BHPનો મહત્તમ પાવર છે.

Post a Comment

0Comments
Post a Comment (0)