ભરૂચમાં ખાડામાં ગયેલા માર્ગોને લઈ બુધવારે સાંજે કોંગ્રેસે પાંચબત્તી ખાતે સારા રસ્તા શોધો અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાંચબત્તી ખાતે ભેગા થઈ બેનરો અને સુત્રોચ્ચારો સાથે શહેર તેમજ જિલ્લાના બિસ્માર માર્ગો સંદર્ભે દેખાવો કરી તંત્ર અને ભાજપ સરકાર પર વાક પ્રહારો કરાયા હતા. જે બાદ દેખાવો કરતા કોંગ્રેસીઓ ધારાસભ્યને રજુઆત કરવા જતાં જ એ ડિવિઝન દ્વારા 19 જેટલા આગેવાનોની અટકાયત કરાતા કોંગ્રેસે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, શેરખાન પઠાણ, સમસાદ અલી સૈયદ સહિતના જોડાયા હતા.