સિરોહી જિલ્લાના આબુ રોડમાં ભીષણ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલા અને એક બાળક સામેલ છે. દુર્ઘટનામાં એક વ્યકિત ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને આબુ રોડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મૃતકોની હજી સુધી ઓળખ થઈ શકી નથી. કારમાં સવાર તમામ લોકો ગુજરાત આવી રહ્યા હતા. માવલ પાસે એક બાઈક સવારને બચાવવા જતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મજુબ રીકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં માવલ પાસે બુધવાર સાંજે પોણા છ વાગ્યે એક ટેન્કરે સામેથી આવી રહેલી કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોમાંથી 5 લોકોની ઘટનાસ્થળ પર જ મોત થઈ હતી. જ્યારે એક ઘાયલ થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં મૃતદેહો ફસાઈ ગયા હતા. પોલીસે પોણો કલાક સુધી મહેનત કરી ઘાયલને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે રસ્તા પર લોકોની ભીડ જમા થઈ હતી. ઘટનાની જાણકારી મળતા જ રીકો પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘાયલને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ કારમાં સવાર લોકો પાલી જિલ્લાના ફાલના વિસ્તારના રહેવાસી છે. આ લોકો બુધવારે સિરોહીમાં સારણેશ્વરના મેળામાં દર્શન કરી ગુજરાતના વડોદરા આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનના માવલ પાસે ટેન્કરચાલકે કારને અડફેટે લેતા કારના ફુરચા ઉડી ગયા, કારમાં સવાર 5 લોકોનાં મોત, 1 ઘાયલ
September 07, 2022
0
Tags