ગીતાજ્ઞાન : શું વડગામમાં સાચું પડશે ? |
રીના પરમાર, ટુડે ન્યુઝ ગુજરાતી / ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામ કોંગ્રેસ વિધાયક જીગ્નેશ મેવાનીનું થોડા કલાક પહેલાંનું ટવિટ ચર્ચિત બન્યું છે.જેમાં તેઓએ કોંગ્રેસની ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રાનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે દરેક ગુજરાતી માટે પરિવર્તન જ એક માત્ર વિકલ્પ છે.જોકે આ બાબતમાં બનાસકાંઠા ના ભાજપ મહિલા અગ્રણી નેતા અને વડગામમાં ભાજપ સીટ સંભવિત ઉમેદવાર સવિતાબેન હરિયાનીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી વળતો જવાબ આપી,જાહેર કર્યું છે કે,જીગ્નેશભાઈ ની પરિવર્તન વાત ને મારું સમર્થન છે.કેમકે વડગામ સીટ પર પણ પરિવર્તન આવી રહ્યું છે.અહી લોકોમાં તેમના વાયદા જુઠ્ઠા પડ્યા છે.જીગ્નેશભાઈ અહી હારી રહ્યા છે.તે નિશ્ચિત છે.-Vadgam Assembly Ground Zero
જોકે આ તમામ બાબતો વચ્ચે ટુડે ન્યુઝ ગુજરાતી નો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ પણ મહત્વનો બને છે.અહી ચોંકાવનારા ખુલાસાએ વડગામ મતદારોની સ્પષ્ટ નારાજગી જીગ્નેશ મેવાની તરફે દેખાઈ હતી.અને લોકો હવે અહી વિકાસ માટે પરિવર્તન ઈચ્છી રહ્યા છે.-Vadgam Assembly Ground Zero
જીગ્નેશ મેવાની ટ્વિટ |
ભાજપના સવિતાબેન હરિયાણી ટવિટ |
વડગામ સીટનું આમ તો રાજકીય મહત્વ એટલા માટે છે કે અહીંયા આ સીટ અનુસૂચિત જાતિ આરક્ષીત સીટ છે.અહીં 2007 માં ભાજપ ના ફકીરભાઈ વાઘેલા જીત્યા હતા જેઓ 2012 માં પુનઃ લડતા અહી કોંગ્રેસના મણીલાલ વાઘેલા જીત્યા હતા.જોકે સિટીગ કોંગ્રેસ વિધાયક મણીલાલ ને 2017 માં જીગ્નેશ મેવાની માટે સાઈડ આઉટ કરાયા હતા.અને કોંગ્રેસે અહી અપક્ષ ચૂંટણી લડતા જીગ્નેશ મેવાની ને પાછલા બારણે ટેકો આપતા ભાજપ ના વિજય ચક્રવતીને હરાવી જીગ્નેશ મેવાની વડગામ વિધાયક બન્યા હતા.અને અહીથી જ તેમની રાજકીય સફર સરું થઈ હતી.-Vadgam Assembly Ground Zero
વડગામમાં ભારતીય બંધારણના મૌલિક અધિકારો વચ્ચે સ્પષ્ટ રીતે સરકારનું માનવું છે કે વડગામની આ સીટ અનામત રખાય તો અનુસૂચિત જાતિનો સર્વાંગી વિકાસ થાય.અહીં દલિત સમાજ અને મુસ્લિમ સમાજની સહુથી મોટી બેન્ક છે માટેજ આ સીટ કોંગ્રેસ નો ગઢ મનાય છે.જોકે 2022 માં અહીં લગભગ ચાર પાર્ટીઓ ના ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે,અહીં ભાજપ ,કોંગ્રેસ ,આમઆદમી અને ઓવૈસી પોતાની વિચારસરણી વાળા દલિત ઉમેદવારને મેદાનમાં ઉતારી આખી વિધાનસભાનું ચિત્ર બદલી શકે છે.-Vadgam Assembly Ground Zero
વડગામ કોંગ્રેસ વિધાયક જીગ્નેશ મેવાણી જ્યારે પણ પોતાનું ઉદબોદન કરતા હોય છે ત્યારે ડોક્ટર ભીમરામ આંબેડકર અને તેમના દ્વારા રચાયેલ બંધારણનો અચૂક ઉલ્લેખ કરે છે.જોકે 2017 થી 2022 નાં પાંચ વર્ષમાં પ્રદેશ કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા સુધી પહોચવાની દોડમાં જીગ્નેશ મેવાની પોતાના આ વિસ્તારને જાણે ભૂલી ગયા છે.કે જે વિસ્તારના મતદારોએ તેમને રાજકારણમાં પ્રવેશ અપાવ્યો હતો અને વિધાયક બનાવાયા હતા.જોકે તે બાદ જીગ્નેશ મેવાણી તેમના ભાષણો અને આક્ર્મકતામાં નેશનલ લેવલે છવાઈ જતા .વડગામ ને ભૂલતા ગયા હતા.અને છેલ્લા પાંચ વર્ષમાં અહીં મુખ્ય ગણાતા દલિત વિસ્તારોમાં આજે પણ સુખાકારી સુવિધાઓ નો અબાહવઃ જોવા મળે છે.જોકે લોકો હવે જીગ્નેશ મેવાણી સામે ખુલ્લે આમ બોલતા થયા છે.અને સ્પષ્ટ કહી રહ્યાં છે કે હવે અમારે પરિવર્તન જોઈએ છે અમારી સાથે ઉભા રહેતા નેતા જોઈએ છીએ -Vadgam Assembly Ground Zero
આ વિસ્તાર બનાધારણ ઘડવૈયા ડો .ભીમરાવ આંબેડકર નામથી ઓળખાય છે જેને આંબેડકર નગર કહે છે. આ વિસ્તારમાં રહેતા દલિતો આજે પણ અંધારામાં જીવે છે દલિતો આજે પણ સુખાકારી સુવિધાઓ માટે તરફડિયા મારી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય નેતૃત્વ સાથે સમગ્ર દેશમાં ભ્રમણ કરતા જીગ્નેશ મેવાણીએ માત્ર પોતાનું રાજકીય કદ વધારવા સિવાય અહીં ખાસ ઉકાળ્યું નથી.આમ વડગામમાં મતદારોનો આ મિજાજ સ્પષ્ટ કહી રહ્યો છે કે આ વખતે ચોક્કસથી અહીંયા પરિવર્તન થઈ રહ્યું છે અને પરિવર્તન સ્પષ્ટ રીતે સંકેત પણ આપે છે કે આ વખતે જીગ્નેશભાઈ મેવાણી અહીંથી ખરાબ રીતે હારી રહ્યા છે.-Vadgam Assembly Ground Zero
જીગ્નેશભાઈ મેવાણીએ આ સ્થિતિ સમજવી પડશે પોતાના મતવિસ્તારમાં રિસાયેલા અથવા વિકાસથી વંચિત થયેલા મતદારોને પુનઃ પાંચ વર્ષ અગાઉ કરેલ વાયદાઓ કે કહેવાતા પોલિટિકલ ઝુમલા મુજબ પોતાની વાતોમાં અહીંના મતદારોને વાળવા પડશે લોકોને સમજાવવા પણ પડશે કે " ભલે પાંચ વર્ષ હું નિષ્ક્રિય રહ્યો પણ મને એક મોકો પુનઃ આપો. હવે હું બહાર ક્યાં જઈશ નહીં વડગામને મારી કર્મભૂમિ બનાવીશ રાજ્ય અથવા કેન્દ્રીય નેતૃત્વનો મોંહ છોડી દઈશ અને માત્ર વડગામ નો વિકાસ કરીશ." -Vadgam Assembly Ground Zero
અને જો લોકો તેમની વાત પુનઃ માને તો જ જીગ્નેશ મેવાનીની અહીથી જ પાગરેલી રાજનીતિ પુનઃ લીલી થાય , બાકી હાલ નું આ રાજકીય પરિવર્તન,તેમના માટે આફતનું વાવાઝોડું બની સકે છે.જોકે હાલની તાજા સ્થિતિ જોતા વડગામમાં મતદારોનો વિરોધ વંટોળ જીગ્નેશ મેવાણીની નાવ નિશ્ચિત ડુબાડશે.અને લોકો પરિવર્તનના પ્રવાહમાં જીગ્નેશ મેવાની ને જાકારો આપશે તે નિશ્ચિત છે. -Vadgam Assembly Ground Zero