કોંગ્રેસને વોટ આપી વેડફાશો નહિ,કેમકે કોંગ્રેસ ઉમેદવાર જીતી ને પણ ભાજપમાં જશે-Public meeting of Arvind Kejriwal

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

કોંગ્રેસને વોટ આપી વેડફાશો નહિ,કેમકે કોંગ્રેસ ઉમેદવાર જીતી ને પણ ભાજપમાં જશે-Public meeting of Arvind Kejriwal

0


નેશનલ ડેસ્ક/આજે બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં દિલ્હીના સુપ્રિમો અને આમ આદમી પાર્ટી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ની એક જાહેર સભા યોજવામાં આવી હતી.આ જાહેરસભા માં ડીસાના તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રમેશભાઈ ચૌધરીની તરફેણમાં કરવામાં આવી હતી ડીસા હવાઈ પીલ્લર ખાતે રાખેલી આ જાહેર સભામાં ભગવંત માન  તેમજ અરવિંદ કેજીરીવાલે  કોંગ્રેસ તેમજ બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા-Public meeting of Arvind Kejriwal


દિલ્હી CM ભગવંત માન નું ઉદ્બોધન-Public meeting of Arvind Kejriwal


પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન એ કહ્યું હતું કે ગુજરાત માં હવે આંધી આવી છે.માટે પરિવર્તન લાવો કેમકે દિલ્હીમાં નેતાઓ ના ઘરે કામ કરનાર પણ આપ ને મત આપે છે.આ લોકો લાલ કિલ્લા પર એકજ ભાષણ  કરી રહ્યા છે આંતકવાદ વકર્યો છે,આમ આ નેતાઓ આંતકવાદ પર ચિંતા વ્યક્ત કરે પણ બંધ નથી કરી સકતા.દેશમાં પીએમ દ્વારા જાહેર કરાયેલ 15 લાખ પ્રત્યેક વ્યક્તિના ખાતામાં તો નથી આવ્યા.હજુ આટલું ઓછું હોય તેમ તે બાદ નોટબંધી કરી ને,જે થોડા ઘણાં બચતના વધ્યા હતા તે પણ પાછા લઈ ગયા.-Public meeting of Arvind Kejriwal


અરવિંદ કેજરીવાલ ના પ્રહાર-Public meeting of Arvind Kejriwalડીસામાં આજે આપની સભામાં દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નું પણ આક્રમક સંબોધન રહ્યું હતું.તેઓએ 150 સીટ આમ આદમી પાર્ટીની લાવવા મતદારોને અપીલ કરી હતી.તેઓએ ખુલ્લા મંચ થી વચન આપ્યું હતું કે આમ આદમી ની સરકાર બનતા પહેલા જ તુરત સહુથી પહેલું કામ ભષ્ટાચાર ખતમ કરીશું.આ હાલની ગુજરાત સરકાર નુકશાન કઈ રીતે કરે છે તેની ખબર પડતી નથી તેવું કહી તેઓએ ટોણો મારતા કહ્યું હતું કે નવાઇ વચ્ચે 

પાંચ એકર જમીન વાળા ભાજપ ના નેતા પાસે આજે એક હજાર એકર જમીન કઈ રીતે થઈ તે જોવું રહ્યું ..તેઓએ ઓપન ચેલેન્જ આપતા કહ્યું હતું કે જો સરકાર બન્યા પછી અમારો બેટો કે ભાઈ પણ ખોટું કરશે તો જેલ જશે.પોતાના સંબોધનમાં કેજરીવાલે કહ્યું હતું કે તમે આ વખતે ભાજપનો  ધમંડ તોડો હું તમને રોજગારી આપીશ.એટલુજ નહિ રામમંદિર બનશે ત્યાં જવાનું ભાડું પણ આમ આદમી પાર્ટી ચુકવશે.હવે સમય આવ્યો છે આ ડબલ એન્જીન ની સરકાર જશે.અને નવી એન્જીન ની સરકાર આવશે-Public meeting of Arvind Kejriwal


કેજરીવાલે જણાવ્યું હતું કે આઈબી નો રિપોર્ટ આવ્યો છે કે ગુજરાત માં આપ ની સરકાર બને છે માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટી એક થઈ આપ ને વચમાં થી હટાવવા માંગે છે પણ એ શક્ય નથી .તેઓએ લોકોને કહ્યું હતું કે કોંગ્રેસ ને વોટ આપી વોટ વેડફશો નહિ .કેમકે કોંગ્રેસ ઉમેદવારો જીતશે તો પણ તેઓ લોભ અને લાલચમાં ભાજપ માં જતા રહેશે.આવું જણાવ્યું હતું.-Public meeting of Arvind Kejriwal


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)