PM મોદી હસ્તે મોઢેરા સૂર્ય મંદિર ખાતે 3-ડી લાઈટિંગ શોનું થયું લોકાર્પણ-PM IN GUJARAT

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

PM મોદી હસ્તે મોઢેરા સૂર્ય મંદિર ખાતે 3-ડી લાઈટિંગ શોનું થયું લોકાર્પણ-PM IN GUJARAT

0



રોશનીમય મોઢેરાનું સૂર્યમંદિર 

ધ્રુવ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે.જ્યાં PM મોદીએ પોતાના કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરીને પુજા-અર્ચના કરી હતી. ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું હતું.આ કલરફૂલ નજારો જોવા હજારોની ભીડ ઉમટી પડી હતી.-PM IN GUJARAT 



રાજ્યમાં જ્યારે ટુંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે પીએમ મોદી પોતાના ત્રિદિવસીય પ્રવાસના પહેલા દિવસે મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે 3092 કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ PM મોદીએ પોતાના કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરીને પુજા-અર્ચના કરી હતી. ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું હતું.જુઓ આ અદભુત નજારો -PM IN GUJARAT 



મોઢેરા નાં સૂર્ય મંદિરની વિશેષતા જગવિખ્યાત છે જોકે હવે ગુજરાતનું ફેમસ પ્રવાસન સ્થળ મોઢેરા સૂર્યમંદિર તમને નવા રૂપરંગમાં જોવા મળશે. હવેથી રોજ સાંજે મોઢેરા સૂર્યમંદિરનો તમને આકર્ષક નજારો જોવા મળશે. રોજ સાંજે સૂર્યમંદિર રોશનીથી ઝળહળતું જોવા મળશે. કારણ કે, મંદિરના પરિસરમાં આકર્ષક હેરિટેજ લાઈટિંગ શો થશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન આ શોનું ઉદઘાટન કરાવ્યું.-PM IN GUJARAT 



મહેસાણાના બહુચરાજીમાં મોઢેરાના સૂર્યમંદિરનું સોલરાઈઝેશન કરવામાં આવ્યું છે. મોઢેરા સૂર્ય મંદિર ખાતે સ્કાડા આધારિત સ્માર્ટ એનર્જી સેન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યાં 150 કિલોવોટ બેટરી સ્ટોરેજ સાથે 50 કિલોવોટ સોલારપાર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાયું છે. મોઢેરા સૂર્યમંદિર ખાતે ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન અને સેન્સર આધારિત સ્માર્ટ સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવી છે.-PM IN GUJARAT 




પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં સૌર ઉર્જા સંચાલિત હેરિટેજ લાઈટિંગ્સ અને 3ડી પ્રોજેક્શનનો શુભારંભ કરાવશે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 3ડી પ્રોજેક્શન મેપિંગ અને મોન્યુમેન્ટ લાઈટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોઢેરાના ઈતિહાસને ઉજાગર કરીને પ્રવાસીઓને માહિતગાર કરાશે.-PM IN GUJARAT 



લાઈટિંગ શો દરરોજ સાંજે 7:00થી 7:30 સુધી ઓપરેટ થશે. 3ડી પ્રોજેક્શનનો 18 મિનિટનો શો દરરોજ સાંજે 2 વખત બતાવાશે. જેમાં મંદિરના પરિસરમાં આકર્ષક હેરિટેજ લાઈટિંગ જોવા મળશે. સાંજે 6 થી 10 દરમિયાન પ્રવાસીઓને લાઈટિંગ શો  બતાવાશે.-PM IN GUJARAT


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)