માતાના આ મંદિરમાં સાત્ત્વિક બલિની પરંપરા:અહીં ચોખા નાખતાં જ બકરો બેભાન થાય છે; સહેજપણ લોહી વહેતું નથી

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

માતાના આ મંદિરમાં સાત્ત્વિક બલિની પરંપરા:અહીં ચોખા નાખતાં જ બકરો બેભાન થાય છે; સહેજપણ લોહી વહેતું નથી

0


 બિહારના કૈમૂર જિલ્લામાં માતા મુંડેશ્વરીનું પ્રાચીન મંદિર છે. અહીં સાત્ત્વિક રીતે બલિ આપવામાં આવે છે, બલિ બાદ બકરો જીવિત જ રહે છે. અહીં જે ભક્તોની બાધા(મન્નત) પૂરી થાય છે તેઓ પોતાની સાથે બલિ માટે બકરો લઈને આવે છે. નવરાત્રિમાં અહીં માનતા ઉતારવા માટે બલિ આપવામાં આવે છે. મુંડેશ્વરી માતા મંદિર મોહનિયા (ભભુઆ રોડ) રેલવે સ્ટેશન પાસે સ્થિત છે. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. મુંડેશ્વરી ટ્રસ્ટના અધ્યક્ષ અપૂર્વ પ્રભાસ પ્રમાણે, આ મંદિરમાં લગભગ 1900 વર્ષથી સતત પૂજા થઇ રહી છે. આ દેશનાં સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક છે.

આ મંદિર પટનાથી 200 કિમી દૂર આવેલું છે. આ મંદિર એટલા માટે પણ ખાસ છે, કેમ કે આ મંદિર સ્ટ્રક્ચરની દૃષ્ટિએ દેશમાં માતાનું સૌથી જૂનું મંદિર છે. આ મંદિર પોતાના ઇતિહાસ સાથે જ અહીં થતી રક્તબલિ માટે પણ ઓળખવામાં આવે છે. અહીં બકરાનો જીવ લેવામાં આવતો નથી. માત્ર મંત્રો દ્વારા થોડીવાર માટે બેભાન કરવામાં આવે છે. એને જ બલિ માનવામાં આવે છે.નાગા શૈલીમાં આ મંદિર બનેલું છે

માતા મંદિર કૈમૂર જિલ્લાના ભગવાનપુર અંચલમાં 608 ફૂટની ઊંચી પવરા પહાડી પર સ્થિત છે. માતા મુંડેશ્વરી મંદિર ન્યાસ સમિતિના કોષાધ્યક્ષ ગોપાલ કૃષ્ણ જણાવે છે કે 635 ઈસા પૂર્વ જ્યારે ચરવૈયા પહાડો ઉપર આવતા હતા એ દરમિયાન આ મંદિર જોવામાં આવ્યું હતું. મંદિરને જે ડિઝાઇનમાં બનાવવામાં આવ્યું એ નાગા શૈલીમાં છે. આ શૈલી વર્ષો જૂની છે. એ સમયે કયા રાજાનું શાસનકાળ હતું, આ અંગે કોઈ જાણકારી નથી. મંદિર પરિસરમાં સ્થિત શિલાલેખો દ્વારા મંદિરનો ઇતિહાસ જાણી શકાય છે. 1868થી 1904ની વચ્ચે અનેક બ્રિટિશ અને પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. મંદિરની પ્રાચીનતાનો આભાસ અહીં મળેલી મહારાજા દુત્તગામની મુદ્રાથી પણ થાય છે, જે બૌદ્ધ સાહિત્ય પ્રમાણે અનુરાધાપુર વંશનો હતો અને ઈસા પૂર્વ 101-77માં શ્રીલંકાનો શાસક હતો.

મંદિરમાં બલિ આપવામાં આવે છે, પરંતુ લોહી વહેતું નથી

મુંડેશ્વરી મંદિરની વિશેષતા છે કે અહીં બકરાની બલિ આપવામાં આવે છે, પરંતુ બલિને મારવામાં આવતો નહીં. અહીં બલિની સાત્ત્વિક પરંપરા છે. જ્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેઓ અહીં બલિસ્વરૂપે બકરો ચઢાવે છે. મંદિર અંગે માન્યતા છે કે ચંડ-મુંડ અસુરોનો નાશ કરવા માટે દેવી પ્રગટ થઇ હતી. ચંડના વધ બાદ મુંડ રાક્ષસ આ પહાડીમાં છુપાઇ ગયો હતો અને અહીં જ માતાએ તેનો વધ કર્યો હતો. માટે જ આ દેવીને મુંડેશ્વરી માતા કહેવામાં આવે છે. બલિ માટે જ્યારે બકરાને માતાની પ્રતિમા સામે લાવવામાં આવે છે ત્યારે પૂજારી ચોખાના થોડા દાણા મૂર્તિને સ્પર્શ કરાવીને બકરા ઉપર નાખે છે. ત્યાર બાદ બકરો બેભાન થઇ જાય છે. થોડીવાર પછી પૂજા બાદ પૂજારી ફરીથી બકરા ઉપર ચોખા નાખે છે ત્યારે એ ભાનમાં આવે છે. એ પછી એને મુક્ત કરી દેવામાં આવે છે અથવા ભક્તોને પાછો આપી દેવામાં આવે છે.સદીઓથી રક્તહીન બલિની પ્રથા શરૂ છે

પૂજારી પિંટુ તિવારી જણાવે છે, આ મંદિરનો ઇતિહાસ એવો છે કે તેના અંગે કોઈ યોગ્ય જાણકારી આપી શકતું નથી. હાલ માત્ર પહાડી ઉપર મંદિરનું ગર્ભગૃહ છે. જ્યારે પહેલાંના સમયમાં ચારેબાજુ મંદિરો બનેલાં હતાં અને મોટું સ્ટ્રક્ચર હતું, જેને મુઘલ શાસકોએ તોડી નાખ્યું હતું. આજે પણ એના અવશેષ અહીં જોવા મળે છે.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Tags

Post a Comment

0Comments
Post a Comment (0)