અમદાવાદ મેટ્રોની સફરે:આ સફર ક્યારેય પૂરી ન થાય એવો અદભુત આનંદ આવશે, ટનલમાં પ્રવેશતાં જ મોજમાં આવી જશો

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

અમદાવાદ મેટ્રોની સફરે:આ સફર ક્યારેય પૂરી ન થાય એવો અદભુત આનંદ આવશે, ટનલમાં પ્રવેશતાં જ મોજમાં આવી જશો

0


વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1ના પૂર્વથી પશ્ચિમના કોરીડોરને જોડતા થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના મેટ્રો રેલનું શુક્રવારેઉદ્ઘાટન કર્યું હતું. 2 ઓક્ટોબર એટલે કે રવિવારથી લોકો માટે મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે, ત્યારે દિવ્યભાસ્કર આપને મેટ્રો રેલના સ્ટેશન અને ટ્રેનની સફર કરાવી રહ્યું છે. શહેરના થલતેજ દુરદર્શન કેન્દ્ર ખાતે આવેલા મેટ્રો સ્ટેશન પરથી દિવ્યભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં સ્ટેશનમાં સૌથી પહેલા પ્રવેશતાની સાથે જ જમણી તરફ ટિકિટ બારી આવે છે. જ્યાંથી જે સ્ટેશન પર જવું હોય ત્યાંની ટિકિટ લેવાની રહેશે ત્યારબાદ સામાન લઈને આવેલા વ્યક્તિનું સ્કેનર દ્વારા સ્કેનિગ કરવામાં આવશે.


ટિકિટ સ્કેન કરશો તો જ પ્રથમ માળે જઈ શકશો

ત્યાર બાદ આગળ ટિકિટ ચેકિંગ પોઇન્ટ પર ટિકિટ સ્કેન કરવાથી જ પ્રથમ માળે મેટ્રોના પ્લેટફોર્મ ઉપર જવા મળશે. પૂર્વ અને પશ્ચિમ બંને કોરિડોર પર જવા માટે એક્સેલેટર અને સીડી મૂકવામાં આવ્યા છે. જેના દ્વારા લોકો પ્લેટફોર્મ ઉપર જઈ શકશે. મુસાફરો માટે ટિકિટ ઓફિસ, સિસ્ટમ રુમ્સ, સ્ટેશન કંટ્રોલ રૂમ, ટોઈલેટ્સ, એલિવેટેડ પ્લેટફોર્મ, હવામાન, લાઇટિંગ અને વેન્ટિલેશન મળી રહે તે પ્રમાણે ડિઝાઇન કરાયેલા છે. પ્લેટફોર્મ સ્ક્રીન દરવાજા, દિશાસૂચક ફ્લોરિંગ, ઇમરજન્સી ટેલિફોન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ (PAS), પેસેન્જર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ (PIDS) વગેરે જેવી સુવિધાઓ મુસાફરોની સલામતી માટે પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યા છે. દરેક ટ્રેન 3 કોચ વાળી છે. દરેક સ્ટેશન, ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખી. 6 કોચવાળી ટ્રેન માટે બનાવામાં આવેલ છે. ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે.

કયા સ્ટેશન પર ટ્રેન પહોંચી એનું લાઈવ લોકેશન અને મેપ

મેટ્રો ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, CCTV કેમેરા, કયા મેટ્રો સ્ટેશન પર ટ્રેન પહોંચી તેનું લાઈવ લોકેશન, સ્ટેશન મેપ, ઇમરજન્સી એક્ઝિટ, સ્ટેશન ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, દિવ્યાંગો માટે અલગ ચેરની વ્યવસ્થા વગેરે છે. મેટ્રો ટ્રેનમાં બેસતાની સાથે જ ટ્રેનમાં મુસાફરીનો અદભૂત નજારો બહાર જોવા મળે છે. મેટ્રોનું એક સ્ટેશન લગભગ પાંચથી સાત મિનિટની અંતરે આવેલું છે. મેટ્રો ટ્રેનની સફરમાં ટનલમાં જોવાનો લ્હાવો એકદમ અદભૂત છે મેટ્રો ટ્રેન જ્યારે ટનલમાં પ્રવેશે છે, ત્યારે ચાર સ્ટેશનમાંથી પસાર થાય છે જોકે મેટ્રો ટનલમાં મુસાફરોને મોબાઈલના ટાવરની એકમાત્ર તકલીફ પડી શકે છે કારણ કે દરેક ટેલી કોમ્યુનિકેશન કંપનીના ટાવરો પકડાતા નથી.


કાલુપુર સ્ટેશનમાં ઊતરી ઉપર જવા માટે બે રસ્તા

મેટ્રો ટ્રેનના ટનલમાં એટલે કે અંડરગ્રાઉન્ડ સ્ટેશનની વાત કરીએ તો કાલુપુર મેટ્રો સ્ટેશનમાં ટ્રેનમાંથી ઉતરી ઉપર જવા માટે પણ બે તરફ જઈ શકાય છે. કાલુપુર મેટ્રો સ્ટેશન પર ચાર ટિકિટ બારી અને TVM(ટિકિટ વેન્ડિંગ મશીન) મૂકવામાં આવ્યું છે.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)