સુરત: કિડની વેચાણની પ્રોસેસ કરાવી 10 લાખ પડાવી લીધા, લાઇટ બિલ ભરી દો; નહીંતર કનેક્શન કપાશે, કહી 1 લાખ ઉસેટ્યા

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

સુરત: કિડની વેચાણની પ્રોસેસ કરાવી 10 લાખ પડાવી લીધા, લાઇટ બિલ ભરી દો; નહીંતર કનેક્શન કપાશે, કહી 1 લાખ ઉસેટ્યા

0


 વિશ્વમાં ટેકનોલોજીનો વ્યાપ વધતાની સાથે ગુનાઓ પણ ટેકનોલોજી આધારિત વધવા લાગ્યા છે. સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ દુનિયામાં સાયબર ફ્રોડના ગુના વધી રહ્યા છે. જુદી જુદી સ્કીમો અને બેંકના નામે ડરાવી ઓનલાઈન બેંક ખાતામાંથી રૂપિયા સેરવી લેવાના ફ્રોડ થઈ રહ્યા છે. આ ફ્રોડમાં વિકાસની હરણફાળ ગતિએ આગળ વધી રહેલું સુરત શહેર પણ બાકાત રહ્યું નથી. સુરતમાં ઉત્તરોત્તર આવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં 2021ની સામે માત્ર આઠ મહિનાની અંદર 2022માં સાયબર રોડના ગુનાઓ બે ગણા પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. પરંતુ આ દરેકની વચ્ચે સારી બાબત એ છે કે સુરત સાયબર સેલ સાયબરના ગુનાનો ભોગ બનનાર માટે નવી આશાનું કિરણ બનીને ઉભરી આવ્યું છે. આવા ગુનાઓને સુરત સાયબર સેલ ગંભીરતાથી લઈ તાત્કાલિક તેની પર એક્શન કામગીરી કરી રહ્યું છે. ખાતામાંથી એકવાર ઉપડી ગયેલા રૂપિયા પરત પણ અપાવી રહ્યું છે. જેને લઇ ભોગ બનનારના જીવનમાં નવી આશાની કિરણ જગાવી આપી છે.


સુરત સાયબર સેલ આશાનું કિરણ બન્યું

સાયબર ક્રાઇમનો શિકાર બનનારા મગજમાં એવું જ માની લેતા હોય છે કે હવે તેમના રૂપિયા કદી પરત નહીં આવશે અને ભોગ બન્યા બાદ પોતાની ભૂલને અંદરો અંદર કોસ્યા કરતા હોય છે. પરંતુ સુરત સાયબર સેલે આ છાપને ખોટી ઠેરવી આપી છે. સુરતમાં નોંધાયેલા 80% કિસ્સાઓમાં રૂપિયા પરત પણ અપાવ્યા છે. જીવનની પુંજી જ્યારે કોઈ લઈ જાય છે અને તે પરત આવવાની આશા ન દેખાતી હોય તેવામાં તેમને રૂપિયા પરત અપાવવામાં આવતા જીવન જીવવાની નવી આશાની કિરણ જગાવી આપી છે. આવા એક નહીં અનેક કિસ્સાઓ સુરતમાં બન્યા છે કે જેમને 24થી 48 કલાકમાં બેંકમાંથી ઉપડી ગયેલા લાખો રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે.આર્થિક સંકડામણમાં યુવક ભોગ બન્યો

સાયબરક્રાઇમ એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સાયબરની ટીમે નાઈઝિરીયન ગેમનો પર્દાફાશ કર્યો તેમાં સુરતનો યુવક ખૂબ જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો. સુરતનો અરબાઝ રાણા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી ખૂબ જ આર્થિક સંકડામણ અનુભવતો હતો. ઘરના દવાખાના અને બહેનના આવનાર લગ્નને લઈને રૂપિયાની ચિંતામાં રહેતો હતો. દરમિયાન ઓનલાઇન તેણે કિડની વેચવાથી ચાર કરોડ રૂપિયા મળશે તેવી લોભામણી જાહેરાત જોઈ હતી. જેમાં તે પોતાની કિડની વેચવા તૈયાર થઈ ગયો હતો. પોતાની કિડનીની વેચાણની પ્રોસેસ માટે ટુકડે ટુકડે ફ્રોસ્ટર ગેંગે 10 લાખ જેટલા રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં આ ગેંગ ફ્રોડ છે તેવું યુવકને ખબર પડતાં તે ખૂબ જ આઘાતમાં મુકાઈ ગયો હતો. યુવકે રૂપિયા જુદા જુદા વ્યક્તિઓ પાસેથી માંગીને અને કેટલાક વ્યાજે લાવ્યો હતો. ત્યારે અમારી સાયબરની ટીમે નાઈજિરિયન ગેંગનું પગેરું શોધી ઝડપી પાડી હતી, અને યુવકને સાડા સાત લાખ જેટલા રૂપિયા રિકવર કરાવી આપ્યા હતા. હાલમાં કોર્ટના હુકમ બાદ પોલીસે 7.40 લાખનો ચેક યુવકને અર્પણ કરતા તેની આંખમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા જે જોઈને અમને ઘણો જ સંતોષ થયો હતો.સુરતના વેસુ વિસ્તારમાં એસ.એમ.એસ પ્લેનડીટમાં રહેતા 77 વર્ષીય નિવૃત્ત જીવન જીવતા વિજયકાંત કૃષ્ણકાંત પંડ્યા ગત 21 ઓગસ્ટના રોજ સાયબર ક્રાઇમનો ભોગ બની ગયા હતા. 77 વર્ષના દાદાને ફોનમાં ડરાવતો મેસેજ આવ્યો હતો. જેમાં લખાયું હતું કે તમારા પાછલા મહિનાનું ઇલેક્ટ્રીક સીટીનું બિલ ભરવાનું બાકી છે. જેથી તમારું વીજ જોડાણ આજે રાત્રે 11:30 વાગે કાપી નાખીશું.જેથી દાદા ગભરાઈ ગયા અને મેસેજમાં આવેલા નંબર ઉપર સંપર્ક કર્યો.જેમાં છેતરવાની જાળ નાંખીને બેસેલા ઠગે દાદાને જીઈબીમાંથી બોલું છું તેમ જણાવ્યું હતું અને તમારા ઘરનું વીજ જોડાણ ચાલુ રાખવું હોય તો તાત્કાલિક તમારે ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે. તમારા મોબાઇલ પર જે લિંક મોકલી છે.તેની પર ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવાનું રહેશે.જેથી 77 વર્ષના દાદાએ ઠગ દ્વારા જણાવેલ સૂચના મુજબ SBI ક્રેડિટ કાર્ડની તમામ વિગતો ભરી દીધી હતી અને થોડા જ સમયમાં દાદાના એસબીઆઇના ખાતામાંથી ટુકડે ટુકડે ચાર ટ્રાન્જેક્શનમાં 1,03,256 રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)