રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી /ગુજરાતમાં અમિત શાહ,પ્રવાસ,બેઠકોનો દોર અને મોનીટરીંગ ઇફેક્ટ : ૨૪ કલાક માં ' મુરતિયાઓ ' શોધ અભિયાનના નિરીક્ષકો ની જાહેરાત થશે -gujarat election 2022
ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીની સીધી દેખાઈ રહી છે.કાર્યકરોમાં કર્મશીલ બનવાની જાગરૂકતા પણ દેખાડો દેતી જોવા મળી છે. જેથી સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એક ઉત્સાહનું વાતાવરણ જોવાઈ રહ્યું છે.જેમાં અમિત શાહની હાજરીની ઈફેક્ટ માં આવતીકાલે ભાજપ નિરીક્ષકોની યાદી જાહેર કરશે.તેવા મહત્વના ઇનપુટ મળી રહ્યા છે.-gujarat election 2022
સેન્સ માટે 3 - 3 નિરીક્ષકો ની ટીમો ની યાદી ને આખરી ઓપ..-gujarat election 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. જેને લઇને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં જોતરાઇ ગયા છે.આ વખતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હાથમાં સમગ્ર ગુજરાત ની ડોર હોય તે રીતે તેઓનો ઝોન વાઇજ પ્રવાસ અને કાર્યકર્તાઓ સાથેની મુલાકાત અગત્યની બની રહી છે. દરેક પક્ષો પોતપોતાની રીતે રણનીતિ ખેલી રહ્યાં છે.જેમાં ભાજપ પક્ષના કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાત આવી મતદારોને રિઝવવાના સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે આવતીકાલે ભાજપ વિધાનસભા વાઇઝ નિરીક્ષકોની યાદી જાહેર કરવા જઇ રહ્યું છે.જેમાં નિરીક્ષકોની જાહેરાત બાદ 3 દિવસનો સમય નિરીક્ષકો વિધાનસભામાં ક્ષેત્રમાં વિતાવશે.અને સેન્સ પ્રક્રિયા હાથ ધરશે.-gujarat election 2022
દરેક વિધાનસભા ત્રણ - ત્રણ દીઠ નિરીક્ષકો ને મહત્વની સેન્સ લેવાની જવાબદારી...-gujarat election 2022
હાલની 2022 ની ગુજરાત વિધાનસભા ની ચુંટણીમાંમાં ભાજપ જરાપણ કાચું કાપવાના મૂડમાં નથી.જેમાં 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરશે.સૂત્રોનું માનીએ તો આ નિરીક્ષકો વર્તમાન અથવા પૂર્વ સાંસદ સભ્યો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોમાંથી યોગ્યતાઓ ધરાવતા લોકોને સ્થાન મળસે.જેઓ સતત 3 દિવસ સુધી ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો તેમની સમક્ષ દાવેદારી કરતાં પ્રત્યેક વિધાનસભાના સભવિત નામો પ્રદેશ ભાજપ ને સોંપશે.-gujarat election 2022
આપ ,કોંગ્રેસ બાદ હવે ભાજપે ઉમેદવાર પસંદગી અભિયાન શરૂ કર્યું -gujarat election 2022
ગુજરાતમાં ઉમેદવાર પસંદગી માં આમ આદમી એ પ્રથમ પહેલ કરી હતી જોકે કોંગ્રેસ નો બીજો નબર આ બાબતમાં છે જ્યારે ભાજપમાં ગુજરાતમાં રાજનીતિ ના ચાણક્ય અમિતભાઈ શાહ ની હાજરી બાદ એક્શન મોડમાં આવેલ ભાજપ હવે , ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલાં જ યોગ્ય ઉમેદવારો ની શોધ ને ગતિ આપી,૧૮૨ વિધાનસભા ના સંભવિત ભાજપ ઉમેદવારો ની યાદી બનાવવા આવતીકાલે નિરીક્ષકોની યાદી જાહેર કરશે. જેમાં 33 જિલ્લા અને 8 મહાનગરો માટેની યાદી ભાજપ જાહેર કરશે. આ નિરીક્ષકો ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી,જીરો નબર ની ચારણી મારી,લોકોમાં પસંદ હોય તેવા યોગ્યતાપાત્ર ઉમેદવારો ની યાદી બનાવી પ્રદેશ ને મોકલશે જેમાં ત્રણ-ત્રણ નિરીક્ષકોની બનેલી આ ટીમ સુત્રો નું માનીએ તો આગામી તારીખ ૨૬ થી ૨૯ ઓક્ટોબર દરમિયાન દાવેદારોને સાંભળશે. જે-તે જિલ્લાના સ્થાનિક આગેવાનો સાથે પણ નિરીક્ષકો બેઠક કરશે. સેન્સ લેવા અંગે ની આ મહત્વની કામગીરીમાં મંત્રીઓ તેમજ પૂર્વ મંત્રીઓને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.તેવા ઇનપુટ છે.આ નિરીક્ષકો તેમના 3 દિવસના પ્રવાસ દરમિયાન દાવેદારોના બાયોડેટા સ્વીકારશે.આટલું નહિ નિરીક્ષકો દ્વારા જિલ્લા સંગઠન સાથે દાવેદારોમાંથી યાદી બનાવી પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે.જે બાદ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જ્યાર બાદ ઉમેદવારોની યાદી પર અંતિમ મહોર લાગશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ભાજપ નો રીપિટ થિયરી અપનાવશે કે પછી વિવાદિત સિટીગ વિધાયક ને પડતા મૂકી નવા ચહેરા પર વિશ્વાસ મૂકશે.-gujarat election 2022