'
પાલનપુર ACB ની સફળ ટ્રેપ |
રીના પરમાર ટુડે ન્યુઝ ગુજરાતી/બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વાસણ(ધાણધા),ગ્રામ પંચાયતના સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કા,એક ખાનગી કોન્ટ્રાકટર પાસેથી ભૂગર્ભ ગટરના બિલની ચૂકવણીમાં રું ૫૦૦૦૦ ની માંગ કરતા, કોન્ટ્રાક્ટરે પાલનપુર એસીની કચેરીનો સંપર્ક કર્યો હતો.Anti Corruption Bureauજે બાદમાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું.જેમાં 'ચા'ની કીટલી પર સરપંચે લાંચના રૂ,૫૦૦૦૦ લેતા જ ACB એ રંગે હાથ ઝડપ્યા હતા.Anti Corruption Bureauઆમ અચાનક ચાની ચુસ્કી માણતાં સરપંચને સ્વપ્નમાં પણ ખ્યાલ નહિ હોય કે,આજુબાજુ ઉભેલ અધિકારીઓ તેઓની તલાશમાં બેઠા છે.જોકે રંગે હાથ લાંચ લેતા ઝડપાયેલ સરપંચની અટકાયત કરી ,ટ્રેપીંગ અધિકારી શ્રી એલ.એસ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.Anti Corruption Bureau
શું હતો લાંચ મામલો..?Anti Corruption Bureau
આ કામના ફરીયાદીએ વાસણ ગ્રામપંચાયતમાં ભુગર્ભ ગટર લાઇન તથા પેવરબ્લોકનું કામ પૂર્ણ કરેલ.જે કામ પુર્ણ કરેલ તે કામના પૈસા ગ્રામપંચાયત પાસેથી ફરીયાદીને લેવાના હતા .આ બિલ ની ચુકવણી સરપંચ ની મજૂરી વગર શક્ય ન હોઇ ફરિયાદી એ સરપંચ ને બિલ ચૂકવવા રજૂઆત કરેલ.જોકે બિલ ચુકવણી કરાવવી હોય તો આરોપી સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કા,એ ફરીયાદી પાસે થી તેને કરેલ કામના દસ ટકા લેખે રૂા.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.
આરોપી સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કા, |
Anti Corruption Bureauજેથી ચોકી ઉઠેલ ફરિયાદીએ તુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા પોલીસ હરકતમાં આવી હતી ,જે આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં આજરોજ સોમવારે ઉપરોક્ત આરોપી એવા સરપંચ 'ચા'ની કીટલી પર સરપંચે લાંચના રૂ,૫૦૦૦૦ લેતા જ ACB એ રંગે હાથ ઝડપ્યા હતા.Anti Corruption Bureau
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |