ભાજપ નો માસ્ટર સ્ટોક : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 5 યાત્રા,અનેક રાજ્યોના આગેવાનો બનશે યાત્રા નો હિસ્સો -BJP Pride Yatra

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ભાજપ નો માસ્ટર સ્ટોક : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 5 યાત્રા,અનેક રાજ્યોના આગેવાનો બનશે યાત્રા નો હિસ્સો -BJP Pride Yatra

0
પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના મુખ્ય પ્રહરી શ્રી યજ્ઞેશભાઇ દવે 

ધ્રુવ પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી / ગુજરાતવમાં વિધાનસભા ની ચૂંટણીઓ ના પડઘમ વચ્ચે ભાજપ એક્શન મોડમાં આવ્યું છે -BJP Pride Yatra  .જેના પ્રથમ કદમમાં ગુજરાત ગૌરવયાત્રામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ઉનાઈ ખાતે આ યાત્રાને પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે. જેને પગલે પ્રદેશ કક્ષાની એક બેઠકનું આયોજન ઉનાઇમાં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત પુરવઠા અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. -BJP Pride Yatra 

સીએમ નિવાસસ્થાને પણ મુખ્યમંત્રીશ્રી એ ભાજપ મીડિયા વિભાગ નો યોજ્યો શુભેચ્છા મિલન કાર્યક્રમ -BJP Pride Yatra  

વેલકમ મીડિયા મિત્રો -CM નું ઉમળકાનું સંબોધન 


ભાજપ કેન્દ્રીય અને ગુજરાત પ્રદેશ  નેતાગણ આ ગૌરવયાત્રા ને મજબૂત રીતે લોકો સુધી લઇ જવાની છે ત્યારે ભાજપે પોતાના પ્રચાર પ્રસારનું બ્રહ્માસ્ત્ર  કહી શકાય તેવા મીડિયા અને આઇટી વિભાગને પણ સજ્જ કર્યો છે -BJP Pride Yatra  જેમાં ગઈકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલ ગુજરાત ના તમામ  મીડિયા અને આઇટી વિભાગ હોદ્દેદારો સાથે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે સંવાદ યોજ્યો હતો જેમાં પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ યજ્ઞેશભાઇ દવે તેમજ યમલભાઈ વ્યાસ દ્વારા આ ગૌરવ યાત્રા નું દમદાર મીડિયા કવરેજ બાબતે માહિતી આપવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ મીડિયા ટીમના શબ્દોના સ્વામી શ્રી યમલભાઈ વ્યાસ 


જેમાં સીએમ દ્વારા પણ ભાજપ પ્રદેશ તેમજ મહાનગરપાલિકા તેમજ જિલ્લા ના મીડિયાકર્મીઓને આવકારી ગુજરાત ગૌરવ યાત્રા ની રૂપરેખા આપવામાં આવી હતી  -BJP Pride Yatra  



પ્રદેશ મીડિયા ઉત્તર ઝોન ના શ્રી રાજુભાઈ ભટ્ટ 



સીએમ નું સ્વાગત કરતા શ્રી ઋત્વિકભાઈ તેમજ પ્રદેશ ટિમ 

ગ્રુપ ફોટો સેશન સીએમ હાઉસ 





કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતશાહ ઉનાઈ માતા સ્થાનકે થી કરાવશે ગૌરવ યાત્રા નું પ્રસ્થાન  -BJP Pride Yatra 

ભારતીય જનતા પાર્ટીમાં ચાણક્ય ગણાતા ગૃહમંત્રી અમિત શાહ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આદિવાસી વિસ્તાર ગણાતા એવા ઉનાઈમાં માતાજીના દર્શન કરી ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવશે.  -BJP Pride Yatra કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમન પહેલા ગુજરાત પ્રદેશ કક્ષાએથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા દક્ષિણ ગુજરાતમાંથી અંદાજિત 50 હજારથી વધુ લોકો ભેગા કરવાનો લક્ષ રાખવામાં આવ્યો છે. -BJP Pride Yatra  જેના ભાગરૂપે આજે ઉનાઈ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને મંત્રી નરેશ પટેલની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય અને હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 13 તારીખના રોજ યાત્રાધામ ઉનાઈમાં માતાજીના દર્શન કરી ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે આ યાત્રા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી લોકો સુધી પહોંચવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આદિવાસી વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રીની આ સભા ખૂબ જ મહત્વની બની રહેશે -BJP Pride Yatra .

ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા હાઇલાઇટ્સ  -BJP Pride Yatra 

-2022 વિધાનસભાની ચૂંટણી  અને  ભાજપ ની ગૌરવ યાત્રા  

-ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 5 યાત્રા

-તમામ 182 બેઠકો પર ચૂંટણી પહેલાં યોજાશે યાત્રા

-સૌરાષ્ટ્ર ખાતે બે જયારે દક્ષિણ ગુજરાતમાં પણ બે યાત્રાનું આયોજન  

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક્ટિવ મોડ ઓન થઈ ચૂક્યો છે. -BJP Pride Yatra  આમ તો જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી યાત્રાઓનું આયોજન કરે છે.ત્યારે 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ ફરી જૂની રણનીતિ પર દાવ લગાવી રહ્યું છે.  -BJP Pride Yatra અગાઉ આવી યાત્રાઓ સફળ થઇ હતી જેથી આ નવીન યાત્રાઓ થકી ભાજપે લોકો સુધી જવાનો માર્ગ મોકળો કર્યો છે. -BJP Pride Yatra  


ગૌરવ યાત્રા જૂની રણનીતિ પણ પ્રભાવશાળી હોઈ પુનઃ  ભાજપ ની નવી યાત્રા -BJP Pride Yatra  

2022 ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને તેની તૈયારીમાં ભાજપ જોતરાઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભામાં જવા માટેનો રોડ મેપ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવી દેવામાં આવ્યો છે.  -BJP Pride Yatra ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા તરીકે પાંચ ઝોનમાં યાત્રા યોજીને ગુજરાત ઘમરોળશે.  આ યાત્રા ભાજપે ચૂંટણી તૈયારીઓના ભાગ રૂપે  આયોજન કરી રહ્યું છે. જેમાં ભાજપ આગામી દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી સહિત કેન્દ્રિય નેતાઓ ગુજરાતના ગ્રાઉન્ડમાં ફરશે. -BJP Pride Yatra 

વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પાંચ  યાત્રાઓથી ગુજરાત ધમરોળશે -BJP Pride Yatra 

-ભાજપે ઝોન વાઇઝ 10 દિવસ ચાલે તેવી  યાત્રા રોડ મેપ તૈયાર કર્યો

-વિધાનસભાની 182 બેઠકો પર ચૂંટણી પહેલા યાત્રાનું ભાજપનું આયોજન

-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 2-2 યાત્રા યોજશે ભાજપ.

-ઉત્તર ગુજરાતમાં  માત્ર એક  યાત્રા

-રાષ્ટ્રીય નેતૃત્વ કરાવશે યાત્રાનું પ્રસ્થાન

યાત્રા માટે પ્રદેશ ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો સમય માંગ્યો

ગુજરાત ગૌરવ યાત્રા રૂટ  ,ક્યાંથી ક્યાં સુધી ,? -BJP Pride Yatra 

1. ઉનાઈ થી અંબાજી

2. ઉનાઈ થી ફાગવેલ

3. ઝાંજરકા થી સોમનાથ 

4. દ્વારકા થી પોરબંદર 

5. બહુચરાજી થી માતાનો મઢ

આ તમામ પાંચ યાત્રાઓ નું અદભુત સંચાલન થશે અને ચોતરફ કેસરીયાનો જયજયકાર થશે , ભાજપ માટે આ પ્રકારની યાત્રા લોકસેતુ છે -BJP Pride Yatra  અને લોકો દિલથી જોડાય છે ત્યારે ચુંટણી પહેલા ભાજપ ગ્રાઉન્ડ મજબુત કરવા માટે યાત્રા આયોજ ન કરે છે.. -BJP Pride Yatra 

ભાજપ ની અત્યાર સુધીની રાજનીતિક યાત્રાઓ પર નજર... -BJP Pride Yatra  

-ભાજપે 1987 મજદૂરને મજૂરી ન્યાય માટે મજદૂર માટે ન્યાય યાત્રા કર્યું હતું આયોજન.

-1989 સાલમાં ભાજપે લોકશક્તિ યાત્રા નાગરિકોની શક્તિ ઉજાગર કરવા માટે ચુંટણી પહેલ યોજી હતી

-ભાજપના પૂર્વ નાયબ પ્રધાન એલ.કે.અડવાણીએ 1990 રામ રથયાત્રા અયોધ્યા સોમનાથ સુધી યાત્રા કરી હતી.

-વર્ષ 1991 એકતા યાત્રા ભાજપે કન્યાકુમારી થી કાશ્મીર સુધી યોજી હતી.

 -વર્ષ  2002 ચુંટણી સમયે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા આયોજન કર્યું હતું.

-ભાજપને 2002 માં વિધાનસભામાં 117 બેઠકો મેળવી હતી.

-2003 અસ્થી કુંભ શ્યામજી કૃષ્ણ વર્મા વુરાંજલી યાત્રા લોકસભાની ચુંટણી પહેલા યોજવામાં આવી હતી.

-2010 માં ગુજરાતના 60 વર્ષ પૂર્ણ થતા તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્વર્ણિમ યાત્રા યોજી હતી

-2012 વિધાનસભાની ચુટણી પહેલા ભાજપે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસનું આયોજન કર્યું હતું.

-2012માં ભાજપને વિધાનસભાની ચુંટણીમાં 115 બેઠકો પ્રાપ્ત કરી હતી.

-2017માં ભાજપે આદિવાસી બેલ્ટ અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી ગૌરવ યાત્રા યોજી હતી

-ભાજપને 2017માં ભાજપે 99 બેઠકો મેળવી હતી

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છેલ્લા ત્રણ માસ થી પોતાના નાના મોટા ચૂંટણી પ્રચાર નુસખાઓ થી ભલે ચૂંટણી વાતાવરણ બનાવવામાં સફળ થઇ હોય પરંતુ લોકોના દિલમાં ઘૂસણખોરી કરવી એ ગુજરાતમાં માત્ર ભાજપ ને જ ફાવે છે  -BJP Pride Yatra ,ભાજપ ચુંટણી પહેલા ગ્રાઉન્ડ મજબુત કરવા કવાયત રૂપ યાત્રા આયોજન કરી લોકો સુધી પહોંચવા કોઈ કસર છોડતી નથી.ત્યારે વધુ એક વાર ૨૦૨૨માં પણ જૂની રણનીતિ મુજબ ગુજરાત ગૌરવ યાત્રા કાઢી વિપક્ષને ફરી માત આપવાનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે.  -BJP Pride Yatra ત્યારે આગામી દિવસોમાં યાત્રા થકી ભાજપ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરશે ત્યારે ભાજપના દિગજ્જ નેતાઓ ને આ  યાત્રામાં કેવો પ્રતિસાદ મળે છે, અને આવનારી વિધાનસભા ની ચૂંટણીઓમાં પરિણાણો પર આ યાત્રાઓ કેટલી અસરકારક બને છે તેની પર પણ રાજકીય મંથન હાલથી શરુ થયું છે -BJP Pride Yatra  

Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)