અમદાવાદના એડિશનલ કમિશનરે આંગડિયામાં 30 લાખની લાંચ લીધી, ACBએ રકમ જપ્ત કરી, આરોપી ઓફિસમાંથી નાસી છૂટ્યો

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

અમદાવાદના એડિશનલ કમિશનરે આંગડિયામાં 30 લાખની લાંચ લીધી, ACBએ રકમ જપ્ત કરી, આરોપી ઓફિસમાંથી નાસી છૂટ્યો

0


 

અમદાવાદના આશ્રમ રોડ પરના મુખ્ય આયકર ભવન ખાતે ફરજ બજાવતા ઇન્કમટેક્સના એડિશનલ કમિશનર 30 લાખ રૂપિયાની લાંચ લીધી છે. સંતોષ કારનાની નામના એડિશનલ કમિશનરે આંગડિયા પેઢી મારફતે ૩૦ લાખ લીધી હતી. જે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ રિકવર કરી છે. જો કે એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર પોતાની ઓફિસમાંથી ACBને હાથતાળી આપીને નાસી છૂટ્યો છે. તો ACB આરોપી અધિકારી સામે ગુનો નોંધ્યો છે.


અધિકારીએ લાંચ માગી હતી

અમદાવાદના આશ્રમરોડ પર આવેલા મુખ્ય ભવનમાં ફરજ બજાવતા એડિશનલ કમિશનર સંતોષ કરનાનીએ 30 લાખ રૂપિયા જેટલી રકમની લાંચ માંગી હતી. જેની રકમ આંગડિયા પેઢી મારફતે રિસીવ કરવા જતા અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરોને જાણ થઈ હતી .


સમગ્ર મામલો શું છે?

મળતી વિગત મુજબ, ઇન્કમટેક્સ વિભાગ, અમદાવાદ વિંગ દ્વારા ફરીયાદીના ઘરે, વ્યવસાયનાં સ્થળે તેમજ ફરીયાદીની કંપનીનાં કર્મચારીઓને ત્યાં કરેલા સર્ચ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કબ્જે કરેલા કાગળો તથા કરેલી કાર્યવાહીનાં કાગળોનો એપ્રેઝલ રિપોર્ટ બનાવવામાં આવેલા અને આ કાર્યવાહી બાદ સર્ચ બાબતનો કેસ ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદનાં સેન્ટ્રલ સર્કલ રેન્જ-1નાં એડિશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની પાસે હતો. આ ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદનાં એડિશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની વારંવાર તેમની ઓફિસે ફરીયાદીને બોલાવી ખૂબ જ મોટુ આર્થિક નુકશાન કરાવવાની વારંવાર ધમકી આપતા અને ફરીયાદીને આર્થિક નુકશાન ના થાય તેવું કામ કરવા માટે ફરીયાદી પાસે ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરતા હતા.


લાંચની રકમના 30 લાખ ACBએ રિકવર કર્યા

3 ઓક્ટોબર અને સોમવારે આરોપીએ ફરીયાદીને મળવા બોલાવેલા હોય જેથી ફરીયાદી તેઓને મળવા તેમની ઓફિસે ગયા હતા. ત્યારે આરોપીએ ફરીયાદીને મદદ કરવાનાં ભાગ રૂપે રૂ. 30 લાખની લાંચની માંગણી કરેલી અને તે પૈસા આરોપીએ ફરીયાદીને સિંધુભવન રોડ સ્થિત ધારા નામની કુરીયર ઓફિસ, સાંકેતિક એકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજ રોજ લાંચનું છટકું ગોઠવતા સાહેદે આંગડીયા પેઢીમાં આરોપીને આપવાના લાંચના નાણા રૂ. 30 લાખ જમા કરાવેલા હતા અને આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને આંગડીયા પેઢીમાંથી આરોપીને આપવાના લાંચના નાણા રૂ. 30 લાખ પંચો રૂબરૂ રિકવર કરેલા છે. આરોપીની ઓફિસમાં એસીબીની બીજી ટીમ જતાં હોબાળો થતાં પોતાની ઓફિસમાંથી ભાગી ગયેલા છે.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)