વડોદરામાં કન્ટેનર ટ્રક નીચે છકડો રીક્ષા અથડાતાં, બે બાળકો સહિત 10 લોકોના મોત, 7 લોકો ઘાયલ-vadodara acssident

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

વડોદરામાં કન્ટેનર ટ્રક નીચે છકડો રીક્ષા અથડાતાં, બે બાળકો સહિત 10 લોકોના મોત, 7 લોકો ઘાયલ-vadodara acssident

0
દશ લોકોને ને કાળ નો કોળિયો બનાવનાર યમદૂત બનેલ કન્ટેનર 

ડેસ્ક ,ટુડે ન્યુઝ ગુજરાતી /વડોદરામાં દરજીપુરા એરફોર્સ પાસે ,થયેલ ગમખ્વાર અકસ્માતમાં છકડા રીક્ષા માં સવાર ૧૦ લોકો ના કરુંણ મોત નીપજ્યા છે.આ છકડા ને રોડ ક્રોસ કરી, ડીવાઇડર કુદાવી આવેલ યમદૂત બનેલ ટ્રેકટર ચાલકે ટક્કર મારતાં આ ગોઝારા અસ્માતમાં બે બાળકો સહિત ૧૦ લોકો માર્યા ગયા છે.અહી રાહત મદદમાં પહોંચેલ પોલીસ  અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં થ્રી-વ્હીલર છકડો  કાટમાળ માં ફેરવાયો છે.જેના લીધે તેમાં સવાર લોકોની બોડી લોખડ નાં પતરા કાપી  બહાર કઢાઈ હતી અને  તેમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. આ અકસ્માતમાં અન્ય સાત ઇજાગ્રસ્તોને વડોદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

છકડા ના ફુરચા ઉડ્યા 


કન્ટેનર ટ્રક ચાલક બેફામ બની,સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા થયો અકસ્માત 

આ બાબતે હરણી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ.આર. વેકરિયાએ જણાવ્યું હતું કે બપોરના સમયે પ્રથમ એક કાર સાથે અથડાયા બાદ કન્ટેનર ટ્રકે તેનું સંતુલન ગુમાવ્યું હતું.અને ડિવાઈડર તોડીને રોડની બીજી બાજુએ જઈને એક ' છકડા રીક્ષા ' સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે બાળકો અને બે મહિલાઓ સહિત 10 લોકોના મોત થયા હતા. અન્ય સાત ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.જેમાં બે ની હાલત નાજુક છે.

પોલીસે ઘાયલોને સારવાર અર્થે ખસેડયા 

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કરી સહાય જાહેર કરી 

આ ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)