અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવા બિલ્ડિંગના બાંધકામ દરમિયાન માંચડો તૂટવાને કારણે આઠ મજૂર નીચે પટકાયા હતા. સાતમા માળેથી પટકાયેલા આઠ મજૂરમાં સાતનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ખસેડવામાં આ્યો છે. જ્યારે આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ-પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો નીકળી ગયા હતા. સાઇટ ઓફિસમાં અંદર બંને ચેમ્બરમાં એસી અને પંખા ચાલુ મૂકી નીકળી ગયા હતા. શૈલેષભાઈ નામની વ્યક્તિ સાઇટ પર બેસે છે, જેઓ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોની તપાસ કરવા માટે આવ્યા હતા, જ્યારે મીડિયાએ તેમને સવાલ કર્યો ત્યારે તેઓ મીડિયાથી ભાગતા ફરતા જોવા મળ્યા હતા. હવે આ શ્રમિકોનાં મોતનું જવાબદાર કોણ એ સવાલ ઊભો થવા પામ્યો છે.સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિકના જણાવ્યા પ્રમાણે, જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે માંચડો તૂટતાં કુલ આઠ લોકો પડ્યા હતા, જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડી હતી, બાકીના 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા, જેમને આસપાસના બિલ્ડિંગના લોકોએ રેસ્ક્યૂ કર્યા હતા. શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલન્સમાં મોકલ્યા હતાં. 15 મિનિટ બાદ અન્ય 4 વ્યક્તિને મોકલાયા હતા. એ ઉપરાંત બે જણા બેઝમેન્ટમાં ફસાયા હોવાની ખબર પડતાં તેમને બહાર કાઢ્યા હતા. પંપથી બેઝમેન્ટમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું ત્યારે વધુ 2 મજૂર મળ્યા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. 13મા માળે લિફ્ટનું કામ ચાલતું હતું. સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા. 6 જેટલા લોકો નીચે પડ્યા હોવાની મને ખબર છે.
માંચડો તૂટ્યો ત્યારે સાઇટ ઓફિસમાંથી લાઇટ-પંખા ચાલુ રાખીને સુપરવાઇઝર સહિતના લોકો ભાગી ગયા
September 14, 2022
0
Tags