તેલંગાણાના હૈદરાબાદમાં આવેલી હોટલ રુબીમાં લાગેલી આગમાં 8 લોકોનાં મોત થયાં છે. હૈદરાબાદના કમિશનરે કહ્યું હતું કે હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટર રિચાર્જ યુનિટ હતું, જ્યાંથી આગ ફેલાઈ હતી. પહેલા અને બીજા માળે ધુમાડો ભરાઈ જતાં ગૂંગળાઈ જવાથી લોકોએ જીવ ગુમાવ્યા હતા. જાણવા મળ્યું છે કે, હોટેલમાં 25 જેટલા લોકો હતા.
તેલંગાણાના ગૃહમંત્ર મોહમ્મદ અલીએ કહ્યું હતું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ફાયરબ્રિગેડની ટીમો સમયસર બચાવ માટે પહોંચી ગઈ હતી, પરંતુ, ધુમાડો ખૂબ જ વધારે હતો, જેને કારણે 6 લોકોનાં મોત થયાં હતાં. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. કોઈનું સ્કૂટર ચાર્જમાં પડ્યું હતું કે બીજો કોઈ ફોલ્ટ હતો એની તપાસ થઈ રહી છે..
જીવ બચાવવા બારીમાંથી કૂદી પડ્યા
સંખ્યાબંધ લોકો જીવ બચાવવા બારીમાંથી કૂદી પડ્યા હતા. કેટલાક લોકો દાઝી ગયાના અહેવાલ મળી રહ્યા છે. ઘાયલ તમામને નજીકની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.