ફાઈલ -ફોટો /ગૌભક્ત સરકાર સામે સંતોનું આંદોલન |
રીના પરમાર/ટુડે ન્યુઝ ગુજરાતી
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા સરકાર અનેક આંદોલન સામે ઘેરાઈ છે.જેમાં નવું ગૌસેવા સહાય ચુકવણી વિલંબ મુદ્દો નવું આંદોલન બન્યો છે. આજે જયારે ગાંધીનગરમાં ભાજપ સરકારે છેક માર્ચ2022ના બજેટમાં જાહેર કરેલ ગૌસહાય ની 500 કરોડની રકમ ના ફાળવતા સંતો વિરોધ પર છે.ત્યારે સંતો વ્હારે જિલ્લા ના પ્રસિદ્ધ દેવસ્થાન હાથીદરા ના સન્ત દયાલપુરીજી સામે આવ્યા છે.તેઓએ ગૌમાતા મુદ્દે સરકાર સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો, આજે સન્ત દયાલપુરીજી અધ્યક્ષતા માં આજે હાથીદરા ખાતે સંત સમેલન યોજાયું હતું જેમાં તેઓએ ગૌમાતા સહાયમાં સરકારની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા હતા સંત વર્ષોથી RSS વિચારક સંત તરીકે નામાંકિત થયા છે.તેઓ ભાજપ માં 1986 થી પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈજી ના નજીકમાં રહી અત્યાર સુધી પ્રખર રાષ્ટ્રીય સ્વયં સેવક તરીકે કાર્યરત રહ્યા છે.અને ભાજપ સંત સમાજ કમિટીમાં પણ કાર્યરત છે.જોકે ગૌમાતા આર્થિક સહાય મુદ્દે આજે તેઓ ખુલ્લેઆમ ભાજપ અને સરકાર પર બળાપો કાઢતા દેખાયા હતા.અને ગૌસહાય મુદ્દે હવે થી જ્યાં સુધી સહાય નહીં ચૂકવાય ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે તેવું જાહેર કરી ચુક્યા છે.જોકે ન્યાય સહુ માટે સમાન ખુશામત કોઈની નહીં સૂત્ર મુજબ વર્તતા, તેમનો આ ન્યાયનો બુલંદ અવાજ હરકોઈએ વધાવ્યો હતો.જોકે આટલેથી ના અટકતા સંતે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે આ મુદ્દે સરકારની નિષ્ક્રિયતા ચલાવી લેવાશે નહીં. અને 2022 માં જિલ્લા માં જ્યાં પણ ભાજપી ઉમેદવાર વોટ માંગવા આવશે તેનો અમે વિરોધ કરીશું,અમે ફ્ક્ક્ડ ગિરધારી છીએ,હિમાલય જતા રહીશું અમારે કઈ ના જોઈએ, પણ અમારે મત ગૌમાતા પહેલા પછી રાજકારણ હોવું જોઈએ,આ બેઠક દરમ્યાન ભાજપ સમર્થક વડગામ યતી મહારાજ સાહેબ, તેમજ બનાસ મેડિકલ કોલેજ ના ચેરમેન પરથીભાઇ ચૌધરી પણ હાજર દેખાયા હતા. આમ,પવિત્ર ધર્મસ્થળ હાથીદરા ના સન્ત દયાલપુરીજી એ આ મુદ્દે ખુલ્લેઆમ સરકાર વિરોધની ચીમકી ઉચ્ચારતા,આ બાબતની સરકાર સુધી તેની નોંધ લેવાઈ છે.. BJP on gaushala issue
ગાંધીનગરમાં ગૌસહાય માટે સંતોનું પ્રદર્શન ન્યાયિક : જાનકીદાસ બાપુ...
આજે ગાંધીનગર ખાતે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ અનશનનો સહારો લઇ આંદોલન કર્યું છે.કેમકે 500 કરોડની સહાય મામલે સરકાર એકપણ રૂપિયો ના ચુકવતા આજથી ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલકો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ધરણા પર છે.જેમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની સરકારે નોંધ ના લેતા 23 મી તારીખે ગૌશાળાના દરવાજા ખુલ્લા કરી,તમામ ગૌધન રામભરોસે છોડવાની ચીમકી ઉચ્ચારી છે.એટલુંજ નહીં આ મુદ્દે સરકાર ની શાન ઠેકાણે લાવવા ગૌશાળા અને પાંજરાપોળો માંથી ગાયોને છોડી મૂકી આગામી ચૂંટણીના બહિષ્કાર કરવાની સંતોએ કડક ચીમકી પણ આપી છે.
જિલ્લામાં સન્ત અને ગૌમાતા સહાય મુદ્દે બજારો રહેશે બન્ધ.. BJP on gaushala issue
આ આંદોલન ઉગ્ર બની રહ્યું છે જેમાં હવે ગાયોને સહાય માટેના બંધમાં ડીસા,ધાનેરા તેમજ અનેક શહેરોના તમામ વેપારી એસોસિયેશન જોડાશે તેવી જાહેરાત થઇ છે.રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળોને રૂ.500 કરોડની સહાયની જાહેરાત કર્યાના છ માસ થયા બાદ પણ સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતા રાજ્યભરમાં ગૌમાતાઓના લાભાર્થે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં ડીસામાં મોટાભાગના વેપારી એસોસિએશને બંધને ટેકો જાહેર કરતા ડીસા સજ્જડ બંધ રહેશે. કોરોના મહામારી બાદ રાજ્યભરમાં ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા અબોલ જીવો માટે દાનનો પ્રવાહ ઘટી જતાR ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને પશુઓ ની નિભાવણી મુશ્કેલ ભરી બની ગઈ હતી. જેમાં સરકારે આ વર્ષે બજેટમાં ગૌશાળા પાંજરાપોળ ને સહાય કરવા રૂપિયા 500 કરોડની જોગવાઈ કરી હતી. જોકે છ માસ બાદ હજુ પણ સરકારે સહાય પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. ગૌશાળા પાંજરાપોળ સંચાલકો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે સતત સરકારનું ધ્યાન દોરી રહ્યા છે તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતા હવે રાજ્યભરની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ગૌમાતાઓના લાભાર્થે 21 સપ્ટેમ્બરે બંધનું એલાન આપ્યું છે.BJP on gaushala issue
ત્યારે આ આંદોલન ખાળવા સરકાર શું કરશે? તેની પર લોકોની મીટ મંડાઈ છે..