1980ની વાત છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી RSSના પ્રચારક હતા. તે એક સ્વયંસેવકના ઘરે ગયા હતા, જે પોતાની પત્ની અને બાળક સાથે ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. તેણે ઘરે આવેલ મહેમાનને એક થાળીમાં બાજરીની અડધી રોટલી અને એક વાટકી દૂધ પીરસ્યું. સ્વયંસેવકની પત્ની બાળકને હાથમાં લઈને નજીકમાં બેઠી હતી.
બાળક દૂધના વાટકા તરફ જોઈ રહ્યું હતું. મોદી સમજી ગયા કે, તેમને જે દૂધ પીરસવામાં આવ્યું છે તે બાળક માટે જ આવ્યું હશે. આવી સ્થિતિમાં તેણે પાણીમાં ડૂબેલી રોટલી ખાઈ લીધી અને બાળકને ખવડાવવા માટે માતાને દૂધ પાછું આપ્યું. જેવું માતાએ બાળકને દૂધ આપ્યું કે તરત જ તેણે તેને એક શ્વાસમાં ગટગટાવી દીધું. આ જોઈને ત્યાં બધાની આંખો ભીની થઈ ગઈ. આ કિસ્સો ગુજરાતના જાણીતા ડૉક્ટર અનિલ રાવલ દ્વારા અવારનવાર સંભળાવવામાં આવે છે. ત્યારે તે મોદી સાથે હતા.
વડાપ્રધાન મોદીએ ઓગસ્ટ,2022ના તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં 1-30 સપ્ટેમ્બરને ‘ન્યુટ્રિશન મન્થ’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, બાજરીના ઉત્પાદનમાં ભારત મોખરે છે. બધા ભારતીયોએ તેને ખાવું જોઈએ. કુપોષણ સામે લડવા માટે આ અનાજ ખૂબ જ ફાયદાકારક છે.
કદાચ તમે વિચારી રહ્યા હશો કે, શા માટે આપણે બાજરીનો વારંવાર ઉલ્લેખ કરી રહ્યા છીએ?
વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ’ તરીકે ઉજવવામાં આવશે. વર્ષ 2021માં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મોકલ્યો હતો. બાજરી એક સ્માર્ટફૂડ છે, જેમાં ભરપૂર પોષકતત્વો હોય છે. બાજરી તો એક જ છે પરંતુ, દેશના દરેક ભાગમાં લોકો તેને જુદા-જુદા નામથી બોલાવવામાં આવે છે. ચાલો જાણીએ કે, બોલી બદલવાની સાથે તેનું નામ કેવી રીતે બદલાય જાય છે...