તાપસી પન્નુ ગુસ્સાથી લાલચોળ, બોલી- 'બૂમો ના પાડો, પછી કહેશો કે એક્ટર્સમાં વિવેક જેવું કંઈ હોતું નથી'tapasi pannu

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

તાપસી પન્નુ ગુસ્સાથી લાલચોળ, બોલી- 'બૂમો ના પાડો, પછી કહેશો કે એક્ટર્સમાં વિવેક જેવું કંઈ હોતું નથી'tapasi pannu

0


 બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ ફરી એકવાર મીડિયા પર ગુસ્સે થઈ છે. રિપોર્ટરના સવાલથી તાપસી નારાજ થઈ ગઈ હતી અને પછી એકદમ ગુસ્સાથી તમતમી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાપસી પન્નુ ગયા મહિને પણ રિપોર્ટર પર ગુસ્સે થઈ ગઈ હતી. તપાસી OTT પ્લે અવૉર્ડસ 2022માં આવી હતી. રેડ કાર્પેટ પર મીડિયા સાથેની વાતચીત દરમિયાન તાપસીને ફિલ્મ 'દોબારા'ને મળેલા નેગેટિવ રિવ્યૂ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. સવાલ સાંભળીને તપાસીએ કહ્યું હતું કે કઈ ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું નથી? રિપોર્ટર પોતાની વાત કરે તે પહેલાં જ તાપસીએ સવાલ કર્યો હતો, 'તમે મારી વાતનો જવાબ આપો, હું તમારા સવાલનો જવાબ આપીશ. કઈ ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું નહોતું. પછી રિપોર્ટરે કહ્યું હતું કે ક્રિટિક્સે પણ નેગેટિવ વાતો કહી હતી અને નેગેટિવ કેમ્પેઇન ચલાવ્યું હતું. આ વાત સાંભળીને તાપસી નવાઈમાં મૂકાઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં કહ્યું હતું, 'તમે સવાલ પૂછતા પહેલાં હોમવર્ક કરો. હવે જ્યારે પણ મને સવાલ પૂછો ત્યારે રિસર્ચ કરીને આવજો. પછી આ જ લોકો કહે છે કે એક્ટર્સમાં વિવેક નથી. બૂમો ના પાડો.' તાપસીનો આ વીડિયો વાઇરલ થયો છે. ઘણાં યુઝર્સે તાપસીને એરોગન્ટ કહી હતી. ઘણાં યુઝર્સે સવાલ કર્યો હતો કે તાપસી હંમેશાં કેમ ગુસ્સામાં રહે છે?

Post a Comment

0Comments
Post a Comment (0)