તારી જાતિ નીચી છે, મેડિકલ ઓફિસર તરીકે તારી ઔકાત શું? કહેનાર ભાજપના કોર્પોરેટર સહિતના સામે ફરિયાદ, કોંગ્રેસે કોર્પોરેટરને સસ્પેન્ડ કરવા માગ કરી

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

તારી જાતિ નીચી છે, મેડિકલ ઓફિસર તરીકે તારી ઔકાત શું? કહેનાર ભાજપના કોર્પોરેટર સહિતના સામે ફરિયાદ, કોંગ્રેસે કોર્પોરેટરને સસ્પેન્ડ કરવા માગ કરી

0


 નરોડામાં મેટર અહીંયા જ પતાવી દે, તારી જાતિ નીચી છે અને મેડિકલ ઓફિસર તરીકે તારી ઔકાત શું? કહી જાતિવિષયક શબ્દો ઉચ્ચારી છેડતી કરનાર ભાજપના કોર્પોરેટર સહિતના સામે ફરિયાદ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો વિપક્ષ કોંગ્રેસ પણ મહિલા ઓફિસરના સમર્થનમાં આવી છે અને કોર્પોરેટરને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. સસ્પેન્ડ ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.


પોલીસે વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધી

ભાજપના કોર્પોરેટરે નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના મહિલા મેડિકલ ઓફિસર સાથે માથાકૂટ કરી જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી છેડતી કરતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે પોલીસે હાલ તો આઇપીસીની કલમ 223, 332, 353, 354, 294(ખ), 506(2) અને એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મહિલા ઓફિસરે ફરિયાદ નોંધાવી છે

નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના મહિલા મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.સોનલબહેન બચુભાઇ પાંડોરે નરોડા પોલીસ સ્ટેશનમાં ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઇ પટેલ, કૈલાશબહેન ભરવાડ, મનીષા ભરવાડ, જયેશ ભરવાડ અને બોડા દરબાર સામે છેડતી, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે એવો આરોપ મુક્યો છે કે, 7 સપ્ટે.ના રોજ કોર્પોરેટર સોમભાઇ પટેલે જણાવ્યું હતું કે, તમે મારા ઓળખાણવાળા લવ ભરવાડના માતા કૈલાશબહેનને કેમ યોગ્ય જવાબ આપતા નથી. જેથી મહિલા તબીબે બધાના કામ કરીએ છીએ અને જવાબ આપીએ છીએ તેમ જણાવ્યું હતું. આ સમયે માથાકૂટ થઇ હતી. ત્યારબાદ કોર્પોરેટરે ગંદુ પાણી બોટલમાંથી મહિલા તબીબને પીવડાવી ધમકી આપી હતી કે, આ મેટર અહીંયા જ પતાવી દે, તારી જાતિ નીચી છે અને મેડિકલ ઓફિસર તરીકે તારી ઔકાત શું? તમારી આદીવાસી જાતિ છે તો આટલો બધો પાવર ન કરવાનો હોય. આ સમયે લવ ભરવાડના પત્ની મનીષા અને માતા કૈલાશબહેને પણ ધક્કો માર્યો હતો અને જયેશ ભરવાડે ધમકી આપી હતી.


ઉગ્ર આંદોલનની કોંગ્રેસની ચીમકી

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં મહિલા મેડિકલ ઓફિસર સાથે ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ સહિત 5 લોકોએ ગેરવર્તણૂક કરી અને જાતિ વિષયક શબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાજપના કોર્પોરેટરે મહિલા મેડિકલ ઓફિસર સાથે ગેરવર્તણૂક કરી હોવાને લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે કોર્પોરેટર વિપુલ પટેલને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. જો પીડિતાને ન્યાય નહીં મળે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


મેયર સમક્ષ વિપક્ષે વિપુલ પટેલને સસ્પેન્ડ કરવા માગ કરી

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું છે કે, ભાજપ એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરે છે. તો બીજી તરફ ભાજપના જ કોર્પોરેટર વિપુલ પટેલ મહિલા મેડિકલ ઓફિસર સાથે ગેરવર્તણૂક કરતા હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટર સામે મહિલા મેડિકલ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે ભાજપ આવા વ્યક્તિઓને છાવરી રહી છે. જેથી કોંગ્રેસ દ્વારા મેયર સમક્ષ માગ કરવામાં આવી રહી છે કે, વિપુલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવે. પીડિતાને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.


મહિલા સ્ટાફે આજે બેનરો સાથે કોર્પોરેટરનો વિરોધ કર્યો

નરોડા અર્બન હેલ્થ સેન્ટરની મહિલા સ્ટાફે આજે બેનરો સાથે ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલનો વિરોધ કર્યો હતો. જેમાં કોર્પોરેટર દ્વારા મહિલાઓ સાથેનો ખરાબ વ્યવહાર કઈ રીતે ચલાવી શકાય. ન્યાય આપો ન્યાય આપો એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. નરોડાના જ યુવા મોરચાના લવ ભરવાડ વિરુદ્ધ પણ બેનરો દર્શાવી મહિલાઓ સાથેનું વર્તન કઈ રીતે ચલાવી શકાય એમ કહી વિરોધ કર્યો હતો. ત્યારબાદ નરોડા પોલીસ સ્ટેશનમાં પણ વિપુલ પટેલ અને બોડા દરબારના નામના છાજીયા લઈ અને પોલીસ ફરિયાદની માંગણી કરાતા છેવટે પોલીસે ફરિયાદ નોંધી હતી.

Post a Comment

0Comments
Post a Comment (0)