પિતૃઓની પૂજા માટે ખૂબ જ શુભ સમય, આ સમયગાળામાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

પિતૃઓની પૂજા માટે ખૂબ જ શુભ સમય, આ સમયગાળામાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે

0



 17 સપ્ટેમ્બર, શનિવારે સૂર્ય કન્યા રાશિમાં આવી જશે અને આવતા મહિનાની 17 તારીખ સુધી આ રાશિમાં રહેશે. પછી તુલામાં જતો રહેશે. આ દરમિયાન બધી જ રાશિના જાતકો ઉપર સૂર્યની અસર પડશે. સૂર્યના કન્યા રાશિમાં આવી જવાથી તેને કન્યા સંક્રાંતિ કહેવામાં આવશે.


પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્યની શુભ અસરના કારણે મેષ, કર્ક અને ધન રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં સારા ફેરફાર થવાની શક્યતા છે. સાથે જ, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય માટે પણ શુભ સમય શરૂ થશે. ત્યાં જ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.જ્યોતિર્વિજ્ઞાનમાં સૂર્યને બધા ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્યની શુભ અસરથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. સરકારી કાર્યો પૂર્ણ થાય છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળે છે. મોટા લોકો અને અધિકારીઓ પાસેથી મદદ મળે છે અને સન્માન પણ વધે છે. ત્યાં જ, સૂર્યની અશુભ અસરના કારણે નોકરી અને બિઝનેસમાં વિઘ્ન આવે છે. નુકસાન પણ થાય છે. મોટા લોકો સાથે વિવાદ થઈ શકે છે. આંખને લગતી પરેશાની થાય છે. માથાનો દુખાવો પણ થાય છે. કામકાજમાં વિઘ્ન આવે છે. વિવાદ અને તણાવ પણ વધે છે.પૌરાણિક કથા અને માન્યતા પ્રમાણે જે દિવસે દેવ શિલ્પકાર ભગવાન વિશ્વકર્માની બ્રહ્માજીએ ઉત્પત્તિ કરી, તે દિવસે કન્યા સંક્રાંતિ હતી. કન્યા સંક્રાંતિનો યોગ સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશ કરવાથી બને છે. દર વર્ષે આ દિવસ સૂર્યની ગતિ પ્રમાણે 17 સપ્ટેમ્બરના રોજ જ આવે છે. આ દિવસે સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ થાય છે અને દેવ શિલ્પીજીની જયંતી ઊજવવામાં આવે છે.


25 સપ્ટેમ્બર સુધી શ્રાદ્ધ પક્ષ રહેશે

પિતૃ પક્ષ દરમિયાન 17 સપ્ટેમ્બરના રોજ કન્યા રાશિમાં સૂર્ય આવી જશે. વેદ અને ઉપનિષદોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્ય જ્યારે કન્યા રાશિમાં હોય છે ત્યારે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ. આવા શ્રાદ્ધથી પિતૃઓ આખા વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે. શ્રાદ્ધ પક્ષ 25 સપ્ટેમ્બર સુધી રહેશે. આ તારીખે સર્વપિતૃ અમાસ પણ રહેશે. ત્યાં જ, સૂર્યના કન્યા રાશિમાં રહેતાં શારદીય નોરતા અને દશેરા પણ ઉજવાશે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)