અલવા ગામ અને પેટાપરા વિસ્તારના ગ્રામજનોને છેલ્લા કેટલાક વર્ષોથી પીવાના પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. હદ તો ત્યારે થઈ જ્યારે, ગણેશ વિસર્જનના સમયે ગુલાલથી રંગાયેલ ગામના યુવાનોને પાણીની તંગીને કારણે 18 કિમી દૂર ઝાંઝરી ન્હાવા જવું પડ્યું હતું. તેની સાથે અનેક અબોલ પશુઓને પણ પાણીને લઈને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.
કપડવંજ તાલુકાના અલવા ગામમાં પીવાના પાણીને લઈને અનેકવિધ સમસ્યાઓ સર્જાઈ છે. આ સમસ્યાને લઈને ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા અનેકો વખત તંત્રને રજુઆત કરી હોવા છતાં કોઈ નિકાલ આવ્યો નહી. આ વખતે ધારાસભ્યને રજુઆત અને પાણીના પ્રશ્ને નિકાલ આવે એ માટે અરજી કરી છે. જે પ્રશ્નને લઈ તાત્કાલિક નિકાલ કરી પીવાનું પાણી કાયમ માટે મળી રહે તેવી સગવડ કરી આપવા બાબત ગ્રામ પંચાયતના અને આજુબાજુના કાંકરિયાના મુવાડા, વસ્તાજીના મુવાડા, ભેજલી, ગોબાજી, હિરાપુરા, શામળિયા તથા અન્ય બીજા નાના નાના ગામો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી પીડાય છે. ગામની આજુબાજુ આશરે 7000 જેટલી વસ્તી ધરાવતા ગામો છે અને ગામ અલવા તાલુકાના મતવિસ્તારમાં આવેલ છે. પરંતુ ગામને છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટેની સુવિધા કે સહકાર સરકાર તરફથી નથી. અનેકો રજૂઆત કરવા છતાં પણ એનો કોઈ પણ પ્રકારનો ઉકેલ આવેલ નથી.હદ તો ત્યારે થઈ જ્યારે, ગણેશ વિસર્જનના સમયે ગુલાલથી રંગાયેલ લોકોને પાણીની તંગીને કારણે 18 કિમી દૂર ઝાંઝરી ન્હાવા જવું પડ્યું. જેથી ઘણા વર્ષોથી અલવા ગામના લોકો હેરાન અને પરેશાન થઈ ગયા છે. આ ઉપરાંત અલવા ગામ વિસ્તારમાં પાણીના સ્તર ખૂબ જ નીચે છે. જેને કારણે પીવાના પાણીની ખૂબ જ મોટી અછત સર્જાય છે. જેથી આ સમસ્યા ઊભી થવા પામી હોવાનું જાણવા મળ્યું છે. વનોડામાંથી પાણી આપવામાં આવે છે જે કેટલાક સમયથી એટલે કે અંદાજે એક મહિનામાં એક જ વાર આપવામાં આવે છે. જેથી અલવા ગામના મહિલાઓને પીવાનું પાણી માટે દૂર દૂર ગામમાં જઈ અને પ્રાઇવેટ બોરમાંથી ખેતરોમાં પાણી ભરવા માટે જવાનો વારો આવ્યો છે. તેના કારણે ઘણી બધી તકલીફો ઊભી થઈ છે.