'બ્રહ્માસ્ત્ર'ની આડમાં કંગનાનો કરન પર શાબ્દિક પ્રહાર

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

'બ્રહ્માસ્ત્ર'ની આડમાં કંગનાનો કરન પર શાબ્દિક પ્રહાર

0


 રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકો ને ક્રિટિક્સે મિક્સ રિસ્પોન્સ આપ્યો છે. હવે ફિલ્મ અંગે કંગનાનું રિએક્શન આવ્યું છે. કંગનાએ 'બ્રહ્માસ્ત્ર'ના નેગેટિવ રિવ્યૂના સ્ક્રીનશોટ શૅર કરીને કહ્યું હતું, 'જ્યારે તમે ખોટું વેચવાનો પ્રયાસ કરો છો.' કંગનાએ કહ્યું હતું, કરન જોહર દરેક શોમાં લોકોને રણબીર-આલિયાને બેસ્ટ એક્ટર્સ ને અયાન મુખર્જીને જિનિયસ કહેવા માટે મજબૂર કરે છે. લોકો ધીમે ધીમે આ ખોટી વાત પર વિશ્વાસ કરવા લાગ્યા, કરને 600 કરોડ એવા ડિરેક્ટરને આપ્યા, જેણે પોતાની કરિયરમાં આજ સુધી એક પણ સારી ફિલ્મ બનાવી નથી.કંગનાએ ગઆળ કહ્યું હતું, 'હવે તેમનું ગ્રુપીઝમ તેમને જ નડી રહ્યું છે. લગ્નથી લઈ પોતાના બેબીનું PR, મીડિયાને કંટ્રોલ કર્યું, KRKને જેલ, રિવ્યૂ ખરીદ્યા, ટિકિટ પણ ખરીદી. આ લોકો બધું જ બેઈમાનીથી કરી શકે છે, પરંતુ એક સારી ઈમાનદાર ફિલ્મ બનાવી શકતા નથી.'

Post a Comment

0Comments
Post a Comment (0)