ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક નવું ફીચર રજૂ કર્યું છે. વાસ્તવમાં, કંપનીએ ભારતમાં માતા-પિતા માટે આ પ્રકારનું એક ટૂલ્સ રજૂ કર્યું છે, જેથી કિશોરવયના બાળકોની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. આ મોનિટરિંગ ટૂલ્સ વિશે માહિતી આપતા ઈન્સ્ટાગ્રામે (Instagram) એક નિવેદનમાં કહ્યું કે તે તેના પ્લેટફોર્મ પર ફેમિલી સેન્ટર નામનું ફીચર (New Feature) લોન્ચ કરી રહ્યું છે, જેની મદદથી બાળકોના પેરેન્ટ્સ મોનિટરિંગ ટૂલ્સ દ્વારા તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે. મેટા-માલિકીના ઇન્સ્ટાગ્રામે જણાવ્યું હતું કે આ પગલું માતાપિતાને સશક્ત કરવાનો અને કિશોર વપરાશકર્તાઓને ઑનલાઇન પ્રવૃત્તિ દરમિયાન સુરક્ષિત રાખવાનો એક માર્ગ છે. આ નવા પ્રાઈવસી ફીચર ટૂલનું નામ પેરેંટલ સુપરવિઝન ટૂલ્સ છે, જેના હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હવે સંવેદનશીલ સામગ્રી જોઈ શકશે નહીં. ઉપરાંત, માતાપિતા માટે બાળકની પ્રવૃત્તિ પર નજર રાખવામાં સરળ રહેશે.
વાલીઓને પેરેંટલ સુપરવિઝન ટૂલ્સ દ્વારા ફેમિલી સેન્ટરની સુવિધા પૂરી પાડવામાં આવશે, જેમાં વાલીઓ નિષ્ણાતોની મદદ લઈ શકશે. આ સાથે ઈન્સ્ટાગ્રામના નિષ્ણાતો પણ વાલીઓને માર્ગદર્શન આપશે. આ ફીચરની મદદથી પેરેન્ટ્સ પોતાના બાળકોનો ઈન્સ્ટાગ્રામ સ્ક્રીન ટાઈમ પણ જોઈ શકશે. આ સિવાય જો બાળક કોઈ મુશ્કેલીમાં મુકાય તો તેના માતા-પિતાને પણ તેની સૂચના મળશે.નવા ટૂલ વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ બાળકો ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બ્લોક કરશે તો તેની સૂચના પેરેન્ટ્સ સુધી પહોંચી જશે. ઇન્સ્ટાગ્રામે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મેટા ભારતના નિષ્ણાતો, માતાપિતા, વાલીઓ અને યુવાનો સાથે નજીકથી કામ કરી રહ્યું છે. તેનાથી તેમની જરૂરિયાતો સમજવામાં મદદ મળી.
Instagram યુઝર્સ હવે કરી શકશે Repost
આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સને હવે જલ્દી જ એક વધુ સુવિધા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Instagram ટૂંક સમયમાં તેના કેટલાક વપરાશકર્તાઓ માટે એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે. આના દ્વારા યુઝર્સ કોઈપણની પોસ્ટને રી-પોસ્ટ કરી શકશે. આ ફીચરની ચર્ચા થઈ રહી હતી પરંતુ હવે મેટાએ પણ તેની પુષ્ટિ કરી છે.રિપોર્ટ અનુસાર, કંપની ટૂંક સમયમાં આ નવા ફીચરને કેટલાક યુઝર્સ સાથે ટેસ્ટ કરવા જઈ રહી છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર્સ કોઈપણની પોસ્ટને રીશેર કરી શકશે. હાલમાં, Instagram પર વપરાશકર્તાઓ સરળતાથી કોઈપણ વપરાશકર્તાની Instagram સ્ટોરીને શેર કરી શકે છે. પરંતુ આ ફીચર હજુ સુધી ફીડ કે પોસ્ટ માટે ઉપલબ્ધ નહોતું. હવે નવી રીપોસ્ટ ફીચર પણ આવી જ રીતે કામ કરશે, જેના દ્વારા યુઝર્સ સરળતાથી કોઈની પોસ્ટ શેર કરી શકશે.