મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી, 50 કરોડથી વધુનો પ્રતિબંધીત સિગારેટનો જથ્થો જપ્ત કર્ય

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી, 50 કરોડથી વધુનો પ્રતિબંધીત સિગારેટનો જથ્થો જપ્ત કર્ય

0


 કચ્છના (Kutch)  મુન્દ્રા પોર્ટ પર DRIએ  મોટી કાર્યવાહી કરી છે.અંદાજીત 50 કરોડથી વધુનો પ્રતિબંધીત આયાતી સિગારેટનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે.ગુજરાતમાં DRIની આ  અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. મહત્વનું છે કે બે શંકાસ્પદ કન્ટેનર (Container) અટકાવી તપાસ કરતા આ પ્રતિબંધીત સિગારેટનો (cigarette) જથ્થો મળી આવ્યો હતો.તમને જણાવી દઈએ કે,સુરતમાંથી (Surat) ઇ- સિગારેટ ઝડપાયા બાદ મુન્દ્રામાં DRIએ તપાસ હાથ ધરી હતી.હાલ DRI દ્વારા આયાતકારના અન્ય કન્ટેનરો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ સુરતમાં DRIએ 20 કરોડ રૂપિયાની ઈ સિગારેટનો (E- cigarette)  જથ્થો જપ્ત કર્યો હતો..શહેરના સચિન હાઇવે પરથી મોટુ કન્ટેનર ઝડપી પાડ્યું હતું.કરોડોની સિગારેટ સાથે એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈ-સિગારેટનો જથ્થો ચીનથી આવી હતી અને મુંબઈ  (Mumbai) લઈ જવાની હતી.હાલ આ સમગ્ર મુદ્દે DRIએ વધુ તપાસ શરૂ કરી છે.

Post a Comment

0Comments
Post a Comment (0)