રીના પરમાર, ટુડે ન્યુઝ ગુજરાતી/ગુજરાતમાં ગમે તે સમયે રાજ્ય ચૂંટણી પંચ ઇલેક્શન જાહેર કરી શકે છે.તે સ્થિતિમાં ગુજરાતમાં સરકારને ઘેરવા વિવિધ સંગઠનોના અદાજિત ૨૦ થી વધુ આંદોલન સક્રિય થયા છે.સતત હાકોટા, સાથે અહી સચિવાલય માં પોતાની માંગો પૂરી કરવાની વાત લઈ આવતાં લોકો માને છે કે સરકાર સર્વશકિતમાન છે. એક બટન દબાવશે અથવા જે તે વિભાગનો વડો એક પરિપત્ર કરશે.અને આ પરિપત્રથી તમામ સમસ્યાઓનો અંત આવી જશે. લોકોની વાત પણ ન્યાયિક હોય, તેમની આ સંવેદનાઓને પૂરતો અને સત્વરે ન્યાય મળવો જોઈએ તેની અમે હિમાયત કરીએ છીએ.જોકે ખરબો ના આ વધારાના પગાર,ભથ્થાં ખર્ચમાં યાંત્રિક અને તાંત્રિક તેમજ અનેક પ્રકારની વહીવટી પ્રોસેસ પણ કરવી પડતી હોય છે. કેમકે વધારાનો ખર્ચ સીધો રાજ્યના નિધિ અને ફડ ના બેલેન્સ ને અસર કરતો હોય છે. અને આ તમામ બાબતો પણ ખુબજ અભ્યાસ માંગતી હોય છે.જે પણ જોવું જોઈએ તેવું મંતવ્ય પોલિટિકલ એક્સપર્ટ માનતા હોય છે.
સતત પાંચ મંત્રીઓ, કરી રહ્યા છે, આંદોલન આગેવાનો સાથે સંવાદ.
સૂત્રોનું માનીએ તો ગુજરાતમાં વિધાનસભા ઇલેક્શન પહેલાં સરકાર વિરોધી આંદોલનને રોકવામાં હાઇકમાડ દ્વારા બુદ્ધિજીવી યુવા મંત્રીઓની ખાસ પેનલ બનાવાઈ હતી.જેઓને દાયિત્વ અપાયું હતું કે સરકારનું નાગરિકો પ્રત્યેનું દાયિત્વ સરકારે દેશમાં ચર્ચિત વિકસિત ગુજરાત મોડલ થી મજબૂત નિભાવ્યું છે.દેશ વિદેશમાં ગુજરાત મોડલ છવાયેલ છે.જોકે ઇલેક્શન મોડમાં વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમીપાર્ટી લોકોનની નાનીમોટી સમસ્યાઓને ,સંવેદનનાની પટ્ટી ચઢાવી સરકાર ને ઘેરવા પ્રયત્ન કરી સકે છે.આ ચૂંટણી કાવાદાવા માં વિપક્ષ સફળ ન થાય તે માટે આવા વિરોધ અને આંદોલન ને સફળ રીતે સમાધાનકારી નીતિએ ખાળવા શીખ અપાઈ હતી.જોકે ભાજપ સરકારની આ પેનલના તમામ મંત્રીઓએ છેલ્લાં બે મહિનાની સ્થિતિમાં સચિવાલય ના કાર્યાલયને જ પોતાનું નિવાસ્થાન બનાવી,સતત થતાં આંદોલનને ખાળવા અનેક નીતિવિષયક નિર્ણયો લીધા છે.જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અને અન્ય ખાખી સમર્પિત વિભાગો સાથે સફળ સંવાદ કરી, શ્રેષ્ઠ સમાધાન કરતાં આ આંદોલન અથવા ચળવળ શાંત થઈ છે.
કોણ છે.? પ્રમુખ પાંચ નેતાઓની આ પેનલનાં મંત્રીશ્રીઓ :-
ગુજરાત વિધાનસભા ચૂંટણીની પાંચ નેતાઓની આ મુખ્ય પેનલમાં ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય પ્રધાન બ્રિજેશ મેરાજાનો સમાવેશ થાય છે.આમ તો કોર કમિટી ના સન્માનિત સદસ્યો પણ નીતિવિષયક નિર્ણયમાં ટેકેદાર ભૂમિકામાં રહી યોગ્ય સલાહ સૂચન આપતા હોય છે.ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષ ભાજપે મુખ્ય પાંચ મંત્રીઓની ટીમ બનાવી હતી. આ ટીમનું કાર્ય રાજ્યમાં વિરોધ અને આંદોલનોને રોકવા માટે લોકોના પ્રશ્નોને ઝડપી સંજ્ઞાન લેવાનું હતું. જો કે, વિરોધનના મુદ્દાઓમાં મુખ્યત્વે પગાર વધારો,અન્ય આર્થિક લાભ, કાયમી નોકરી, જેવાં મુદ્દાઓ સમાયેલ હોઇ, અને આ નીતિવિષયક નિર્ણય સિધો જ સરકાર ની તિજોરી પર વધારાનો બોજ પડવાનો હોઇ, તેનું યોગ્ય ખર્ચ સંકલન, જમા - ઉધાર પાસાઓનો અભ્યાસ, તેનું આલેખન અને યાંત્રિક તેમજ તાંત્રિક ઉશ્કેરતા મુદ્દાઓને પણ ઝીણવટભર્યું મૂલ્યાંકન જરૂરી હોય તેમજ આ નિર્ણય અધિકાર પણ પૂર્ણ મંત્રીમંડળ ને લેવાનો હોઇ, કેટલાંક આંદોલન માં અસરકારક રીતે નિવેડો નથી આવી શક્યો.જોકે રાજકારણમાં આ મુદ્દે વિરોધીઓ આ મંત્રીઓ ને ઘેરાવામાં નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં હોવાના ઇનપુટ છે.અને 20 જેટલાં વિવિધ આંદોલન ને રોકવા અથવા ઝડપથી ઉકેલવા માટે રચાયેલી પાંચ-મંત્રાલયની સમિતિ રાજ્યમાં વિરોધને રોકવામાં પૂર્ણ સફળ નથી તેવા અતાર્કિક દાવાઓ થઈ રહ્યા છે.જોકે ન્યાયિક રીતે મૂલ્યાંકન કરાય તો આ કમિટી ના પાંચ મંત્રીઓની નિષ્ઠા, અને રાજધર્મ ને કદાપી નજર અંદાજ ન કરી શકાય ..
ડિસેમ્બરમાં ચૂંટણીનો અંદાજ,અને વર્તમાનના આંદોલનો..
ગુજરાતમાં હાલમાં ઓછામાં ઓછા ૨૦ જેટલાં આંદોલનો નો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. જેના કારણે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર પર દબાણ વધી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલયમાં મળેલી છેલ્લી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ તમામ આંદોલનો ખતમ કરવા માટે સપ્ટેમ્બર મહિનાની સમયમર્યાદા આપી હતી. જેની પર ગુજરાત ભાજપ સરકાર મંત્રીમડલ સાથે સીધા સંપર્કમાં રહી, મોનીટરીંગ કરી સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ કામ કરી રહી છે. જોકે આ આંદોલનના મુદ્દાઓમાં ખરબોનો ખર્ચ સરકારી તિજોરી પર પડતો હોઇ, તેનું પણ મૂલ્યાંકન જરૂરી છે.
હાલના આંદોલન યુગમાં શિક્ષકો,વર્ગ 4 સરકારી કર્મચારીઓ,આરોગ્ય કર્મચારીઓ,ખેડૂતો,લોકરક્ષક દળ (LRD) ભરતી ઉમેદવારો, ફરજ પર માર્યા ગયેલા સરકારી કર્મચારીઓના સંબંધીઓ, જંગલો હાલમાં વિવિધ મુદ્દાઓ માટે વિરોધ કરી રહેલા લોકોમાં સામેલ છે.ગૌરક્ષકો,મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ, આંગણવાડી કર્મચારીઓ, સચિવાલયના કારકુનો અને ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકો.જૂની પેન્શન યોજના (OPS) ના અમલીકરણની માંગણી સાથે રાજ્યભરમાં સેંકડો ભૂતપૂર્વ અને વર્તમાન સરકારી કર્મચારીઓ ગુરુવારે 'પેન-ડાઉન' વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.તો વળી બજેટ માં ૫૦૦ કરોડ ની પશુસહાય મુદ્દે આ સહાય ચૂકવવામાં થયેલ વિલબ પણ મુદ્દો બન્યો હતો.
પૂર્વ દૂધસાગર ડેરી ચેરમેન વિપુલભાઈ ચોધરી ધરપકડ મુદ્દો પણ ચર્ચિત..
તાજેતરમાં, ચૌધરી સમાજે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન રૂ. 750 કરોડની ગેરરીતિનો આરોપ ધરાવતા નેતા વિપુલ ચૌધરીની ધરપકડ સામે વિરોધ શરૂ કર્યો હતો. કેન્દ્ર સરકારના 'ભારતમાલા પ્રોજેક્ટ' સામે ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન, ભારતીય કિસાન સંઘ ઈચ્છે છે કે રાજ્ય સરકાર ખેડૂતો માટે એક સમાન વીજળીના દરો જાહેર કરે.
જો કે કેટલાક વિરોધ પ્રદર્શનો પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના કર્મચારીઓ,ભૂતપૂર્વ સૈનિકો અને માલધારી સમુદાયે બુધવારે આ મુદ્દે સરકાર દ્વારા ધ્યાન આપવાની ખાતરી આપ્યા બાદ તેમનું આંદોલન પાછું ખેંચ્યું હતું.
આંદોલનનું પ્રચાર માધ્યમ, અખબાર અને ટીવી ડીબેટમાં ભાજપી પ્રેસ મીડિયા અને સંગઠન ટીમનું દમદાર પ્રદર્શન..
ગુજરાતમાં થતાં વિવિધ આંદોલનમાં લોકોની રજૂઆત, પીડા સમસ્યા, સત્યાગ્રહ છાવણી, તેમાં પડતી તકલીફો, જેવાં વિષયની ખબરો સાથે લોકોની સંવેદના જોડાતી જાય છે,આ સમાચારો ટીવી માં કદાચ ૩ કે ૫ મિનિટ ના પેકેજ સ્વરૂપ હોય અથવા ટીવી ડીબેટમાં સ્થાન પામે તો ૨૫ મિનિટ જેટલો સ્લોટ આ ન્યુઝ નો હોય છે. જોકે તેમાં પોલિટિકલ એક્સપર્ટ, ન્યુઝ એકર, વિરોધપક્ષ અને ડિફેન્સ માં ભાજપ પ્રવક્તા હોય છે.જેમાં સરકાર જેની તેની પાસે જાદુ નો ચિરાગ હોય તેવું માની બધા તેની પર તુટી પડે છે.ભાજપ કેડર પાર્ટી હોઇ અહી પ્રોટોકોલ મુજબ મીડિયા ડીબેટમાં સ્પોક પ્રસન પહેલે થી નક્કી હોય છે. અને તેઓ પર સાગમટે થયો હુમલો જોવા જેવો હોઇ TRP માં આવા સ્લોટ વધુ દર્શકો ને આકર્ષિત કરે છે.
ગુજરાતમાં લોકસંપર્ક અને સંવાદમાં સતત જોડાયેલ ભાજપની ધુરંધર,બોદ્ધિક ટીમ..
ભાજપ માં શબ્દોના સ્વામીની ઓળખ બનેલ શ્રી યમલ વ્યાસ
ભાજપમાં તમામ નેતાઓ પ્રજાસંવાદ માં માહિર છે.જોકે તેમાં સહુથી અસરકારક બોલતો કોઈ ચહેરો હોય તો તે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ છે. તેઓ ની તાર્કિક દલીલ, તેમના હરીફો ને ઘણીવાર અસમજ સ્થિતિમાં મૂકી દે છે. 'પહેલો ઘા રાણાનો'અદાથી સી.આર.પાટીલ પોતાની વાત મૂકી તેમના હરીફો ને હફાવે છે.તો વળી ઋત્વિકભાઈ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા પણ શબ્દબાણનો ઉપયોગ કરતાં મહારથી છે. જેઓ સતત ભાજપ પ્રચારક તરીકે છવાયેલ રહે છે.જ્યારે અન્ય દમદાર પ્રચારકોમાં ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગના યગ્નેશભાઈ દવે, યમલભાઈ વ્યાસ, સહુથી આક્રમકતાથી અને પોતાની દમદાર તાર્કિક દલીલોથી ભાજપનો સફળ રીતે પક્ષ મૂકતા પ્રચારક છે.જેઓ ટીવી ચેનલ ડીબેટ અને ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ત્રાગ્રામ પર વિરોધી પાર્ટીઓ પર નિશાન તાકવાની એક પણ તક ચૂકતા નથી.જેમાં શેલેશભાઈ પરમાર,ભરતભાઈ ડાંગર,હિતેન્દ્રભાઇ પટેલ જેવા દમદાર લોકો પણ વખતોવખત દરેક મુદ્દે સરકારની ટીકાઓ નો અસરકારક જવાબ આપે છે.
તાજેતરમાં આ તમામ પ્રચારકો વચ્ચે માલધારી સેલના ડો. સંજયભાઈ દેસાઇની માલધારી સમાજના તેમજ લંપી તથા પશુબિલ મામલે થયેલ ઉહાપોહ ને શાંત પાડવાના અસરકારક ભૂમિકા ભજવી ચૂક્યા છે.
કોંગ્રેસ પ્રચારક -manishbhai doshi |
કોંગ્રેસ પ્રચારક ટીમ..
કોંગ્રેસમાં આમ તો અનેક નેતાઓ સારા પ્રચારક રહી ચૂક્યા છે.જેમાં સહુથી લોકપ્રિય ચહેરો મનીષ દોશી રહ્યાં છે. જેઓ અનુભવ આધારે શાંતિથી અસરકારક વાત મૂકતા મહારથી તરીકે ઓળખાય છે. કેટલાક સારા બોલવાવાળાઓમાં જયરાજસિંહનો સમાવેશ થતો હતો.જોકે તેઓ હવે ભાજપના પ્રવકતા છે. ડીબેટમાં પણ ભાજપ વતી દેખાય છે.જોકે કોંગ્રેસ ના જગદીશ ઠાકોર,અને જીજ્ઞેશ મેવાની, સરકાર ને ઘેરવા ના દરેક ઊભા થતાં મુદ્દાઓમાં વખતો વખત તીખી પ્રતિક્રિયા આપતાં દેખાય છે.
ફાઈલ ફોટો -જગદીશ ઠાકોર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ |
કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને દલિત સમાજના નેતા -jignesh mevani
આમ આદમી પાર્ટીના પ્રવક્તા..
ફાઈલ ફોટો -આમ આદમી પાર્ટીનાં કેજરીવાલ સાથે ગોપાલ ઇટાલિયા
આમ તો આમ આદમી પાર્ટીના, ગુજરાતના મુખ્ય પ્રવકતા હાલ તો ખુદ ગબ્બર જેમ અરવિંદ કેજરીવાલ છે.જેઓ દરેક પ્રવચનમાં ઇન્કલાબ જિંદાબાદ સાથે. હમ ઈમાનદાર લોગ હે, કહતે હૈં વો કરકે દિખાયેગે... બોલી સરકાર ને ઘેરવાની તક છોડતા નથી.
-ઈશુદાંન ગઢવી - |
ત્યારે તેમની ટીમના ગોપાલભાઈ ઇટાલિયા,અને vtv મીડિયામાં રહી, પોતાના ટોક શો માં ગ્રામીણ વિસ્તારમાં પોતાની અસલ તળપડી ભાષામાં પકડ જમાવી નામના મેળવનાર ઈશુદાંન ગઢવી પણ સારા પ્રવકતા પ્રચારક છે .