સરકારને ઘેરવાનું "ટાણું" બની ગુજરાત વિધાનસભા ચૂંટણી, 'તેર સાંધે ને તેર તૂટે તેવો ઘાટ' - gujarat Election

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

સરકારને ઘેરવાનું "ટાણું" બની ગુજરાત વિધાનસભા ચૂંટણી, 'તેર સાંધે ને તેર તૂટે તેવો ઘાટ' - gujarat Election

0

 


રીના પરમાર/ટુડે ન્યૂજ ગુજરાતી 

ગુજરાત : ઇતિહાસ ગવાહ છે કે જયારે-જયારે ઈલેક્સન આવે ત્યારે મતદારોનો મિજાજ બદલાય છે.gujarat Election અને તે બાદ હાકોટા, પડકારાઓને વિપક્ષ સળી કરતા આંદોલનનો સિલસિલો શરૂ થાય છે.ગુજરાતમાં સીટીંગ સરકાર આવા નાનામોટા 20 જેટલા આંદોલનથી એવી અટવાઈ છે.કે  વિધાનસભામાં અગત્યના કામોની ફાઈલો આંદોલનનોની ચિચિયારીઓ વચ્ચે દબાઈ ગઈ છે.આ તમામ આંદોલન સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યા છે.સરકાર સોલ્યુસન મારવા મથામણ કરે છે.પણ ધાર્યું પરિણામ આવતું નથી.. 

File-photo


અચાનક કેવા-કેવા આંદોલન ફૂટી નીકળ્યા તેની પર એક નજર.. gujarat Election 

આ આંદોલનમાં માજી સૈનિકોનું આંદોલન, VCE કર્મચારીઓનું આંદોલન, આંગણવાડી બહેનોનું આંદોલન, વનરક્ષક અને વનપાલ કર્મચારીઓનું આંદોલન, ભારતીય કિસાન સંઘનું આંદોલન સરકારને ચોમેરથી ઘેરી રહ્યું છે, ત્યારે આંદોલનના સમાધાન માટે સરકારે કમિટી બનાવી છે. પરંતુ ગાંધીનગરમાં છેલ્લા 7 દિવસથી ધરણા પર બેસેલા પૂર્વ સૈનિકો પોતાની પડતર માગણીઓ પર અડગ જોવા મળી રહ્યા છે.gujarat Election તેમણે મેડલ પરત કરવા રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે.તો વળી  વર્ગ 3 અને 4ના કર્મચારીઓનું આંદોલન, VCE કર્મચારીઓનું આંદોલન, LRD મહિલા ઉમેદવારો મેદાને, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો વિરોધ, ST અને બોર્ડ નિગમના કર્મચારીઓનો વિરોધ, અને બાકી રહી ગયેલ મધ્યાહન ભોજનના કર્મચારીઓના પણ ધરણાનો મુદ્દો પણ વહેતી ગન્ગા માં હાથ ધોવા કૂદી પડ્યો છે.

અરે ભાઈ, માની લો કે આ તમામ આંદોલન સાચા છે.બધાને ન્યાય મળવો જોઈએ. પગાર વધવા જોઈએ, પણ 2017 થી ચૂંટાયેલી સરકાર સામે પાંચ વર્ષ બાદ આમ સામુહિક હુમલા શું યોગ્ય છે ?જો આ કામ 2018 થી થયું હોત તો નવા સુધારા, નોટિફિકેશન કરીને પણ સરકાર સમાધાનકરી રસ્તો કાઢી સકી હોત.gujarat Election 



માલધારીઓને મનાવવામાં ભાજપ માલધારી સેલ ડો.સંજય  દેસાઈ બન્યા હુકમનો એક્કો.

સરકાર ઘેરવા માલધારી સમાજ ની ઘેરાબંધી સહુથી વધુ અકળાવનારી બની હતી,ચોમેર થી માલધારી સંત સમાજ, સન્માનિત ભુવાજીઓ એ એક સંપ થઇ, પોતાની એકતા અને તાકાતનું શક્તિ પ્રદર્શન કરતા, ઢોર નિયંત્રણ વિધેયક રાજ્યપાલે પરત મોકલ્યું,gujarat Election 

આ વિધેયક 21 મી તારીખે સરકારમાં પાછું ખેચાસે.જે માલધારી સમાજની ન્યાયિક જીત લેખાઈ રહી છે.જોકે સમાજ અને સરકાર વચ્ચે ઘેરાયેલ ભાજપ માલધારી સેલ ડો.સંજય  દેસાઈ એ સમાજ અને સરકાર વચ્ચે સેતુ બની સતત દોડતા રહેતા તેઓની કામગીરી સરકાર અને સમાજમાં  આવકાર્ય બની હતી.. 

ઍન્ટ્રિ એટલી કે ગાંધીનગરની હોટલો ફૂલ થઇ ગઈ,

ગાંધીનગર માં જ્યાં જુઓ ત્યાં કર્મચારીઓએ પોતાની જોબ સિક્યોરિટી, કાયમી કરવાની માગણીઓ મામલે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. વન રક્ષકો અને વનપાલ પણ તેમની ગ્રેડ પે, રજાના દિવસે કામનો પગાર, પીટીએ, ભરતી-બઢતીનો રેશિયો 1:3 કરવો, નોકરીનો સમયગાળો નક્કી કરવો સહિતની માગણીઓ સાથે દેખાવો કરી રહ્યા છે.gujarat Election તે સિવાય સરકારી વર્ગ-4ના કર્મચારીઓ પણ તેમની 14 જેટલી માગણીઓ સાથે દેખાવો કરી રહ્યા છે. રાજ્યભરની સરકારી શાળાઓમાં શિક્ષકો સહિત અન્ય સરકારી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી પડયા હતા. ગાંધીનગરના જૂના સચિવાલયમાં પણ કર્મચારીઓએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા હતા. ત્યારે રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પણ જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ સંદર્ભે ચાલી રહેલા આંદોલનને ટેકો આપવામાં આવ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે અનેક વાર રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યુ નથી.જોકે રાજ્યભરમાંથી આવતા આંદોલનકારીઓ એડવાસ પ્લાનિંગ કરી આવતા હોઈ આજુબાજુના વિસ્તારોની હોટલો ફૂલ થઇ ગયાના ઇનપુટ છે.



વનવિભાગમાં પણ આંદોલનનો જુસ્સો.. 

રાજ્યમાં જંગલ ખાતામાં વન રક્ષક અને વનપાલ તરીકે મોટી સંખ્યામાં નાના કર્મચારીઓ નોકરી કરે છે. તેમને વાત માનીએ તો તેઓને નજીવું વેતન મળે છે.gujarat Election અને નિત્ય જોખમ સાથે જન્ગલમાં નોકરી કરવાની હોય છે.તેમનો હક્ક છે કે તેઓને  સન્માનજનક વળતરરૂપી પગાર મળે,અને આજ મુદ્દે તેઓ  સામુહિક રીતે  આંદોલનના માર્ગે છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. વનરક્ષકની  વેતન ની અપડેટ્સ જોઈએ તો  વનરક્ષકને રૂ. 2,800નો ગ્રેડ પે આપવા માગ, વનપાલ કર્મચારીઓને રૂ. 4200નો ગ્રેડ પે આપવા માંગ, રાજાના દિવસનો પગાર આપવા માગ, ડ્યુટીના કલાકો નક્કી કરવા માગ કરાઇ રહી છે. આ પ્રકારની માગણીઓ વનરક્ષકોએ રાજ્ય સરકાર સમક્ષ મૂકી છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ મગાણીઓ કરી રહ્યા છે પરંતુ તેમની માગણીઓનું કોઈ નિરાકરણ આવતું નથી.

મોટાભાગના લોકો ની વાત બિલકુલ ન્યાયિક છે.જોકે ચૂંટણી નજીક હોઈ સરકાર માની જશે તેવો આશાવાદ પણ આ લોકોને છે.જોકે આપ ની રેવડી ક્લચર લોકપ્રિયતા જોઈ  ભાજપ આ ચૂંટણીમાં કોઈપણ કસર છોડવા નથી માંગતું, ત્યારે આંદોલન મામલે કોંગ્રેસે પણ સરકારને ધેરવાનો પ્રયત્ન કર્યો છે. gujarat Election જોકે, આંદોલનો ઉગ્ર ન બને તે માટે આંદોલન નગરી બનેલું ગાંધીનગર હાલ પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે.જોકે સરકારના મન્ત્રીઓ,સંગઠન, અને તેના પદાધિકારીઓ,વિવિધ મોરચાના પ્રદેશ આગેવાનો સામાજિક લેવલ થી પણ આ આંદોલન નો અંત લાવવા મથામણ કરી રહ્યા છે.ત્યારે  હવે જોવું એ રહ્યું કે આંદોલનનો અંત કેટલો ઝડપી અને કેવી સમાધાનકારી નીતિ આધારિત બનશે ?

Post a Comment

0Comments
Post a Comment (0)