આમ આદમી પાર્ટીના ગુજરાતના બે ગેમ ચેન્જર |
ટુડે ન્યુઝ ગુજરાતી પોલિટિકલ બ્યુરો/ગુજરાતમાં ઇલેક્શન સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે.તેમતેમ આમ આદમી પાર્ટી ની ચટણી રણનીતિ આક્રમક બની રહી છે.જેમાં તાજેતરમાં આમ આદમી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પોતાના હુકમ ના એક્કા સમાન બે યુવા નેતા સંદીપ પાઠક અને રાઘવ ચઢ્ઢાને મેદાનમાં ઉતાર્યા છે. પોલિટિકલ એક્સપર્ટ નું માનીએ તો આ બન્ને યુવા પોલિટિશિયન પજાંબ જેમ ગુજરાતમાં પણ અણધાર્યા પરિણામો માટે સક્ષમ છે જે હવે સતત ગુજરાત માં રહી આમ આદમીના કદ અને સંગઠન તેમજ લોકો વચ્ચે જશે.અને દિલ્હી મોડલ અને પ્રચાર પદ્ધતિથી મતદારો ને આમ આદમી પાર્ટી તરફ આકર્ષિત કરશે.આ બન્ને યુવા નેતાનો ઇલેક્શન કેમ્પેઇન ટ્રેક રેકોર્ડ જોતા તેમને હળવાશથી લેવા,ભાજપ અને કોંગ્રેસ માટે ભૂલ ભરેલું કહેવાશે.Game changer player
કેજરીવાલ ને ગુજરાતમાં સુવર્ણ તક દેખાતાં, એડીચોટનું લગાવી રહ્યા છે જોર -Game changer player
ગુજરાત આમ આદમી પાર્ટી ટીમ - ફાઈલ ફોટો |
સૂત્રોનું માનીએ તો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં અરવિંદ કેજરીવાલે થર્ડ પાર્ટી સર્વે કરાવતાં અહી તેઓએ કોંગ્રેસની આંતરિક જૂથવાદ નબળી બનતી સ્થિતિમાં પોતાનો ગુજરાતમાં પગપેસારો કરવાની ઉજળી તક દેખાઈ હતી,તો વળી દિલ્હી અને પંજાબ પછી, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ પોતાની પાર્ટીનું કદ વધારવા અને મતદારોનો વિકલ્પ બનવા જોર લગાવ્યું છે.કેજરીવાલ ના સતત ગુજરાત પ્રવાસ અને શોશિયલ મીડિયામાં અવનવા પ્રચાર ની તકનીક અહી આમ આદમી માટે સફળ થઈ રહી છે.અને માટેજ કેજરીવાલે તેમના નજીકના મિત્રો સંદીપ પાઠક અને રાઘવ ચઢ્ઢાને ગુજરાત વિધાનસભા સર કરવા મેદાનમાં ઉતાર્યા છે. આ બંને નેતાઓ હાલ સક્રિયતાથી ગુજરાતમાં AAP માટે રાજકીય મેદાન તૈયાર કરી રહ્યા છે.Game changer player
કેજરીવાલ નો કોનફિડેન્સ,અને કોંગ્રેસ નો કકળાટ-Game changer player
કેજરીવાલ ને કોંગ્રેસીઓ ભાજપ ની બી ટીમ માની પ્રહાર કરી રહ્યા છે.પણ સામે પક્ષે કેજરીવાલ કોંગ્રેસ ની તીખી પ્રતિક્રિયા કે કકળાટ ની નોંધ સુધ્ધા લેતા નથી .અને ઉલટાનું કોંગ્રેસ અને ભાજપ ને ગુજરાતમાં 'એક માળા ના બે મણકા ' ગણાવી ત્રીજા અને ઉચિત વિકલ્પ તરીકે આમ આદમી ને વોટ આપવા ઘેર ઘેર જઈ ગ્રાઉન્ડ જીરો પ્રચાર કરી રહ્યા છે .જોકે કેજરીવાલ નો આ સેલ્ફ કોનફિડેન્સ તેમને વિવાદો વચ્ચે મળેલી રાજકીય સફળતાનો છે.આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં સતત ત્રણ વખત યોજાયેલી દિલ્હી અને પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માં ઐતિહાસિક જીત નોંધાવનાર આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ ઊંચો છે. દેશના બે રાજ્યોમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીએ હવે વિસ્તરણ શરૂ કર્યું છે. -Game changer playerવાસ્તવમાં, આમ આદમી પાર્ટી દેશની બીજી એવી રાજકીય પાર્ટી બની ગઈ છે, જેની ભાજપ અને કોંગ્રેસ પછી એકથી વધુ રાજ્યોમાં સરકાર છે.અને માટેજ દિલ્હી અને પંજાબમાં મળેલી જીતથી ઉત્સાહિત આમ આદમી પાર્ટી હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી 2022માં લડવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. આ અંતર્ગત આ વર્ષના અંતમાં યોજાનારી હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે ઉતરશે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પહેલા જ આની જાહેરાત કરી ચૂક્યા છે. બંને રાજ્યોમાં AAP તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.-Game changer player
ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે 2 ચાણક્ય પસંદ કર્યા- -Game changer player
ફાઈલ ફોટો |
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માં 117 માંથી 90 થી વધુ બેઠકો મેળવનાર આમ આદમી પાર્ટી હવે સંપૂર્ણ તૈયારી સાથે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉતરી રહી છે-Game changer playerઆ માટે અરવિંદ કેજરીવાલે 2022 ની તેમની 2 ચાણક્ય ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યોદ્ધા તરીકે મૂક્યા છે. જે પૈકીના એકનું નામ છે સંદીપ પાઠક અને બીજા છે રાઘવ ચઢ્ઢા.બન્ને યુવા છે.અને પોલિટિકલ અનુભવ ધરાવે છે આમ આદમી પાર્ટીના મતે જો તેમના આ બને ચાણક્યની રણનીતિ સંપૂર્ણ રીતે સફળ રહેશે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પંજાબ જેવા પરિણામો તેઓ લાવી શકે છે.2022 ની પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને મોટાભાગના રાજકીય નિષ્ણાતો માની રહ્યા હતા કે રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બની જશે, પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે AAP જોરદાર જીત સાથે સરકાર બનાવશે.-Game changer player વાસ્તવમાં આ જીતના બે હીરો હતા - સંદીપ પાઠક અને રાઘવ ચઢ્ઢા. પંજાબ એસેમ્બલી ચૂંટણી 2022માં AAPની ઐતિહાસિક જીતમાં સંદીપ પાઠકે મહત્વનો ભાગ ભજવ્યો હતો.-Game changer player
કોણ છે આમ આદમીના યુવા નેતા ડૉ. સંદીપ પાઠક?-Game changer player
ફાઈલ ફોટો |
આપ ના ડૉ. સંદીપ પાઠક IITમાં પ્રોફેસર છે.અને તેમણે પંજાબમાં AAPની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મૂળ છત્તીસગઢના, ડૉ. સંદીપ પાઠક વધુ સારી વ્યૂહરચના બનાવવા માટે જાણીતા છે. એવું કહેવાય છે કે સંદીપ પાઠક વર્ષ 2019 ની શરૂઆતમાં પંજાબ ગયા હતા. આ પછી, સતત ત્રણ વર્ષ સુધી, તેમણે મથામણ કરી, વ્યુંહરચના કરી પંજાબમાં AAPની જીતના દરવાજા ખોલ્યા હતા .અહી પજબમાં તેમણે બૂથ મેનેજમેન્ટને મજબૂત બનાવ્યું હતું.સંદીપ પાઠકે 3 વર્ષ પંજાબમાં રહીને બૂથ લેવલ સુધી સંગઠનને મજબૂત કર્યું. સંદીપ પાઠકે વર્ષ 2011માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું હતું. અરવિંદ કેજરીવાલથી પ્રભાવિત થઈને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને હાલમાં રાજ્યસભાના સભ્ય છે. સંદીપ પાઠકે પંજાબમાં બૂથ સ્તરે AAPને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને હવે તેઓ ગુજરાતમાં પણ તે જ કામ કરી રહ્યા છે.-Game changer player
ફાઈલ ફોટો |
કોણ છે આમ આદમીના યુવા નેતા રાઘવ ચઢ્ઢા?-Game changer player
રાઘવ ચઢ્ઢા પણ ગુજરાત ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે રાઘવ ચઢ્ઢાએ 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPની બમ્પર જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સાથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં યુવા ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. વ્યવસાયે વકીલ રાઘવ ચડ્ડા ભડકાઉ બોલે છે. AAP નેતાઓનું માનવું છે કે સંદીપ પાઠક અને રાઘવ ચઢ્ઢાની ગ્રાસરુટ જુગલબંધીથી પાર્ટી પંજાબની જેમ ગુજરાતમાં પણ અજાયબીઓ કરી શકે છે.-Game changer player
રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય અને પ્રવક્તા છે. જાન્યુઆરી 2020 સુધી, તેઓ પાર્ટીના લિટીગેશન ઈન્ચાર્જ પણ હતા.-Game changer player
11 નવેમ્બર 1988ના રોજ જન્મેલા અને નવી દિલ્હીમાં ઉછરેલા ચઢ્ઢાએ શહેરની મોડર્ન સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું અને દિલ્હી યુનિવર્સિટી (DU)માંથી સ્નાતક થયા. તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે.-Game changer player
રાઘવ ચઢ્ઢા 2012માં AAPની રચના બાદથી તેની સાથે જોડાયેલા છે. મીડિયા રિપોર્ટ્સમાં તેમને ટાંકવામાં આવ્યા છે કે તેઓ 2011માં અણ્ણા હજારેના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના છેલ્લા તબક્કા દરમિયાન AAPના સ્થાપક અને કન્વીનર અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. દિલ્હી લોકપાલ બિલના મુસદ્દામાં ભાગ લેવા વિનંતી. ત્યારથી, તે પાર્ટીનો અભિન્ન ભાગ છે - વિવિધ સમિતિઓના સભ્ય બનવાથી લઈને ન્યૂઝ ચેનલો પરની ચર્ચાઓમાં તેનો બચાવ કરવા સુધી. AAPના મુકદ્દમાના પ્રભારી તરીકે, તેમને પક્ષ અને પક્ષના નેતાઓની મહત્વપૂર્ણ કાનૂની બાબતોની દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે.-Game changer player
ફાઈલ ફોટો |
ચઢ્ઢા એએપી સરકાર દ્વારા દિલ્હીમાં વિવિધ વિભાગોમાં નિયુક્ત કરાયેલા નવ સલાહકારોમાંના એક હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નવ નિમણૂકો રદ કર્યા પછી, ચઢ્ઢાએ તેમની સેવાઓના વળતર તરીકે સરકાર પાસેથી મળેલ રકમ પરત કરી હતી.-Game changer player
ચઢ્ઢાએ AAPના ઉમેદવાર તરીકે દક્ષિણ દિલ્હી બેઠક પરથી 2019ની લોકસભા ચૂંટણી લડી હતી અને ભાજપના રમેશ બિધુરી સામે હાર્યા હતા.-Game changer player
રાઘવ ચઢ્ઢા એક યુવા ભારતીય રાજકારણી છે જે પ્રાઇમ ટાઇમ ટીવી ડીબેટોમાં આમ આદમી પાર્ટી (AAP) નો ચહેરો છે. તેમને આમ આદમી પાર્ટીના સૌથી યુવા પ્રવક્તા પણ માનવામાં આવે છે.તેઓ ભારતીય રાજકારણીઓમાં સૌથી યોગ્ય યુવાનોમાંના એક ગણાય છે અને મહિલાઓને આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનેલા રાજકારણી સામાન્ય રાજકારણીઓ કરતાં નીતિવાન અને પ્રમાણિક વ્યક્તિ લાગે છે.કારણકે તેઓ મહિલા સન્માન અને મહિલાઓના દરેક ક્ષેત્રમાં વિકાસના હિમાયતી રહ્યા છે.તેઓને ઉચિત અનેક પાત્રો તરફથી વારંવાર લગ્નની દરખાસ્તો મોકલવામાં આવે છે. જો કે, તેઓએ હજુ સુધી લગ્ન કરેલ નથી.તેઓ સ્પષ્ટ વક્તા હોઇ કહેતાં હોય છે કે ' હું અપરિણીત છું. મારી પાસે ફિલ્મ જોવાનો સમય નથી, તમને લાગે છે કે મારી પાસે છોકરી માટે સમય હશે? એક જ સ્ત્રી છે .જે મારા સમયપત્રકને અને મને સમજે છે અને તે મારી માતા છે."તેવું તેઓ અનેક વખત સ્વીકારી ચૂક્યા છે.-Game changer player
ફાઈલ ફોટો |
રાઘવ ચઢ્ઢાએ તેમનું શાળાકીય શિક્ષણ નવી દિલ્હીની રઘુબીર સિંઘ જુનિયર મોડર્ન સ્કૂલમાંથી કર્યું હતું, જ્યાં તેમણે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
રાઘવે શ્રી વેંકટેશ્વર કોલેજ, નવી દિલ્હીમાંથી તેઓએ સ્નાતકનું કર્યું, પરંતુ પછી તેનું ધ્યાન ચાર્ટર્ડ એકાઉન્ટન્સી તરફ વળ્યું. આ પછી તે કેટલાક કાર્યક્રમો માટે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પણ ગયા હતા.જોકે અણ્ણા હજારે આંદોલનના અંતે રાઘવ અરવિંદ કેજરીવાલને મળ્યા, અરવિંદ કેજરીવાલ તે સમયે જાહેર રાજકારણ માં પ્રવેશવાની અને પોતાનો નવીન રાજકીય પક્ષ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. અરવિંદ ઇચ્છતા હતા કે રાઘવને 2012માં "જન લોકપાલ બિલ"ના મુસદ્દામાં સામેલ કરવામાં આવે. જોકે તે બાદ રાઘવ ચઢ્ઢા અણ્ણા હજારેના આંદોલન પછી રાઘવ કેજરીવાલની નવી બનેલી AAP માં જોડાયા હતા અને ત્યારથી તેઓ અલગ-અલગ હોદ્દા પર પાર્ટી સાથે જોડાયેલા છે.
રાજનીતિમાં જોડાતા પહેલા રાઘવે ડેલોઈટ અને ગ્રાન્ટ થોર્ન્ટન જેવી અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓમાં સીએ તરીકે કામ કર્યું હતું. જ્યારે "ભારત વિરુદ્ધ ભ્રષ્ટાચાર" (IAC) ચળવળ શરૂ થઈ ત્યારે તે લંડનમાં પોતાની પ્રેક્ટિસ કરતા હતા.પોતાના અંગત જીવન વિશે વાત કરતાં, તે જવાબ આપે છે,
હું CA છું, પણ વર્ષોથી, મેં મારી અંગત નોકરી ઓટોપાયલટ પર મૂકી છે. મારી પાસે મારા કામ માટે, મારા અંગત જીવન માટે જેટલો સમય છે.તે હું માણી શકું છું તેનો મને સંતોષ છે. મારી પાસે હજુ પણ કેટલાક મિત્રો છે જેમની સાથે હું હેંગઆઉટ કરું છું. મારા મિત્રો મને આવું કરતા જોઈને નવાઈ પામ્યા છે. કેમકે મારા સર્કલ માં ,હું એકમાત્ર એવો વ્યક્તિ છું જે પોતાની સારી કારકિર્દી છોડીને રાજકારણમાં જોડાયો છે. મારી પાસે છ-સાત આંકડાવાળી પગાર ઑફર સાથે મલ્ટિ-નેશનલ કોર્પોરેટ એડવાઇઝરી કંપનીની ઓફર હતી, પણ મેં તેને નકારી કાઢી હતી."-Game changer player
અરુણ જેટલી માનહાનિ કેસમાં કામ કરતી વખતે રાઘવ ચઢ્ઢાએ રામ જેઠમલાણી સાથે બે વર્ષ વિતાવ્યા હતા.-Game changer player
ફાઈલ ફોટો |
રાઘવ ચઢ્ઢાએ 4 સપ્ટેમ્બર 2016 ના રોજ વેટિકન સિટીના સેન્ટ પીટર્સ બેસિલિકા ખાતે પોપ ફ્રાન્સિસ દ્વારા મધર ટેરેસાના વિમોચનમાં હાજરી આપી હતી.-Game changer player
રાઘવ ચઢ્ઢા ક્રિકેટના મોટા ફેન છે અને વર્ષ 2015માં તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,ત્રણ વર્ષ પહેલા હું ક્રિકેટનો શોખીન હતો, પરંતુ હવે હું જે કામ કરતો હતો તેમાં વ્યસ્ત હોઇ ક્રિકેટ માટે સમય ફાળવ્યો નથી.-Game changer player
રાઘવને ક્રિકેટ ઉપરાંત ફાજલ સમયમાં બેડમિન્ટન રમવાનું પણ પસંદ છે અને તે રાજ્ય કક્ષાનો બેડમિન્ટન ખેલાડી પણ રહી ચૂક્યો છે.-Game changer player
રાઘવ ચઢ્ઢાને આમ આદમી પાર્ટી વતી,પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAP પંજાબના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.21 માર્ચ 2022 ના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાને અન્ય ચાર સાથે પંજાબમાંથી છ વર્ષની મુદત માટે રાજ્યસભાના સાંસદ ના પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. જે બાદ વિપક્ષના કોઈપણ ઉમેદવારે તેમની ચૂંટણીનો વિરોધ કર્યો ન હતો.અને તે બાદ
રાઘવ ચઢ્ઢા, આમ આદમી પાર્ટીના સૌથી યુવા નેતા, 25 માર્ચ 2022ના રોજ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.-Game changer player
27 માર્ચ 2022ના રોજ તેઓ નવી દિલ્હીમાં લેક્મે ફેશન શોમાં ડિઝાઇનર પવન સચદેવા માટે શોસ્ટોપર હતા; તેણે એક્ટર અપારશક્તિ ખુરાના સાથે રેમ્પ વોક કર્યું હતું.-Game changer player
એપ્રિલ 2022 માં, તેમણે કહ્યું હતું કે ભાજપે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને દિલ્હીમાં સ્થાયી કર્યા અને રમખાણો માટે તેમનો ઉપયોગ કર્યો. જે બાદ વિવાદ થયો હતો. આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણી નેતાઓએ જહાંગીરપુરીમાં ઉત્તર MCD ની ડિમોલિશન ઝુંબેશ પછી ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા, AAP એ "બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ" પર દેશભરમાં સાંપ્રદાયિક હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું. દાવો એવો પણ કરાયો હતો કે ભાજપ તેમને ગેરકાયદેસર રીતે દેશમાં સ્થાયી કરી રહ્યું છે અને પછી કથિત રીતે રમખાણો ભડકાવવા માટે તેમનો "ઉપયોગ" કરે છે.જોકે આ તેમના અંગત મંતવ્ય મુજબ નો દાવો હોવા છતાં ચર્ચિત બન્યો હતો.જોકે ટુડે ન્યુઝ ગુજરાતી તેમના આ કહેવાતા દાવાઓને સમર્થન નથી કરતું-Game changer player
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનના બીજા લગ્નમાં રાઘવ ચઢ્ઢાએ તેમના નાના ભાઈની ભૂમિકા પૂરી કાળજી સાથે ભજવી હતી.તેઓ ભગવંત માનના નજીક ના મિત્ર પણ છે.
-Game changer player
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |