રાજ્યના વન કર્મચારીઓની હડતાળની અસર સિંહની વસતી ગણતરી પર દેખાઈ, પૂનમની ગણતરીમાં 400 સિંહ ના

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

રાજ્યના વન કર્મચારીઓની હડતાળની અસર સિંહની વસતી ગણતરી પર દેખાઈ, પૂનમની ગણતરીમાં 400 સિંહ ના

0


 જૂનાગઢમાં ફોરેસ્ટર અને બીટ ગાર્ડ સહિતના કર્મચારીઓની રજાના પગારની માંગણી સાથેની હડતાળની અસર ગીર જંગલની કામગીરી પર પણ દેખાવા લાગી છે. ગત રાત્રે રાબેતા મુજબ વન વિભાગે પૂનમ હોવાથી સિંહની ગણતરી કરી હતી, પરંતુ તેમાં ફક્ત અડધા સિંહ જ દેખાયા હતા. આ દરમિયાન સામાન્ય રીતે જે 600થી 700 સિંહ દેખાય છે, એમાં 50 ટકા સિંહ દેખાયા જ ન હતા.


આ વખતે ટ્રેકરો અને મજૂરો માત્ર 300થી 400 સિંહ જ નોંધી શક્યા હતા. જોકે, આ ગણતરીમાં દર વખતે વનવિભાગનો સ્ટાફ પણ જોડાયેલો હોય છે. આથી લગભગ બધા જ સ્પોટ પર ગણતરી થઈ જાય છે, પરંતુ ફિલ્ડ સ્ટાફની ગેરહાજરીના કારણે સ્વાભાવિકપણે જ બધે પહોંચી શકાયું ન હતું. દર વખતે ફોરેસ્ટ ગાર્ડ, ટ્રેકર અને દહાડિયા મજૂર સહિત કુલ 600-700 લોકો સિંહની વસતી ગણતરી કરે છે, જ્યારે આ વખતે 350 જેટલા વન કર્મચારી આ કામમાં જોડાયા ન હતા.જેના કારણે માત્ર ટ્રેકર અને મજૂરો જ સિંહ ગણતરી કરી હતી.


હડતાળ પર ગયેલા વન કર્મચારીઓની માંગ છે કે, તેઓ પણ પોલીસની જેમ 24 કલાક ફરજ બજાવે છે. પોલીસને શનિ અને રવિવારે ફરજના ભાગરૂપે વળતર મળે છે, જે તેમને પણ મળવું જોઈએ. આ કારણસર સમગ્ર રાજ્યમાં પાંચ હજારથી વધુ વન કર્મચારીઓ 29 ઓગસ્ટથી હડતાળ પર છે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)