બરેલીઃ નાચતા નાચતા મોતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પહેલાં ઉત્તર પ્રદેશના બરેલીમાં એક શખ્સની બર્થ ડે પાર્ટીમાં મોત થયું છે. તેના થોડાં જ દિવસ પછી મૈનપુરીમાં હનુમાનજીના રોલમાં નાચી રહેલા એક શખ્સનું મોત થયું હતું. ત્યારે હવે જમ્મૂમાં પણ આવી ઘટના બની છે. જેમાં નાચતા-નાચતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ શખ્સ પાર્વતીના રૂપમાં નાચી રહ્યો હતો. તે નાચતા નાચતા પડ્યો અને પછી ઉઠ્યો જ નહીં.મંગળવારે જમ્મૂના બિશ્નેહ તાલુકામાં જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન યોગેશ ગુપ્તા નામના શખ્સનું માતા પાર્વતીનો રોલ કરતા કરતા મોત નીપજ્યું છે. ઘણા સમય સુધી ડાન્સ કર્યા પછી યુવક અચાનક પડી જાય છે અને પછી ઉઠતો જ નથી. તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે. તેની તપાસ કર્યા બાદ ડોક્ટરે કહ્યુ હતુ કે, હાર્ટ એટેક આવવાથી તેનું મોત નીપજ્યું છે.જમ્મૂ જિલ્લાના બિશ્નેહ તાલુકાના કોઠે સૈનિયા ગામે જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલાકાર દેવી-દેવતાઓના રોલમાં ડાન્સ કરી રહ્યા હતા. તે દરમિયાન મંચ પર શિવ-પાર્વતીની લીલાનો કાર્યક્રમ ભજવવામાં આવી રહ્યો હતો. ત્યારે પાર્વતીના રોલમાં જમ્મૂના સતવારી નિવાસી 20 વર્ષીય કલાકાર યોગેશ ગુપ્તા શિવ સ્તુતિ પર ડાન્સ કરી રહ્યા હતા.
તે સમયે અચાનક જ યોગેશ ગુપ્તા પડી જાય છે. થોડીવાર સુધી તો કોઈને કંઈ જ ખબર નથી પડતી. પછી શિવ બનેલો કલાકાર તેની પાસે જાય છે અને યોગેશને ઉઠાડવાની કોશિશ કરે છે. પરંતુ તે ઉઠતો નથી. ત્યારબાદ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ત્યાં ડોક્ટર તેને મૃત જાહેર કરી દે છે. યોગેશને હાર્ટ એેટેક આવે છે અને તેની મોત થઈ જાય છે.