વલસાડના પારડી હાઇવે ઉપર કેળા ભરેલા ટ્રકનું ટાયર ફાટ્યું, પાછળથી આવતા કન્ટેનરે ટક્કર મારતા 5200 ટન કેળા હાઇવે પર વિખેરાયા

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

વલસાડના પારડી હાઇવે ઉપર કેળા ભરેલા ટ્રકનું ટાયર ફાટ્યું, પાછળથી આવતા કન્ટેનરે ટક્કર મારતા 5200 ટન કેળા હાઇવે પર વિખેરાયા

0

 


વલસાડ હાઇવે ઉપર સુરતથી ટ્રકમાં કેળા ભરીને સેલવાસ તરફ જતા ટ્રકનું પારડી હાઇવે ઉપર ટાયર ફાટ્યું હતું. ટ્રક ચાલકે ટ્રકને સાઈડ ઉપર કરીને ટાયર બદલાવી રહ્યો હતો. જે દરમિયાન પાછળથી આવતા અન્ય એક કન્ટેનર ચાલકે બેફિકરાઈ પૂર્વક કન્ટેનર ચલાવી કેળા ભરેલા ટ્રક સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને લઈને વલસાડ હાઇવે ઉપર મુંબઇ ટ્રેક ઉપર 5200 ટન કેળા હાઇવે ઉપર વિખેરાઈ ગયા હતા. જેને લઈને મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પરડી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતથી કેળા ભરી ને સેલવાસ જઈ રહેલા ટ્રક નંબર (DN-09-F-9862)નું વલસાડ જિલ્લાના પારડી હાઇવે ઉપર અચાનક ટેમ્પનું પાછળનું ટાયર ફાટી ગયું હતું. જેને લઈને ટ્રક ચાલકે ટ્રકને NH 48 ઉપર રસ્તાની સાઈડ ઉપર ટ્રક લાવીને ટ્રકમાંથી ફાટી ગયેલું ટાયર બદલવાની કામગીરી કરી રહ્યો હતો. જે દરમ્યાન મુંબઈ જતી ટ્રેક ઉપર પાછળથી બેફિકરાઈ પૂર્વરક આવતા કન્ટેનર નંબર (MH-46-AR-5041)ના ચાલકે ટ્રકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)