એશિયા કપ 2022ની સિઝનમાં બુધવારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ટીમની વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. છેલ્લી ઓવરમાં સતત બે છક્કા મારીને પાકિસ્તાનની ટીમે આ મેચ જીતી લીધી હતી. જોકે હાર પછી અફઘાનિસ્તાની ફેન્સે ગુસ્સામાં ખુરશી ઉખાડીને પાકિસ્તાની ફેન્સ પર ફેંકી હતી. તેનો વીડિયો પણ વાઈરલ થયો છે.
After the Afg Pak World Cup match last year I decided I would never watch another game between these two teams at the stadium. pic.twitter.com/JrJnpmUP09
— Twitt.Arhum (@arhuml92) September 7, 2022
એશિયા કપ 2022ની સિઝન વધુ રોમાંચક બની છે. ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન બહાર થઈ ગયા છે. જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમની ફાઈનલ નક્કી થઈ ગઈ છે. આ દરમિયાન હારનારી ટીમોના ફેન્સમાં નિરાશા અને ગુસ્સો સ્પષ્ટ દેખી શકાય છે.બુધવારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ટીમની વચ્ચે મેચ રમાઈ હતી. તે ખૂબ જ રોમાંચક રહી હતી. અંતિમ ઓવર સુધી એ વાતનો ખ્યાલ આવી રહ્યો નહોતો કે મેચ કઈ તરફ જશે. જોકે અંતિમ ઓવરમાં સતત બે છક્કા મારીને પાકિસ્તાન ટીમે મેચ જીતી લીધી હતી.ઘટનાનો આ વીડિયો વાઈરલ થયો
રિપોર્ટ મુજબ મેચ જીતવાની સાથે જ સ્ટેડિયમની બહાર પાકિસ્તાન ફેન્સે હોબાળો કર્યો હતો. તેમણે અફઘાનિસ્તાની ફેન્સ પર હુમલો કર્યો હતો. તે પછીથી ગુસ્સે ભરાયેલા ફેન્સે બબાલ કરી હતી. તેમણે અફઘાનિસ્તાન ફેન્સ પર હુમલો કર્યો હતો. તે પછીથી ગુસ્સે ભરાયેલા અફઘાની ફેન્સે ભારે બબાલ કરી હતી અને પાકિસ્તાની ક્રિકેટ ફેન્સને ખુરશીઓથી ખૂબ માર્યા હતા.
શાહજાહના સ્ટેડિયમમાં જ અફઘાનિસ્તાની ફેન્સે ખુરશીઓ તોડવનું અને ઉખાડવાનું શરૂ કર્યું હતું. તેમણે ખુરશીને ઉખાડીને ખુશ થઈ રહેલા પાકિસ્તાની ફેન્સ પર ફેંકી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.પાકિસ્તાની ફેન્સને ખુરશીઓથી ધોઈ નાંખ્યા
વીડિયોમાં જોઈ શકાય છે કે બબાલ કરનાર ફેન્સના હાથમાં અફઘાનિસ્તાનના ઝંડા છે. તેમના કપડા અને શરીર પર પણ દેશના ઝંડા છે. તે જે તરફ ખુરશીઓ ફેંકી રહ્યાં છે, ત્યાં ભીડની પાસે પાકિસ્તાનના ઝંડા દેખાઈ રહ્યાં છે. વીડિયોમાં અફઘાનિસ્તાની ફેન્સ ખુરશીઓથી પાકિસ્તાનીઓને મારતા દેખાઈ રહ્યાં છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા પછીથી યુઝર્સે પણ ઘટના બાબતે તેમનો રોષ ઠાલવ્યો હતો. તેમણે ઉપદ્વવ કરનાર અફઘાનિસ્તાની ફેન્સની ટીકા કરી હતી. એક પાકિસ્તાની યુઝરે લખ્યું કે આ ગંભીર મુદ્દો છે. અફઘાનિસ્તાની બાળકોએ સારો વ્યવહાર શીખવાની જરૂરિયાત છે. આ એક ઈન્ટરનેશનલ મેચ છે, કોઈ ગલીમાં રમાતી મેચ નથી. આવી ઘટના કોઈ અન્ય મેચમાં બનવી જોઈએ નહિ.