યુવાવર્ગમાં 'સાયબર બુલિંગ'નો વધી રહ્યો છે ક્રેઝ, આવો... જાણીએ... આખરે શું છે આ 'સાયબર બુલિંગ'?cyber-bullying

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

યુવાવર્ગમાં 'સાયબર બુલિંગ'નો વધી રહ્યો છે ક્રેઝ, આવો... જાણીએ... આખરે શું છે આ 'સાયબર બુલિંગ'?cyber-bullying

0


 આજે ગેજેટ્સ ઉપયોગ કરવામાં બાળકો સૌથી આગળ છે. 3થી 4 વર્ષની ઉંમરનાં બાળકો મોબાઈલ, આઇપેડ અને લેપટોપ ઝડપથી શીખી રહ્યાં છે. ઉંમર થોડી વધે કે તેઓ ઓનલાઈન ગેમ્સ પણ રમવા લાગે છે.ટીનેજમાં પહોંચતા સુધી તેમને પોર્નોગ્રાફી વીડિયો કન્ઝ્યુમ કરવાનો ચસકો લાગી જાય છે. ઇન્ટરનેટ સિક્યોરિટી પર કામ કરી રહેલી સંસ્થા ‘સાયબર સેફ્ટી કિડ્સ’એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે 8થી 12 વર્ષની ઉંમરનાં 95 ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે, જેમાંથી મોટા ભાગનાં બાળકોના સોશિયલ મીડિયા પર અકાઉન્ટ પણ છે અને તેઓ ખૂબ જ એક્ટિવ પણ છે.  ફોટો પોસ્ટ કરવા, ફોટો અપલોડ કરવા, મેસેજ મોકલવા, સ્ટેટ્સ અપડેટ કરવા જેવા બધા જ ફીચર્સનો ઉપયોગ કરવાનું જાણે છે અને કરી પણ રહ્યા છે.


આ હાઈટેક બાળકો મોટા ભાગનો સમય ઇન્ટરનેટ પર એક્ટિવ રહે છે અને તેઓ દુનિયાથી અનફિલ્ટર્ડ સામગ્રીઓ લઈ રહ્યા છે. આ કારણે આ બાળકોના સાયબર બુલિંગનું સંકટ પણ વધી ગયું છે.


શું બાળકો ઓનલાઇન બુલિંગમાં મહારત હાંસલ કરી રહ્યાં છે? તમારો આ સવાલ વાજબી છે...

અમેરિકી કોમ્પ્યુટર સિક્યોરિટી સોફ્ટવેર કંપની McAfeeના સર્વે પ્રમાણે, દુનિયામાં કોઈપણ દેશની સરખામણીમાં ભારતનાં બાળકો સાયબર બુલિંગ વધારે કરી રહ્યાં છે. આ સર્વેમાં ભાગ લેનારા ભારતનાં 45 ટકા બાળકોનું માનવું છે કે તેમણે ક્યારેક ને ક્યારેક તો સાયબર બુલિંગ કર્યું જ છે, સાથે જ તેમણે એવું પણ સ્વીકાર કર્યું છે કે જે બાળકોને તેમણે પોતાના ટાર્ગેટ બનાવ્યા છે તેઓ આ અંગે જાણતા પણ નહોતાં. ત્યાં જ 48 ટકા ભારતીય બાળકોનું માનવું છે કે તેમણે તે બાળકો સાથે સાયબર બુલિંગ કર્યું છે, જેમને તેઓ પહેલાંથી જ સારી રીતે ઓળખતાં હતાં. ઘરમાં ગેજેટ્સની ભરમાર અને ઓનલાઇન એજ્યુકેશનના વધતા ટ્રેન્ડે જીવન અને ભણતર ભલે સરળ કરી દીધાં હોય, પરંતુ એની સાઇડ ઇફેક્ટ્સ પણ ઓછી નથી. McAfeeના એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડન્ટ ગગન સિંહ પણ માને છે કે કોવિડને કારણે બાળકો લાંબા સમય સુધી ઘરે રહ્યાં હતાં. ઓનલાઇન અભ્યાસને કારણે બાળકોને મોબાઈલ અને કોમ્પ્યુટર પર છૂટ મળી, જે હવે ધીમે-ધીમે તેમની આદતમાં બદલાઈ ગઈ છે.


પરિણામ સ્વરૂપ બાળકો એનો એક ટૂલ તરીકે ઉપયોગમાં લઈ રહ્યાં છે. બાળકોને એવું લાગે છે કે વર્ચ્યુઅલ દુનિયામાં તેઓ કંઈપણ કરશે તો કોઈ તેમને રોકશે કે ટોકશે નહીં. આપત્તિજનક કમેન્ટ કે ફોટો પોસ્ટ કર્યા પછી પણ તેઓ બચી જશે. જ્યારે તેઓ એ બાબત જાણતાં નથી કે આ પ્રકારની હરકત સાયબર બુલિંગ છે અને આ એક મોટો ક્રાઇમ છે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)