ડીસા પાંજરાપોળ દ્વારા ગાયો છોડાઈ : અફડાતફડી મચી,પોલીસે ધર્મશાસ્ત્રી કિશોરભાઈ દવે,હિનાબેન ઠક્કર,જાનકીદાસ બાપુ, સંત રામરતનજી મહારાજ સંત,સહીત અનેકોને કર્યા ડિટેઇન-Cow movement.

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ડીસા પાંજરાપોળ દ્વારા ગાયો છોડાઈ : અફડાતફડી મચી,પોલીસે ધર્મશાસ્ત્રી કિશોરભાઈ દવે,હિનાબેન ઠક્કર,જાનકીદાસ બાપુ, સંત રામરતનજી મહારાજ સંત,સહીત અનેકોને કર્યા ડિટેઇન-Cow movement.

0

 

ગૌશાળા સંચાલકોની ધરપકડ -થરાદ 

રીના પરમાર -ટુડે ન્યુઝ ગુજરાતી/ડીસામાં 500 કરોડ ના સરકારી બજેટ ગૌશાળાઓ ને બોલી અને ફાળવી ના સકતા સરકાર સામે શરુ થયેલ ગૌશાળા સંચાલકોનું આંદોલન ઉગ્ર બન્યું છે.Cow movement આજે આ આંદોલન ના અલ્ટીમેટમ મુજબ દરેક પાંજરાપોળ માંથી તબક્કાવાર ગાયો ને છોડવાની શરૂઆત થતા અફડાતફડી મચી છે.અને સ્થાનીક પોલીસ આ આંદોલનને કાયદા પ્રબંધોએ કચડવા દોડતી દેખાઈ હતી.જોકે પશુવાડાઓમાં વર્ષોથી રહેતી ગાયો ને રોડ પર સરકાર ભરોસે છોડી મુકાતા શહેરીજનો ના જીવ તાળવે ચોંટ્યા છે કેમકે એક અંદાજ મુજબ આજે માત્ર ડીસામાં થી કાંટ,જુનાડીસા અને ટેટોડા સહીત ની અન્ય ગૌશાળાઓમાં થી 20 હજાર થી વધુ ગૌમાતાઓ સરકારી કચેરીઓમાં છોડવાનો પ્લાન ગૌશાળા સંચાલકોએ મજબૂરી વશ બનાવ્યો છે.કેમકે તેમના મતમુજબ સરકારી સહાય વગર આટલી મોટી સંખ્યાની ગાયો નો નિભાવ અશક્ય છે, જોકે આ ગાયો જો શહેરમાં આવશે તો ચક્કાજામ થશે તે સ્પષ્ટ ભીતિ છે.જેનાથી જનજીવન ખોરવાસે..Cow movement.



હાઈલાઇટ્સ...

* જિલ્લામાં સરકાર સામે વાટાઘાટો તૂટી પડતા ગાયો છોડાઈ..

* ડીસામાં અનેક ગૌશાળાઓની ગાયો છોડાઈ .. 

* પોલીસ દોડતી થઇ,અનેકોની ધરપકડ લોક રોષ.. 

* બનાસકાંઠામાં ધર્મધુરંધરસંત  કિશોર દવે,એડવોકેટ હીનાબેન ઠકજર,દત્તશરણ મહારાજ, જાનકીદાસ મહારાજ સહીત અનેકો ને કરાયા ડિટેઇન  

* જિલ્લા માં 80000 ગાયો ગૌશાળામાં આશ્રિત જો તમામ છોડાય તો જિલ્લા માં સડકો અને યાતાયાત બન્ધ થવાની ભીતિ.. 

* ટેટોડા,કાંટ,જુનાડીસા સહીત ડીસાની અનેક ગૌશાળાના પશુઓ કરાયા મુક્ત.. 

* પશુઓ રોડ પર છુટ્ટા મુકાતા,અવ્યવસ્થા સર્જાઈ..

* પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર થયું દોડતું.. 




પોલીસ એક્સન મોડમાં,સંતો,ગૌશાળા સંચાલકો ની જિલ્લાભરમાંથી અટકાયતો શરુ કરાઈ.. 



ગૌશાળા સંચાલકો નું અલ્ટીમેટમ પૂરું થતા હવે ગૌશાળાના પશુઓ છોડયા છે.હજારો પશુઓ રોડ પર ઉતરતા અફડાતફડી મચી છે.Cow movement.હવે એક્સન મોડમાં આવેલ પોલીસે ધરપકડ નો દોર શરૂ કર્યો છે.અને   આંદોલન ને ડામવા માટે ડીસા ડીવાયએસપી કૌશલ ઓજા મોનીટરીગ માં જાણીતા એડવોકેટ અને પરમ ધર્મ સંસદ 1008 ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોર દવે,ગૌશાળાના સંચાલક શ્રી રામ રતનજી મહારાજ,અને એડવોકેટ હિનાબેન ઠક્કર,ઢીંમાં સંત જાનકીદાસ સહીત અનેકોની અટકાયત કરી છે.ડીસા થી અટકાયત કરેલા લોકો ને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન લવાયા છે.આમ આ આંદોલન સરકાર અને ગૌભક્તો વચ્ચે નું હાઈ વોલ્ટેજ ડ્રામા બન્યું છે.. Cow movement.

Post a Comment

0Comments
Post a Comment (0)